ETV Bharat / bharat

First Death In Country From Omicron: ભારતમાં ઓમિક્રોનથી પ્રથમ મૃત્યુ - Omicron caused him to have a heart attack

કોરોનાના નવા પ્રકાર ઓમિક્રોનથી દેશમાં પ્રથમ મૃત્યુ (First Death In Country From Omicron ) થયું છે. અહેવાલ પ્રમાણે ઓમિક્રોનના મૃત્યુનો પહેલો રિપોર્ટ (First Report Of Omicron's Death) મહારાષ્ટ્ર માંથી આવ્યો છે. મૃતકની ટ્રાવેલ હિસ્ટ્રીમાં તે નાઈજીરીયાથી આવ્યો હતો, તેવું જાણવા મળી રહ્યું છે.

First Death In Country From Omicron : વિશ્વમાં સૌથી પ્રથમ ઓમિક્રોનથી મૃત્યુ યુકેમાં

author img

By

Published : Dec 31, 2021, 7:13 AM IST

નવી દિલ્હી: કોરોનાના નવા પ્રકાર ઓમિક્રોનથી દેશમાં પ્રથમ મૃત્યુનો (First Death In Country From Omicron ) અહેવાલ નોંધવામાં આવ્યો છે. ઓમિક્રોનના કારણે તેને હાર્ટ એટેક આવ્યો (Omicron caused him to have a heart attack) હોવાનું કહેવામાં આવી રહ્યું છે.

ભારતમાં ઓમિક્રોનથી પ્રથમ મૃત્યુ

મહારાષ્ટ્રના પિંપરી ચિંચવાડની મ્યુનિસિપલ કોર્પોરેશન હોસ્પિટલમાં 28 ડિસેમ્બરે દાખલ 52 વર્ષીય દર્દીનું ગુરુવારે હાર્ટ એટેકથી મૃત્યુ થયું હતું. એવું માનવામાં આવે છે કે, કોવિડ -19ની જટિલતાઓને કારણે તેમને હાર્ટ એટેક આવ્યો છે. જે દર્દીનું મૃત્યુ થયું હતું તે નાઈજીરીયાથી પરત આવ્યા બાદ ઓમિક્રોન પોઝીટીવ હોવાનું જાણવા મળ્યું હતું. વિશ્વમાં સૌથી પહેલા ઓમિક્રોનથી મૃત્યુ યુકેમાં (World's First Omicron Death In UK) થયું હતું.

ANIનું ટ્વીટ
ANIનું ટ્વીટ

મહારાષ્ટ્રના સ્વાસ્થ્ય મંત્રાલયે જાણકારી આપી

વ્યક્તિનું મૃત્યુ બિન-કોવિડ કારણોસર થયું હતું, પરંતુ ગુરુવારે જ્યારે મૃતકનો તપાસ રિપોર્ટ આવ્યો ત્યારે જાણવા મળ્યું કે તે કોરોના વાયરસના ઓમિક્રોન વેરિઅન્ટથી સંક્રમિત હતો. મહારાષ્ટ્રના સ્વાસ્થ્ય મંત્રાલયે આ જાણકારી આપી છે.

મહારાષ્ટ્રની રાજધાની મુંબઈમાં કોવિડ-19ના 3,671 નવા કેસ નોંધાયા

મહારાષ્ટ્રની રાજધાની મુંબઈમાં કોવિડ-19ના 3,671 નવા કેસ નોંધાયા છે, જે આગલા દિવસની સરખામણીમાં સંક્રમણના નવા કેસોમાં 46.25 ટકાનો વધારો છે. મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (Mumbai Municipal Corporation) (BMC)ના અધિકારીઓએ આ માહિતી આપી હતી.

ઓમિક્રોનના 190 કેસ મુંબઈમાં જોવા મળ્યા

આરોગ્ય વિભાગના જણાવ્યા અનુસાર ઓમિક્રોનના 198 નવા કેસ નોંધાયા છે. 190 કેસ માત્ર મુંબઈમાં જ જોવા મળ્યા હતા. મહારાષ્ટ્રની વાત કરીએ તો કુલ કેસ 5,368 છે, જે બુધવાર કરતાં 1,468 વધુ છે. 24 કલાકમાં 22 લોકોના મોત પણ થયા છે. મહારાષ્ટ્રમાં સક્રિય કેસ વધીને 18,217 થઈ ગયા છે.

આ પણ વાંચો: Omicron in India Update : ભારતમાં ઓમિક્રોનના કેસ 961, દિલ્હીમાં 263 કેસ નોંધાયા

આ પણ વાંચો: Omicron Cases in India: દેશમાં કોરોનાથી 315ના મોત, ઓમિક્રોનના કુલ કેસ 578

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.