નવી દિલ્હીઃ હોટેલ અથવા કોવિડ કેર સેન્ટરમાં વિદેશથી આવતા પ્રવાસીઓને ક્વોરન્ટીન કરવા (Quarantine center in delhi) અંગે દિલ્હી સરકારના આરોગ્ય વિભાગ દ્વારા આદેશ જારી કરવામાં આવ્યો છે. ઓમિક્રોન કેસો વધતાં (Omicron in Delhi) દિલ્હી સરકારના આરોગ્ય વિભાગ દ્વારા તમામ જિલ્લા અધિકારીઓને જાણ કરવામાં આવી છે કે જો કોઈ વ્યક્તિ વિદેશથી આવે છે, તો તેને હોટલ અથવા કોવિડ -19 કેર સેન્ટરોમાં ક્વોરન્ટીન કરવામાં આવે.આ સેન્ટરો વિવિધ જિલ્લામાં બનાવવામાં આવ્યા છે.
Omicron કેસો ઝડપથી વધી રહ્યાં છે
દિલ્હીમાં કોવિડ-19 અને ઓમિક્રોનના કેસ ઝડપથી વધી રહ્યા છે. કોવિડ-19 અને ઓમિક્રોનના વધતા જતા કેસોને રોકવા માટે દિલ્હી સરકારે વિદેશથી આવતી ફ્લાઈટના મુસાફરોને હોટેલ અથવા કોવિડ કેર સેન્ટરમાં ક્વોરન્ટીન (Quarantine center in delhi)કરવા પડશે. જેથી કરીને ઓમિક્રોન અને (Omicron in Delhi) કોવિડ-19 ને અમુક અંશે સમુદાયમાં ફેલાતા અટકાવી શકાય.
હોટેલ માટે નિર્ધારિત ફી ચૂકવવી પડશે
વિદેશથી દિલ્હી આવતા યાત્રીઓને રાખવા માટે હોટલ અથવા કોવિડ -19 સંભાળ કેન્દ્રોમાં ક્વોરન્ટીન (Quarantine center in delhi) થવા માટે વિવિધ જિલ્લામાં સંભાળ કેન્દ્રો બનાવવામાં આવ્યા છે.આ રીતે કોવિડ-19 અને ઓમિક્રોનના વધતા જતા કેસોને (Omicron in Delhi) સમાજમાં ફેલાતા અટકાવી શકાશે તેવું જણાવાઇ રહ્યું છે. નોંધનીય છે કે હોટલમાં રોકાયેલા વ્યક્તિઓએ નિર્ધારિત ફી ચૂકવવાની રહેશે. જોકે કોવિડ કેર સેન્ટરમાં ક્વોરન્ટીન સુવિધા ફ્રી હશે.
150 વિદેશી પોઝિટિવ મળ્યાં
દિલ્હીના સ્વાસ્થ્ય મંત્રી સત્યેન્દ્ર જૈને કહ્યું છે કે મોટાભાગના કેસ વિદેશથી પ્રવાસ કરનારા લોકોમાં જોવા મળી રહ્યાં છે. આ ઉપરાંત આજે જાહેર કરાયેલા ડેટા અનુસાર વિદેશથી મુસાફરી (Omicron in Delhi) કરનારા લોકોમાં કોવિડ-19ના 150 કેસ જોવા મળ્યા છે.
આ પણ વાંચોઃ સંક્રમણને રોકવા માટે શરીરની રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવો
છેલ્લા 24 કલાકમાં દિલ્હીમાં કોવિડ-19ના 1,313 નવા કેસ (Covid-19 variant Omicron 2021) સામે આવ્યા છે. તે જ સમયે, ચેપ દર 1.79 ટકા પર પહોંચી ગયો છે.