ETV Bharat / bharat

ગલવાન ઘાટીમાં ભારત અને ચીન વચ્ચે થયેલી હિંસક અથડામણને 1 વર્ષ પૂર્ણ, જુઓ કઈ રીતે બંને દેશના સંબંધ બદલાયા - ગેલ્વેન પછી ભારત-ચીનના સંબંધો

લદાખની ગલવાન ઘાટીમાં ભારત અને ચીનના સૈનિકો વચ્ચે થયેલી હિંસક અથડામણને એક વર્ષ પૂર્ણ થયું છે. આ અથડામણમાં ભારતના 20 સૈનિક શહીદ થયા હતા. આપણા જવાનોએ ચીનના અનેક સૈનિકોને ઠાર માર્યા હતા. આ હિંસક અથડામણ પછી ભારત અને ચીન વચ્ચે બધુ બદલાઈ ગયું છે. આવો જાણીએ કઈ રીતે એક વર્ષમાં ભારત ચીનની સામે દરેક મોરચે ફ્રન્ટફૂટ પર રહ્યું.

ગલવાન ઘાટીમાં ભારત અને ચીન વચ્ચે થયેલી હિંસક અથડામણને 1 વર્ષ પૂર્ણ, જુઓ કઈ રીતે બંને દેશના સંબંધ બદલાયા

author img

By

Published : Jun 15, 2021, 12:12 PM IST

  • ગલવાન ઘાટીમાં ભારત અને ચીનના સૈનિકો વચ્ચે 1 વર્ષ પહેલા થઈ હતી હિંસક અથડામણ
  • બંને દેશના જવાનો વચ્ચે થયેલી અથડામણમાં ભારતના 20 સૈનિક શહીદ થયા હતા
  • ગલવાનમાં જે પણ થયું ત્યારબાદ ભારત અને ચીનના સંબંધ ખરાબ થઈ ગયા

હૈદરાબાદઃ 15-16 જૂન 2020 પછી વિશ્વની સૌથી વધુ વસતી ધરાવતા દેશો વચ્ચે બધુ બદલાઈ ગયું છે. ભારત અને ચીનના સૈનિકો વચ્ચે ગલવાન ઘાટીમાં થયેલા હિંસક અથડામણ પછી ચીનને સેનાથી લઈને સામાજિક અને આર્થિક મોરચા સુધી ભારતે ખૂબ જ તકલીફ પહોંચાડી છે. ગલવાનમાં જે પણ થયું ત્યારબાદ ભારત અને ચીનના સંબંધ ખરાબ થઈ ગયા છે.

આ પણ વાંચો- ભારત અને ચીન વચ્ચે આ અઠવાડિયે કમાન્ડર સ્તરની વાતચીત થવાની શક્યતા

ચીનની વિસ્તારવાદી નીતિ કોઈનાથી છૂપી નથી

ચીનની વિસ્તારવાદી નીતિ કોઈનાથી છૂપી નથી. ચીન લદ્દાખથી લઈને અરૂણાચલ પ્રદેશ સુધીના વિસ્તાર પર પોતાનો હક જમાવતું રહ્યું છે. જમીનથી લઈને દરિયા સુધી ચીનની ઘુસણખોરી સમગ્ર વિશ્વ જોઈ ચૂક્યું છે. ચીનની આ લાલચનું પરિણામ હતું ગલવાનમાં ભારત અને ચીનના સૈનિકો વચ્ચે થયેલી હિંસક અથડામણ. જોકે, બંને દેશ વચ્ચે સીમા વિવાદને લઈને ચાલી રહેલી વાતચીત વચ્ચે ચીન તરફથી LAC પર તણાવ વધારવાના પ્રયત્ન કરાઈ રહ્યા છે. આ એ સમય હતો જ્યારે ભારત કોરોનાની પહેલી લહેરનો સામનો કરી રહ્યો છે. LAC પાસે નિર્માણ અને જમીન પર કબજો કરવાના પ્રયત્ન ચીન તરફથી કરાયો હતો. 15-16 જૂને ભારત અને ચીનના સૈનિકો સામસામે આવી ગયા. બંને સેનાને જવાનો વચ્ચે હિંસક ઝડપ થઈ, જેમાં ભારતના 20 જવાન શહીદ થયા છે.

આ પણ વાંચો-ગલવાન વેલીમાં ભારત અને ચીન વચ્ચેની અથડામણમાં 4 ચીની સૈનિક મર્યા હોવાનું ચીને કબૂલ્યું

ફ્રન્ટ ફૂટ પર રહ્યું ભારત

ચીન દ્વારા જમીન પર કબજો કરવાની માનસિકતા સામે ભારતે હંમેશા વાતચીતનો વિકલ્પ અપનાવ્યો છે, પરંતુ ગલવાન પછી ભારતે પોતાની નીતિ બદલી નાખી છે. ગલવાનની અથડામણ પછી ભારતે પણ LAC પર જવાનોની તહેનાતી વધારી દીધી છે. ઓગસ્ટમાં ચીની સેનાની ઘુસણખોરીના પ્રયાસને નિષ્ફળ કરી અને મહત્વની ચોટીઓની રક્ષા કરી હતી. ચીનની વાતચીતની પહેલને નકારી કાઢી હતી અને બે ટૂક કહ્યું કે, પહેલા ચીની સેના પહેલા જ્યાં હતી ત્યાં પાછી જતી રહે.

ચીને હવે સમજવું પડશે કે, આ ભારત 1962નું નથી

ગલવાન પછી ભારતના ફ્રન્ટફૂટ પર આવવાથી ચીનને સંદેશ તો ગયો જ છે. વિશ્વભરના દેશોએ પણ ભારતનો સાથ આપ્યો છે. એવા પણ મિત્રોના નામ પર ચીનની સાથે પાકિસ્તાન જેવા ગણ્યાગાઠ્યા દેશ છે. એશિયામાં ચીનના ઘણા પાડોશી તેની વિસ્તારવાદી નીતિના શિકાર બની ચૂક્યા છે, જેનો વિરોધ એશિયાથી લઈને વિશ્વભરના દેશ કરી રહ્યા છે. તેવામાં ગલવાન પછી ભારતની રણનીતિમાં આવેલા ફેરફારથી ચીનને પણ સમજવું પડશે કે, આ 1961નું ભારત નથી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.