જગન્નાથ પુરી: જગન્નાથ મંદિરની સામે આવેલા ઐતિહાસિક ઓમર મઠ (Omar math Jagannath puri) પાસે મંગળવારે રાત્રે એક વ્યક્તિને ગોળી મારી દેવાઈ હતી. બાદમાં મૃતકની ઓળખ શિવરામ પાત્રા તરીકે થઈ હતી. જે હરચંડી તાલુકા શાહીના યાત્રાધામ નગરમાં મંદિરના પૂજારીનો (Son of Puri priest) પુત્ર હતો. રીપોર્ટ અનુસાર, પુરીના જગન્નાથ મંદિરના સિંહ (Jagannath puri Temple Main Gate) દ્વાર (મુખ્ય દ્વાર)થી માત્ર 20 મીટર દૂર બાઇક પર આવેલા બે શખ્સોએ બે રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. શિવરામનું ઘટનાસ્થળે જ મોત થયું.
-
Odisha | Son of Puri priest shot dead in front of Jagannath Temple. "Prime accused has been detained. Prima facie personal enmity is the motive behind the murder. Probe on," said Puri SP Kanwar Vishal Singh pic.twitter.com/BLXYjISJPE
— ANI (@ANI) May 24, 2022 " class="align-text-top noRightClick twitterSection" data="
">Odisha | Son of Puri priest shot dead in front of Jagannath Temple. "Prime accused has been detained. Prima facie personal enmity is the motive behind the murder. Probe on," said Puri SP Kanwar Vishal Singh pic.twitter.com/BLXYjISJPE
— ANI (@ANI) May 24, 2022Odisha | Son of Puri priest shot dead in front of Jagannath Temple. "Prime accused has been detained. Prima facie personal enmity is the motive behind the murder. Probe on," said Puri SP Kanwar Vishal Singh pic.twitter.com/BLXYjISJPE
— ANI (@ANI) May 24, 2022
આ પણ વાંચો: 2 વર્ષમાં બની 15 વરરાજાની દુલ્હન, સુહાગરાત પર વરરાજાઓ સાથે કરતી હતી આ ખાસ કામ
શું કહે છે પોલીસ: આ ઘટના અંગે પુરીના જિલ્લા પોલીસવડા વિશાલસિંહે જણાવ્યું હતું કે, 'સિંહ દ્વાર' પોલીસે તાત્કાલિક એમ્બ્યુલન્સ બોલાવીને ઈજાગ્રસ્ત સારવાર હેતું હોસ્પિટલ ખસેડ્યો છે. જ્યાં ફરજ પરના ડૉક્ટર્સે એને મૃત જાહેર કર્યો છે. આ કેસના મુખ્ય આરોપીની ઓળખ ચંદન બારિક તરીકે થઈ છે. આ ફાયરિંગમાં ઉપયોગમાં લેવામાં આવેલી ગન પણ જપ્ત કરી લેવામાં આવ્યું છે. આ સાથે મુખ્ય આરોપીની ધરપકડ કરી લેવાઈ છે. આ હત્યા પાછળ કોઈ અંગત અદાવત હોવાનું પ્રાથમિક અનુમાન છે. આ કેસની વધુ તપાસ ચાલું છે. સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર મૃતકની પ્રેમ પ્રકરણના કારણે હત્યા કરવામાં આવી છે.