ETV Bharat / bharat

ઓબેસ અને ઓવરવેઇટ ધરાવતા લોકોને કોવિડ થવાની શક્યતા વધારે: અભ્યાસ

મેદસ્વિતા સ્વાસ્થ્ય સંબંધિત અનેક સમસ્યાઓને જન્મ આપી શકે છે ઑસ્ટેલિયાના મર્ડોક ચિલ્ડ્રન્સ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ(MCRI)ના સંશોધન કર્તા ડેનિયલ લોંગમોરના રિસર્ચ અનુસાર ઓબેસ અથવા ઓવરવેઇટ દર્દીઓમાં કોરોના થવાની શક્યતા વધી જાય છે.

ઓબેસ અને ઓવરવેઇટ ધરાવતા લોકોને કોવિડ થવાની શક્યતા વધારે

author img

By

Published : Apr 16, 2021, 6:57 PM IST

  • કોરોના પર સામે આવ્યું નવું રિસર્ચ
  • ઓવરવેઇટ દર્દીઓમાં કોરોનાની શક્યતા વધારે
  • ઑસ્ટ્રેલિયાના રિસર્ચમાં સામે આવ્યું તારણ

ન્યૂઝ ડેસ્ક: એક નવા રિસર્ચ અનુસાર જે દર્દીઓ ઓવરવેઇટ અને ઓબેસ હોય છે. તેમનામાં કોરોના થવાની શક્યતા વધી જાય છે. આ અભ્યાસ ડાયાબિટીસની કેરની જર્નલ પ્રકાશિત કરવામાં આવ્યો છે, જેમાં એવો ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે આ દર્દીઓને ઑક્સિજન અને મશિન વેન્ટિલેશનની જરૂર પડવાની શક્યતા 73 ટકા વધી જાય છે. આ પ્રકારના પરિણામો હૉસ્પિટલમાં પણ જોવા મળ્યા હતાં. જો કે હજી સુધી ઓબેસિટી અને કોરોના વચ્ચેના સંબંધ જાણી શકાયો નથી. 'જો કે ટૂંકા ગાળામાં સ્થૂળતા દૂર કરવાના પગલાં લેવાથી કોવિડ - 19 ઓછા થવાની શક્યતા નથી પણ ભવિષ્યમાં વાઇરલ રોગ થવાની શક્યતા ચોક્કસથી ઓછી થશે.' આવું ઑસ્ટ્રેલિયાના મર્ડોક ચિલ્ડ્રન્સ ઇન્સ્ટિટ્યૂટના સંશોધક ડેનિયલ લોંગમોરે જણાવ્યું હતું.

વધુ વાંચો: શું કોવિડ-19ને કારણે લોકોમાં પોસ્ટ-ટ્રોમેટિક સ્ટ્રેસ ડિસોર્ડરનાં લક્ષણો વિકસે છે?

11 દેશના દર્દીઓ પર થયો અભ્યાસ

આ અભ્યાસ માટે રિસર્ચરે 11 દેશના 7,244 દર્દીઓના કે જેમની ઉંમર 18 વર્ષથી વધારે હતી. જેમાં 34.8 ટકા ઓવરવેઇટ હતાં અને 30.8 ટકા ઓબેસ હતાં. અભ્યાસમાં સામે આવ્યું છે કે જે દર્દીઓમાં પહેલાથી ડાયાબિટીસની તકલીફ હતી તેમનામાં રેસ્પરેટ્રી સપોર્ટની જરૂર વધી હતી જો કે તેમનામાં કોઇ વધારો થતો નથી. પુરુષોમાં કોવિડ - 19ના પરીણામો વધતા જોખમ અને વેટિંલેશનની જરૂરીયાત જોવા મળી હતી. 65 વર્ષથી વધારે ઉંમરના લોકોમાં ઑક્સિજનની અછત અને હૉસ્પિટલમાં મૃત્યુ થવાની શક્યતા વધી જાય છે. રિસર્ચરે જણાવ્યું હતું કે મેદસ્વિતાના જટીલ સામાજીક અને આર્થિક પરીબળોમાં જાહેર નીતિમાં જંકફૂડની જાહેરાત પર પ્રતિબંધ લગાવાની જરૂર પર પ્રકાશ પાડવામાં આવ્યો છે.

વધુ વાંચો: આંખમાં કોવિડનું ઇન્ફેક્શન થતું અટકાવવા માટે લેન્સને બદલે ચશ્માં પહેરવાનું રાખો

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.