નવી દિલ્હી: પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની અધ્યક્ષતામાં 'એક રાષ્ટ્ર, એક ચૂંટણી' પર રચાયેલી ઉચ્ચ સ્તરીય સમિતિની પ્રથમ બેઠક યોજાઈ હતી. આ પ્રથમ બેઠકમાં સમગ્ર દેશમાં એક સાથે ચૂંટણી યોજવા અંગે રાજકીય પક્ષો અને કાયદા પંચને તેમના મંતવ્યો જાણવા માટે આમંત્રિત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. તેમની સાથે ટૂંક સમયમાં એક બેઠકનું આયોજન કરવામાં આવશે.
-
First meeting of the 'One Nation, One Election' committee under the chairmanship of former President Ram Nath Kovind, attended by Home Minister Amit Shah, Ghulam Nabi Azad and others, earlier today
— ANI (@ANI) September 23, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
(Source: Office of Ghulam Nabi Azad) pic.twitter.com/nnd6xi9eZg
">First meeting of the 'One Nation, One Election' committee under the chairmanship of former President Ram Nath Kovind, attended by Home Minister Amit Shah, Ghulam Nabi Azad and others, earlier today
— ANI (@ANI) September 23, 2023
(Source: Office of Ghulam Nabi Azad) pic.twitter.com/nnd6xi9eZgFirst meeting of the 'One Nation, One Election' committee under the chairmanship of former President Ram Nath Kovind, attended by Home Minister Amit Shah, Ghulam Nabi Azad and others, earlier today
— ANI (@ANI) September 23, 2023
(Source: Office of Ghulam Nabi Azad) pic.twitter.com/nnd6xi9eZg
કોણ કોણ હાજર રહ્યા: આ બેઠકમાં ગૃહપ્રધાન અમિત શાહ, કાયદા પ્રધાન અર્જુન રામ મેઘવાલ, રાજ્યસભામાં વિપક્ષના ભૂતપૂર્વ નેતા ગુલામ નબી આઝાદ, ભૂતપૂર્વ નાણાં પંચના અધ્યક્ષ એનકે સિંહ, ભૂતપૂર્વ લોકસભા મહાસચિવ સુભાષ સી કશ્યપ અને ભૂતપૂર્વ મુખ્ય તકેદારી કમિશનર સંજય કોઠારી હાજર હતા. આ બેઠકમાં જાણીતા વકીલ હરીશ સાલ્વેએ વર્ચ્યુઅલ રીતે ભાગ લીધો હતો.
વિવિધ પક્ષોને આમંત્રિત કરાશે: પેનલે માન્યતા પ્રાપ્ત રાષ્ટ્રીય પક્ષો, રાજ્યોમાં સરકારો ધરાવતા પક્ષો, સંસદમાં તેમના પ્રતિનિધિઓ ધરાવતા પક્ષો, અન્ય માન્યતા પ્રાપ્ત રાજ્ય પક્ષોને દેશમાં એકસાથે ચૂંટણીના મુદ્દે તેમના સૂચનો અને તેમના મંતવ્યો મેળવવા માટે એકસાથે આમંત્રિત કરવાનો નિર્ણય લીધો છે. કાયદા મંત્રાલયના નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે, સમિતિ એક સાથે ચૂંટણી કરાવવાના મુદ્દે તેના સૂચનો અને મંતવ્યો માટે કાયદા પંચને પણ આમંત્રિત કરશે.
આઠ સભ્યોની સમિતિની રચના: લોકસભામાં કોંગ્રેસના નેતા અધીર રંજન ચૌધરી, જેમણે અગાઉ સમિતિનો ભાગ બનવાનો ઇનકાર કર્યો હતો, તે બેઠકમાં હાજર ન હતા, એમ નિવેદનમાં જણાવાયું છે. અગાઉ 2 સપ્ટેમ્બરે કેન્દ્ર સરકારે લોકસભા, રાજ્ય વિધાનસભાઓ, નગરપાલિકાઓ અને પંચાયતોની એકસાથે ચૂંટણી યોજવા અંગે તપાસ કરવા અને ભલામણો કરવા પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની અધ્યક્ષતામાં આઠ સભ્યોની સમિતિની રચના કરી હતી.