પ્રયાગરાજ : બાહુબલી અતીક અહેમદ અને તેના ભાઈ ખાલિદ અઝીમ ઉર્ફે અશરફની હત્યામાં પોલીસે ચાર્જશીટ દાખલ કરી છે. 1200 પાનાથી વધુ લાંબી ચાર્જશીટમાં આવા અનેક સવાલો છે, જેના જવાબો પોલીસની ચાર્જશીટમાં નથી. કદાચ આ કારણે પોલીસ દ્વારા ચાર્જશીટના અંતે એવો ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે, હજુ તપાસ બંધ થઈ નથી. જો વધુ કેટલાક પુરાવા મળશે તો તેને પણ પૂરક ચાર્જશીટ દ્વારા કોર્ટમાં રજૂ કરવામાં આવશે. ત્રણ શૂટર્સ સિવાય હજુ સુધી ચાર્જશીટમાં ચોથા નામનો સમાવેશ કરવામાં આવ્યો નથી. આ ઘટનાનું કાવતરું ઘડવા અને હથિયારોની વ્યવસ્થા કરવા માટે અન્ય કોઈને આરોપી બનાવવામાં આવ્યા નથી. જોકે, પોલીસ દ્વારા કોર્ટમાં લાંબી ચાર્જશીટ રજૂ કરવામાં આવી છે.
ત્રણ આરોપી : કેટલાક દાયકાઓ સુધી ગુનાની દુનિયામાં રાજ કરનાર બાહુબલી માફિયા અતીક અહેમદ અને તેના ભાઈ ખાલિદ અઝીમ ઉર્ફે અશરફની હત્યા કરી દેવામાં આવી હતી. આ્ કેસમાં પોલીસે દાખલ કરેલી ચાર્જશીટમાં કહેવામાં આવ્યું છે કે, ત્રણેય આરોપીઓ લવલેશ તિવારી, સનીસિંહ અને અરુણ મૌર્ય છે. જેઓ ક્રાઇમની દુનિયામાં મોટું નામ કમાવવા માટે આ ઘટનાને અંજામ આપવામાં આવ્યો છે. ત્રણ શૂટરો સિવાય પોલીસને હજુ સુધી આ ઘટનામાં ચોથા વ્યક્તિની સંડોવણીના પુરાવા મળ્યા નથી.
પીસ્તોલ ક્યાંથી આવી ? ચાર્જશીટમાં પોલીસ દ્વારા કહેવામાં આવ્યું છે કે, ટીવી મીડિયામાં માફિયાઓની ધૂમ જોઈને આ લોકોએ તેમના જેવા મોટા બનવાની યોજના બનાવી હતી. આ અંતર્ગત અતીક અશરફની હત્યા કરવામાં આવી છે. શૂટરોએ આ ઘટનામાં ઉપયોગમાં લીધેલી જીગાના પિસ્તોલ લાવવા માટે શૂટરો પાસે પૈસા ક્યાંથી આવ્યા તેવો સવાલ હતો. તેના જવાબમાં ચાર્જશીટમાં એવું પણ લખવામાં આવ્યું છે કે, સન્ની સિંહને આ પિસ્તોલ 2021માં દિલ્હીના ગેંગસ્ટર જિતેન્દ્ર ગોગી દ્વારા આપવામાં આવી હતી.
બોગસ પુરાવા : પિસ્તોલ જેના મારફતે શૂટરો સુધી પહોંચી તે વ્યક્તીનું મૃત્યુ થઈ ગયું છે. જેના કારણે પોલીસને જ્યાં સુધી અન્ય કોઈ પુરાવા ન મળે ત્યાં સુધી શૂટરોની વાત પર જ આધાર રાખવો પડશે. એ જ રીતે ચાર્જશીટમાં એવું કહેવામાં આવ્યું નથી કે, બાંદામાં શૂટર્સને કોની મદદથી નકલી આધાર કાર્ડ આપવામાં આવ્યા હતા. આરોપીઓ ઉપર છેતરપિંડી અને બનાવટી દસ્તાવેજો બનાવવા અને તેનો ઉપયોગ કરવાનો કેસ પણ ચાલશે.
વિડીયો પૂરાવા : અતીક અહેમદ અને તેના ભાઈ અશરફની હત્યાના કેસમાં ચાર્જશીટની સાથે પોલીસે વિવિધ પ્રકારના વૈજ્ઞાનિક પુરાવા પણ દાખલ કર્યા છે. પોલીસે વૈજ્ઞાનિક પુરાવા તરીકે 15 વીડિયો રેકોર્ડિંગ રજૂ કર્યા છે. જેમાં મોબાઈલ તેમજ કેમેરાનો વીડિયો છે. આ સિવાય હોસ્પિટલ અને જે હોટલમાં શૂટરો રોકાયા હતા તે વિડીયો કોર્ટમાં આપવામાં આવ્યો છે. આ સાથે હોટલોથી લઈને હોસ્પિટલ અને રસ્તાઓ, ચોકો અને દુકાનો સુધીના 70 સ્થળોના સીસીટીવી ફૂટેજ પણ સીડી દ્વારા કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા છે.
