ગ્વાલિયર : હનીમૂન પર દુલ્હને વરને તેના જીવન સાથે જોડાયેલી એક એવી સત્ય વાત કહી, જેનાથી તેમનું લગ્ન જીવન સંકટમાં(Marriage life in crisis) આવી ગયું છે. કન્યાએ વરને કહ્યું કે લગ્ન પહેલા તે સાથે દુષ્કર્મનો શિકાર બની(wife is a victim of rape) હતી. આ બાબત જાણ્યા પછી બીજા જ દિવસે, પતિએ તેની પત્નીને પોતાના પિયરમાં મોકલી દીધી હતી. આ પછી ફેમિલી કોર્ટમાં લગ્નના છૂટાછેડા માટે અરજી કરવામાં આવી હતી. ત્રણ વર્ષ સુધી ફેમિલી કોર્ટમાં આ મામલો ચાલ્યો અને છેવટે કોર્ટે દંપતિને લગ્નના બંધન માંથી મુક્ત કરવાનો આદેશ આપ્યો હતો.
સત્ય સાંભળીને વરરાજા ચોંકી ગયાઃ ગ્વાલિયરમાં રહેતા 25 વર્ષના યુવકના લગ્ન શહેરમાં જ રહેતી 21 વર્ષની યુવતી સાથે વર્ષ 2019માં લગ્ન થયા હતા. હનીમૂન દરમિયાન, પત્નીએ તેના અંગત જીવન વિશે કેટલીક વાતો કહી. આ વાતમાં તેણીએ એક એવું કડવું સત્ય કહ્યું, જેને સાંભળીને તેનો પતિ ચોંકી ગયો. પત્નીએ પતિને જણાવ્યું કે લગ્ન પહેલા તેની સાથે બળાત્કાર થયો હતો. જ્યારે પતિએ આ સાંભળ્યું ત્યારે તે સ્તબ્ધ થઈ ગયો અને તેણે તેના પરિવારને આ વાત જણાવી હતી.
પત્નીને પોતાના પિયરમાં મોકલી દિધી - આ વાત પરિવાર સમક્ષ રાખ્યા પછી, પતિ તેની પત્નીને પરિવારની સહમતિથી તેના પિયર મુકી આવ્યો હતો. પિયર મુક્યા પછી પતિ ક્યારે પણ પોતાની પત્નીને લેવા માટે ગયો ન હતો. આ બાબત પર બન્ને પરિવાર વચ્ચે વાત પણ થઇ હતી. આ મામલાની સત્ય વાત સૌની સામે આવી તો સૌને આશ્ચર્ય થયું હતું. પિડીતાએ જણાવ્યું કે તેના પર દુષ્કર્મ તેના મામાના છોકરાએ જ કર્યું હતું. મહિલાએ પોતાનું લગ્ન જીવન જોખમમાં ન મુકાય તે માટે તેના મામાના પુત્ર પર કેસ પણ દાખલ કર્યો હતો. પરંતુ તેમ છતાં તેનો પતિ તેને સ્વિકારવા માટે તૈયાર ન હતો.