ETV Bharat / bharat

OBC List : 127મું બંધારણ સુધારા બિલ રાજ્યસભામાં થયું પસાર

author img

By

Published : Aug 11, 2021, 6:58 PM IST

ઓબીસી યાદી ( OBC List ) સંબંધિત કાયદો, 127 માં બંધારણીય સુધારા બિલને રાજ્યસભામાં પણ પાસ થયું છે. મંગળવારે લોકસભામાં 127 માં બંધારણીય સુધારા બિલની તરફેણમાં 385 મત પડ્યા હતા.

બંધારણ સુધારા બિલ રાજ્યસભામાં થયું પસાર
બંધારણ સુધારા બિલ રાજ્યસભામાં થયું પસાર
  • OBC 127મું સંશોધન રાજ્યસભામાં બીલ પારિત
  • મંગળવારે બિલ લોકસભામાં થયું હતું પસાર
  • રાજ્યોને મળશે અનામત અંગે સ્વતંત્રતા

નવી દિલ્હી: OBC યાદી સાથે સંબંધિત બંધારણ (127 મો સુધારો) બિલ, 2021 લોકસભા બાદ રાજ્યસભામાં પણ પાસ થયું છે. આથી, બંધારણીય સુધારાનો માર્ગ સાફ થઈ ગયો છે. ઉલ્લેખનીય છે કે, સરકારે અન્ય પછાત વર્ગ (OBC) સંબંધિત 'બંધારણ (127 મો સુધારો) બિલ, 2021' પસાર કર્યું હતું. આ બિલમાં રાજ્ય સરકાર અને કેન્દ્રશાસિત પ્રદેશને સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગો(Socially and Educationally Backward Classes)ની પોતાની રાજ્ય/કેન્દ્રશાસિત પ્રદેશની યાદી તૈયાર કરવાની સત્તા આપવામાં આવી છે.

આ પણ વાંચો: OBC List : 127મું સંવિધાન સંશોધન બિલ થયું પસાર

આ બિલ અંગે કરવામાં આવી હતી ચર્ચા

આ બિલ પસાર કરતાં પહેલાં આ મુદ્દે ચર્ચા કરવામાં આવી હતી. ચર્ચા દરમ્યાન સરકાર તરફથી જણાવવામાં આવ્યું હતું કે આ બિલ આવવાથી રાજ્ય સરકારને ઓબીસીનું લિસ્ટ તૈયાર કરવાનો અધિકાર મળશે અને મરાઠા આરક્ષણ જેવા મુદ્દાઓ પર રાજ્ય સરકાર નિર્ણય લેશે. કોંગ્રેસ સહિત અન્ય વિપક્ષી દળએ પણ આ બિલનું સમર્થન કર્યું છે. આ સત્રમાં આ પહેલો દિવસ હતો જેમાં કોઇ પણ બિલ શાંતિથી પસાર કરવામાં આવ્યું હોય સાથે જ કેટલાક દળ દ્વારા સરકાર પાસે ઓબીસી આરક્ષણની સીમા 50 ટકા સીમા વધારવાની વ્યવસ્થા પણ કરવામાં આવે.

શા માટે રાજ્ય સરકારને અધિકાર આપ્યો?

મરાઠા અનામત આંદોલનના સંદર્ભમાં 5 મેના રોજ સુપ્રીમ કોર્ટે ચૂકાદો આપ્યો હતો કે OBCની યાદી તૈયાર કરવાની કે તેમાં સુધારો કરવાનો ફકત કેન્દ્ર સરકારને જ અધિકાર છે. કેન્દ્ર સરકારે હવે અનામત મુદ્દે કોઈ જોખમ લેવા માંગતી નથી, તેથી આ બિલ પાસ કરીને કેન્દ્ર સરકારે રાજ્યોને OBCની યાદી સુધારો કરવાનો અધિકાર આપી રહી છે. OBC નક્કી કરવાની સત્તા કેન્દ્રની હોવાના સુપ્રીમ કોર્ટના ચૂકાદા વખતે કેન્દ્ર સરકારે વાંધો દર્શાવ્યો હતો, હવે કેન્દ્ર સરકાર બંધારણમાં સુધારો કરીને આ સત્તા રાજ્ય સરકારને આપી રહી છે.

આ પણ વાંચો: OBC સૌથી મોટી વોટબેન્ક, હવે રાજ્યો જ્ઞાતિ આધારિત સમીકરણો સેટ કરશે

વિપક્ષો ઓબીસી બિલને કેમ સમર્થન આપી રહ્યા છે?

OBC સંબધિત સંશોધન બિલને વિપક્ષોએ સમર્થન આપવાનું નક્કી કર્યું છે. કારણ સાફ છે કે OBCની મતબેંક તમામ પક્ષોની છે. જેથી રાજ્યવાર જાતિગત સમીકરણો ગોઠવવા માટે હવે રાજ્ય સરકારને સત્તા મળી જશે. વિપક્ષોએ બેઠક કરી હતી, અને આ બિલને ટેકો આપવાનું કહ્યું હતું. જેથી OBC બિલ પસાર થઈ જશે. તમામ પક્ષોને આ બિલમાં લાડવો દેખાય છે, અને OBC જ્ઞાતિ પાસ તેમણે મત લેવા જવાનું છે.

રાજ્યોની ચૂંટણીમાં લાભ મળશે

ગુજરાત, ઉત્તરપ્રદેશ સહિત અનેક રાજ્યોના વિધાનસભાની ચૂંટણી 2021- 2022માં આવી રહી છે, રાજ્યોને OBCની યાદી તૈયાર કરવાની અને ઉમેરવાની સત્તા મળી જશે. રાજ્યો પોતાની મતબેંક સાચવવા માટે જ્ઞાતિ આધારિત સમીકરણ રચશે, અને તે પ્રમાણે જ OBCની યાદી તૈયાર કરશે. અત્યાર સુધી ઓબીસી સૌથી મોટી વોટબેંક રહી છે, તે સૌ સારી રીતે જાણે છે. જે રાજ્યોમાં સત્તા સ્થાને જેની સરકાર છે તેને આનો લાભ મળશે, હાલ તો પ્રથમ નજરે આમ દેખાઈ રહ્યું છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.