ETV Bharat / bharat

નૂપુર શર્માને દિલ્હી પોલીસ તરફથી મળી સુરક્ષા, ટ્વિટર પર મોકલ્યો પત્ર - Nupur Sharma

દિલ્હી પોલીસે નુપુર શર્માને (Nupur Sharma Got Security Delhi Police) સુરક્ષા પુરી પાડી છે, જેને ભાજપ દ્વારા સસ્પેન્ડ કરવામાં આવી રહી છે. સુત્રોના જણાવ્યા અનુસાર તેમની સુરક્ષા માટે 2 પોલીસકર્મીઓ આપવામાં આવ્યા છે.

નૂપુર શર્માને દિલ્હી પોલીસ તરફથી મળી સુરક્ષા, ટ્વિટર પર મોકલ્યો પત્ર

author img

By

Published : Jun 7, 2022, 2:12 PM IST

નવી દિલ્હીઃ ભાજપ દ્વારા સસ્પેન્ડ કરાયેલા નુપુર શર્માને (Nupur Sharma Got Security Delhi Police) દિલ્હી પોલીસે સુરક્ષા પુરી પાડી છે. સુત્રોના જણાવ્યા અનુસાર તેમની સુરક્ષા માટે 2 પોલીસકર્મીઓ આપવામાં આવ્યા છે. નુપુર શર્માએ ટ્વિટર પર (Nupur Sharma Received Threats On Twitter) મળી રહેલી ધમકીઓને લઈને FIR નોંધાવી છે. સ્પેશિયલ સેલના IFFSO યુનિટ દ્વારા તેની તપાસ કરવામાં આવી રહી છે. તેણે પત્ર લખીને ધમકીઓ માટે ઉપયોગમાં લેવાતા ટ્વિટર એકાઉન્ટ વિશે માહિતી આપવા કહ્યું છે.

આ પણ વાંચો: Musewala Murder Case : રાહુલ ગાંધી સિદ્ધુ મુસેવાલાના પરિવારને મળ્યા

નુપુર શર્માને દિલ્હી પોલીસે સુરક્ષા પુરી પાડી : મળતી માહિતી મુજબ 27 મેના રોજ એક ટીવી ડિબેટ દરમિયાન ભાજપમાંથી સસ્પેન્ડ કરાયેલા નુપુર શર્માએ એક સમુદાય વિશે વાંધાજનક નિવેદન આપ્યું હતું. આ પછી, તેને ટ્વિટર પર સતત ધમકીઓ મળી રહી હતી, જેના વિશે તેણે દિલ્હી પોલીસને ફરિયાદ કરી હતી. પ્રાથમિક તપાસ બાદ પોલીસે આ અંગે FIR નોંધી હતી. આ મામલામાં નુપુર શર્માએ પોતાના જીવને ખતરો હોવાનું જણાવ્યું હતું, જેના કારણે દિલ્હી પોલીસે હાલ તેને સુરક્ષા પૂરી પાડી છે. સૂત્રોનું કહેવું છે કે, તેમને સુરક્ષા માટે 2 પોલીસકર્મી આપવામાં આવ્યા છે જેઓ તેમની સાથે રહેશે.

આ પણ વાંચો: લોરેન્સ બિશ્નોઈ ગેંગ સાથે સંબંધ ધરાવતો બદમાશ પકડાયો, જાણો શું છે સમગ્ર મામલો...

સ્પેશિયલ સેલે ટ્વિટર એકાઉન્ટ્સની ઓળખ કરી : બીજી તરફ, આ મામલાની તપાસ કરી રહેલા સ્પેશિયલ સેલે એવા ટ્વિટર એકાઉન્ટ્સની ઓળખ કરી છે, જેમાંથી નુપુર શર્માને ધમકીઓ મળી રહી હતી. તેમના વિશે માહિતી મેળવવા માટે સ્પેશિયલ સેલે ટ્વિટરને પત્ર લખ્યો છે. પોલીસનું કહેવું છે કે, તેમના વિશે માહિતી મળતાં જ તેમને પૂછપરછ માટે બોલાવવામાં આવશે. ધમકીઓ આપવા બદલ આ લોકોની ધરપકડ પણ થઈ શકે છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.