- દિલ્હીમાં કોરોના મહામારીના કારણે સ્થિતિ બગડી
- દિલ્હીની ખાનગી અને સરકારી હોસ્પિટલ્સમાં બેડની અછત
- દિલ્હીની હોસ્પિટલ્સમાં માત્ર 20 ICU અને વેન્ટિલેટર બેડ
નવી દિલ્હીઃ રાજધાની દિલ્હીમાં કોરોનાની સ્થિતિ એ કોઈનાથી છૂપી નથી. દિલ્હીમાં જેમ જેમ કોરોનાના દર્દીઓ વધી રહ્યા છે તેમ તેમ હોસ્પિટલ્સમાં બેડ અને ઓક્સિજનની અછત સર્જાઈ રહી છે. દિલ્હીમાં સોમવારે સવારે 11 વાગ્યા સુધી દિલ્હીના તમામ ખાનગી અને સરકારી હોસ્પિટલ્સમાં માત્ર 20 ICU અને વેન્ટિલેટર બેડ ઉપલબ્ધ છે.
આ પણ વાંચોઃ દેશમાં 24 કલાકમાં કોરોનાના નવા 3.68 લાખ કેસ નોંધાયા, કોરોના સંક્રમિતોની સંખ્યા 2 કરોડની નજીક પહોંચી
હોસ્પિટલ્સમાં 21,499 બેડમાંથી 20,146 બેડ પર દર્દી બેઠા છે
દિલ્હીની હોસ્પિટલ્સમાં કોરોનાના કુલ 21,499 બેડ ઉપલબ્ધ છે, જેમાંથી 20,146 બેડ પર દર્દી છે. જ્યારે 1,353 બેડ ખાલી છે. દિલ્હીના તમામ ખાનગી અને સરકારી કોરોના હોસ્પિટલ્સમાં ICU/વેન્ટિલેટરના 5,167 બેડ છે, જેમાંથી 5,147 બેડ પર દર્દીઓ દાખલ છે. એટલે કે હવે માત્ર 20 ICU અને વેન્ટિલેટર બેડ ખાલી છે.
આ પણ વાંચોઃ કર્ણાટકની હોસ્પિટલમાં ઓક્સિજનની અછતના કારણે કોરોનાના 24 દર્દીના મોત
AIIMSમાં માત્ર 4 ICU બેડ ઉપલબ્ધ છે
દિલ્હીમાં ICU અને વેન્ટિલેટર બેડની અછત સર્જાઈ રહી છે. તેનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે. કારણ કે, અહીંની AIIMS હોસ્પિટલમાં હવે માત્ર 4 ICU અને વેન્ટિલેટર બેડ ઉપલબ્ધ છે. જ્યારે મધુકર રેઈનબો ચિલ્ડ્રન હોસ્પિટલમાં 5 ICU બેડ ઉપલબ્ધ છે. આ ઉપરાંત બંસલ ગ્લોબલ હોસ્પિટલ જનકપુરીમાં 8 અને શ્રાઈન હોસ્પિટલમાં 3 ICU અને વેન્ટિલેટર બેડ ઉપલબ્ધ છે.