બેઇજિંગઃ ચીનમાં કોવિડ-19ના (Omicron Cases In China) અત્યંત ઓમિક્રોન સ્વરૂપના કેસ વધી રહ્યા છે. સોમવારે મુખ્ય ભૂમિના ઘણા શહેરોમાં સંક્રમણના 1,337 કેસ નોંધાયા હતા. નવા કેસોમાંથી સૌથી વધુ 895 કેસ ઉત્તરપૂર્વીય જિલિન પ્રાંતમાંથી નોંધાયા છે. શેનઝેનમાં 75 નવા કેસ નોંધાયા છે. સત્તાવાળાઓએ રવિવારે 1.75 કરોડની વસ્તીવાળા શહેરમાં લોકડાઉન લાદી દીધું હતું. આ શહેર હોંગકોંગના પડોશમાં સ્થિત એક મુખ્ય તકનીકી અને નાણાકીય કેન્દ્ર છે.
આ પણ વાંચો: Sub variants of Omicron : ઓમિક્રોનનો સબ વેરીએન્ટ થઈ શકે છે ઘાતક, શું ધ્યાન રાખશો?
ચીનનાં શેનઝેનથી કિંગદાઓ સુધીના લોકો સંક્રમિત : ચીનની (Omicron Cases In China) મુખ્ય ભૂમિ પર શેનઝેનથી કિંગદાઓ સુધીના લોકો સંક્રમિત થઈ રહ્યા છે. જો કે, આ સંખ્યા યુરોપ અથવા અમેરિકા અથવા હોંગકોંગ શહેરમાં આવતા સંક્રમણના કેસો કરતા ઘણી ઓછી છે. હોંગકોંગમાં (Corona case in Hong Kong) રવિવારે કોરોના વાયરસના 32,000 કેસ નોંધાયા હતા. સરકારે સંકેત આપ્યો છે કે તે સમયસર ચેપના ફેલાવાને રોકવા માટે તેની કડક વ્યૂહરચના જાળવી રાખશે.
સંક્રમણના મોટાભાગના કેસો ઓમિક્રોન સ્વરૂપના BA2 સ્વરૂપના : શાંઘાઈ ફુદાન યુનિવર્સિટી સાથે સંલગ્ન હોસ્પિટલના અગ્રણી સંક્રમણ રોગ નિષ્ણાત ઝાંગ વેનહોંગે સોમવારે જણાવ્યું હતું કે, મુખ્ય ભૂમિમાં સંક્રમણના કેસ પ્રારંભિક તબક્કે છે અને તેમાં નોંધપાત્ર વધારો જોવા મળી શકે છે. સોમવારે શાંઘાઈમાં 41 નવા કેસ નોંધાયા હતા. આ સંક્રમણના મોટાભાગના કેસો ઓમિક્રોન સ્વરૂપના BA2 સ્વરૂપના છે, જેને સ્ટીલ્થ ઓમિક્રોન તરીકે પણ ઓળખવામાં આવે છે.
ચીનમાં કોવિડ-19ના દૈનિક કેસની સંખ્યા બે વર્ષમાં સૌથી વધુ : શનિવારે ચીનમાં કોવિડ-19ના (Omicron Cases In China) દૈનિક કેસ નોંધાયા હતા, જે બે વર્ષમાં સૌથી વધુ છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે, બેઇજિંગમાં 20 સંક્રમિત સહિત લગભગ બે હજાર નવા કેસ સામે આવ્યા છે. નેશનલ હેલ્થ કમિશને કહ્યું કે, રવિવારે ચીનની મુખ્ય ભૂમિ પર કોવિડ-19ના સ્થાનિક સંક્રમણના 1,807 નવા કેસ નોંધાયા છે, જ્યારે 131 દર્દીઓ આયાત કરવામાં આવ્યા છે.
ચીનની રાજધાની ચાંગચુનમાં લોકડાઉન લાગુ કરવાનો આદેશ : કમિશને કહ્યું કે, સ્થાનિક સંક્રમણના નવા કેસોમાં 1,412 દર્દીઓ જિલિન પ્રાંતના છે, જ્યાં ચીનની રાજધાની ચાંગચુનમાં કોવિડ-19ના વધતા જતા કેસોને ધ્યાનમાં રાખીને ગયા શુક્રવારે લોકડાઉન લાગુ કરવાનો આદેશ આપ્યો હતો. આ શહેરમાં લગભગ 90 લાખની વસ્તી રહે છે. ચાંગચુન ઉપરાંત પ્રશાસને તાજેતરમાં જ લગભગ પાંચ લાખની વસ્તી ધરાવતા શેનડોંગ પ્રાંતના યુચેંગમાં પણ લોકડાઉનનો આદેશ આપ્યો છે.
હોંગકોંગમાં પરિસ્થિતિ વણસી : કમિશને કહ્યું કે, જિલિન સિવાય શાનડોંગમાં 175, ગુઆન્ડોંગમાં 62, શાંક્સીમાં 39, હેબેઈમાં 33, જિયાંગસુમાં 23, તિયાનજિનમાં 17 અને બેઇજિંગમાં 20 નવા કેસ નોંધાયા છે. હોંગકોંગમાં (Corona case in Hong Kong) પરિસ્થિતિ સતત વણસી રહી છે, જ્યાં સત્તાવાળાઓએ કોવિડ -19ના 27,647 નવા કેસોની પુષ્ટિ કરી છે. હોંગકોંગની ભૂતપૂર્વ બ્રિટિશ કોલોનીમાં, કોવિડ -19 થી 87 લોકોનાં મોત નીપજ્યાં છે, જેણે અહીં મળીને 3,729 લોકોનાં મોત નીપજ્યાં છે.