નવી દિલ્હી : જર્મનીના ચાન્સેલર ઓલાફ સ્કોલ્ઝ બે દિવસ ભારત મુલાકાતે નવી દિલ્હી આવી પહોંચ્યાં હતાં. વિદેશ મંત્રાલયે આ વિશે સત્તાવાર માહિતી આપી હતી. જર્મનીના ચાન્સેલર ઓલાફ સ્કોલ્ઝ સાથે એક વેપારી પ્રતિનિધિમંડળ પણ આવ્યું છે. વિદેશ મંત્રાલયે વધુમાં જણાવ્યું હતું કે સ્કોલ્ઝ સાથે વરિષ્ઠ અધિકારી અને એક ઉચ્ચાધિકાર પ્રાપ્ત વેપારી પ્રતિનિધિમંડળ આવ્યું છે.
-
PM Narendra Modi and German Chancellor Olaf Scholz hold delegation-level talks in Delhi pic.twitter.com/GZjDACgDll
— ANI (@ANI) February 25, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
">PM Narendra Modi and German Chancellor Olaf Scholz hold delegation-level talks in Delhi pic.twitter.com/GZjDACgDll
— ANI (@ANI) February 25, 2023PM Narendra Modi and German Chancellor Olaf Scholz hold delegation-level talks in Delhi pic.twitter.com/GZjDACgDll
— ANI (@ANI) February 25, 2023
સ્વતંત્ર સ્વરુપની આ પહેલી ભારત યાત્રા : જર્મનીના ચાન્સેલર ઓલાફ સ્કોલ્ઝની ભારત યાત્રા પહેલાં બંને દ્શો વચ્ચે આઈજીસી આંતર સરકારી પરામર્શ તંત્રની શરુઆત બાદ પણ કોઇ પણ જર્મન ચાન્સેલરની સ્વતંત્ર સ્વરુપની આ પહેલી ભારત યાત્રા છે, જર્મનીના ચાન્સેલર ઓલાફ સ્કોલ્ઝનું સવારમાં રાષ્ટ્રપતિભવનમાં ફોરકોર્ટમાં તેમનું ઔપચારિક સ્વાગત કરવામાં આવ્યું હતું. ઓલાફ પીએમ નરેન્દ્ર મોદીને મળ્યાં હતાં. જણાવવામાં આવ્યું છે કે તેઓ પીએમ મોદી સાથે એક બેઠક પણ કરશે.
26 ફેબ્રુઆરીએ બેંગ્લુરુ જશે : બેઠક દરમિયાન બંને નેતાઓ દ્વિપક્ષીય, ક્ષેત્રીય અને વૈશ્વિક મુદ્દાઓ પર ચર્ચા કરશે. પીએમ મોદી અને જર્મનીના ચાન્સેલર ઓલાફ સ્કોલ્ઝ બંને પક્ષોના સીઇઓ સાથે પણ વાતચીત કરશે. જર્મનીના ચાન્સેલર ઓલાફ સ્કોલ્ઝ રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મુને પણ મળશે. વિદેશ મંત્રાલયે જણાવ્યાં અનુસાર તેઓ 26 ફેબ્રુઆરીએ બેંગ્લુરુ રવાના થશે. સ્કોલ્ઝની યાત્રા બંને દેશોના 6ઠ્ઠા આંતર સરકારી પરામર્શના મુખ્ય પરિણામોનો અંદાજ લઇ તેને આગળ વધારવામાં સહાયરુપ બનશે. આ મુલાકાતથી બંને દેશો વચ્ચે સુરક્ષા સહયોગને મજબૂત કરવામાં, ગાઢ આર્થિક સંબંધોની દિશામાં કામ કરવામાં, પ્રતિભાની ગતિશીલતાની તકો વધારવામાં અને રણનીતિક માર્ગદર્શન આપવામાં, વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકીમાં સહયોગ વધારવામાં મદદ મળશે.
-
PM Narendra Modi holds talks with German Chancellor Olaf Scholz at Delhi's Hyderabad House
— ANI Digital (@ani_digital) February 25, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
Read @ANI Story | https://t.co/k3cGv2577Z#PMModi #NarendraModi #OlafScholz #Germany #Delhi #HyderabadHouse pic.twitter.com/b2pz1hVlCw
">PM Narendra Modi holds talks with German Chancellor Olaf Scholz at Delhi's Hyderabad House
— ANI Digital (@ani_digital) February 25, 2023
Read @ANI Story | https://t.co/k3cGv2577Z#PMModi #NarendraModi #OlafScholz #Germany #Delhi #HyderabadHouse pic.twitter.com/b2pz1hVlCwPM Narendra Modi holds talks with German Chancellor Olaf Scholz at Delhi's Hyderabad House
— ANI Digital (@ani_digital) February 25, 2023
Read @ANI Story | https://t.co/k3cGv2577Z#PMModi #NarendraModi #OlafScholz #Germany #Delhi #HyderabadHouse pic.twitter.com/b2pz1hVlCw
આંતરરાષ્ટ્રીય મંચ પર મજબૂત સહયોગ : વિદેશ મંત્રાલયની યાદીમાં જણાવાયું છે કે ભારત અને જર્મનીની રણનીતિક ભાગીદારી, સહભાગી મૂલ્યો, વિશ્વાસ અને આપસી સમજદારીથી સંલગ્ન છે. મજબૂત રોકાણ અને વ્યાપારિક કડીઓ સતત વિકાસના ક્ષેત્રમાં સહયોગ અને લોકો વચ્ચે જોડાણ વધારી દ્વિપક્ષીય સંબંધો મજબૂત કરશે, બંને દેશ બહુપક્ષીય અને આંતરરાષ્ટ્રીય મંચ પર પણ નિકટતાથી કામ કરી રહ્યાં છે.
મજબૂત આર્થિક ભાગીદારી સાથે જોડાયેલા : બંને દેશ વિશેષ રુપથી સંયુક્ત રાષ્ટ્ર પરિષદ સુધારાઓ માટે જી4ના ભાગરુપે નિકટતાથી કામ કરી રહ્યાં છે. ભારત અને જર્મની એક મજબૂત આર્થિક ભાગીદારી સાથે જોડાયેલા છે. યુરોપીય સંઘમાં ખાસ કરીને જર્મની સાથે ભારતને વેપાર દાયરો ઘણો વ્યાપક છે. જર્મની ભારતના ટોચના 10 વૈશ્વિક વ્યાપાર ભાગીદારોમાંથી એક છે. જે ભારતના સૌથી મોટા વિદેશી પ્રત્યક્ષ રોકાણકારોમાંથી એક છે.