150 સાક્ષીઓ : માફિયા બંધુઓની જાહેરમાં હત્યાના કેસમાં પોલીસની ચાર્જશીટમાં 150 થી વધુ સાક્ષીઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. જેમાં સ્થળ પર હાજર 21 પોલીસકર્મીઓનો સમાવેશ થાય છે. આ સાથે સાક્ષીઓની યાદીમાં 11 મીડિયાકર્મીઓના નામ પણ સામેલ કરવામાં આવ્યા છે. આ સાથે 16 મીડિયા કર્મચારીઓના નામ પણ પ્રત્યક્ષદર્શીઓની યાદીમાં સામેલ કરવામાં આવ્યા છે.
સાક્ષીઓની બે યાદી કેમ ? આ સિવાય લગભગ 100 અન્ય સાક્ષીઓ જેઓ ઘટનાસ્થળે હાજર હતા પરંતુ તેમની પાસે કેસ સાથે જોડાયેલી મહત્વપૂર્ણ માહિતી છે. આ કારણથી પોલીસે સાક્ષીઓની બે યાદી તૈયાર કરી છે. જેમાં 150 જેટલા નામોની યાદી તૈયાર કરીને પ્રત્યક્ષદર્શીઓ અને અન્ય સાક્ષીઓ સાથે કોર્ટમાં રજૂ કરવામાં આવી છે. આ સાથે ચાર્જશીટમાં વૈજ્ઞાનિક પુરાવા તરીકે આરોપીના ફિંગર પ્રિન્ટના રિપોર્ટ છે. ઉપરાંત ઘટનાસ્થળે અને હોટલના રૂમમાંથી મળી આવેલી પિસ્તોલ, કેમેરા, માઈક અને ફિંગર પ્રિન્ટનો રિપોર્ટ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો છે.
આરોપીઓનો ગુનાહિત ઈતિહાસ : માફિયા અતીક અશરફની હત્યા કરનારા ત્રણ શૂટર્સનો ગુનાહિત ઈતિહાસ ચાર્જશીટમાં સામેલ કરી કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો છે. તેમાં કહેવામાં આવ્યું છે કે, શૂટર સન્ની સિંહ સામે કુલ 19 કેસ નોંધાયેલા છે અને તે તેના પોલીસ સ્ટેશનનો હિસ્ટ્રીશીટર પણ છે. આતિક અશરફની હત્યા પહેલા તેની સામે 18 કેસ નોંધાયા હતા. જ્યારે બાંદા જિલ્લાના બાબેરુ પોલીસ સ્ટેશન વિસ્તારના રહેવાસી લવલેશ તિવારી સામે છેડતી તેમજ ગેરકાયદેસર દારૂ વેચવાનો અને આઈટી એક્ટ હેઠળના કેસ નોંધાયેલ છે. છેડતીના મામલામાં લવલેશ તિવારી પણ જેલમાં જઈ ચૂક્યો છે. જ્યારે અરુણ મૌર્ય સામે એક પણ કેસ નોંધાયો હોવાની માહિતી પોલીસને મળી નથી. પોલીસના જણાવ્યા અનુસાર અતીક અશરફ હત્યા કેસનો પહેલો કેસ અરુણ મૌર્ય સામે નોંધવામાં આવ્યો છે.
આ રીતે કરી હત્યા : ત્રણ શૂટરોમાંથી લવલેશ તિવારીએ અતીક અહેમદ અને સની સિંહે અશરફ પર ફાયરિંગ કર્યું હતું. અરુણ બેકઅપ અને કવર ફાયર કરી રહ્યો હતો. લવલેશ અને સનીએ વિદેશી પિસ્તોલથી ફાયરિંગ કર્યું હતું. જ્યારે અરુણ મૌર્યએ દેશી પિસ્તોલમાંથી ફાયરિંગ કર્યું હતું. ત્રણેય શૂટરોએ મળીને 28 રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું.
આરોપીઓ વિરુદ્ધ ગુના : અતીક અહેમદ અને અશરફની હત્યા કરનારા ત્રણ શૂટરો વિરુદ્ધ કલમ 302, 307, 34, 120B, 419, 420, 467, 468, 471, 25, 27 તેમજ 7 CLA એક્ટ હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. આ કલમોમાં પોલીસ દ્વારા ચાર્જશીટ દાખલ કરવામાં આવી છે. ચાર્જશીટના અંતે ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે, કેસની તપાસ પુરી થઈ નથી અને વધુ તપાસમાં આરોપીઓ સામે જે પણ પુરાવા મળશે તે કોર્ટમાં દાખલ કરવામાં આવશે.