- NSA અને CDS આજે બુધવારે અજમેરની મુલાકાત લઈ શકે છે.
- દિલ્હીના સત્તાવાર સૂત્રો અજમેરમાં ડોભાલ અને રાવત આવવાની અપેક્ષા કરી રહ્યા છે
- મીડિયાને આ પ્રવાસથી દૂર રાખવામાં આવ્યું છે
અજમેર: રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર (NSA) અજિત ડોભાલ અને ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ (CDS) જનરલ બિપિન રાવત બુધવારે રાજસ્થાનના અજમેરની મુલાકાત લઈ શકે છે. ડોભાલ અને જનરલ રાવત રાજસ્થાન મિલિટરી સ્કૂલ અજમેર ખાતે બાળકોને મળશે. જોકે આ પ્રોગ્રામની પુષ્ટિ થઈ નથી. પરંતુ રાજધાની દિલ્હીના સત્તાવાર સૂત્રો અજમેરમાં ડોભાલ અને રાવત આવવાની ઘટનાની અપેક્ષા કરી રહ્યા છે. મિલિટરી સ્કૂલ મેનેજમેન્ટ દ્વારા આ પ્રવાસ માટેની તૈયારીઓ કરવામાં આવી રહી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે મીડિયાને આ પ્રવાસથી દૂર રાખવામાં આવ્યું છે.
આ પણ વાંચો : જયપુરમાં 2 આંતરરાષ્ટ્રીય આર્ચર સામે છેતરપિંડીની ફરિયાદ
ડોભાલે IPS, IB અને RAWમાં પણ સેવાઓ આપી છે
અજમેર મિલિટરી સ્કૂલની સ્થાપના 1930માં થઈ હતી. અજિત ડોભાલનું અજમેર મિલિટરી સ્કૂલ સાથે વિશેષ જોડાણ છે. 60ના દાયકામાં, ડોભાલ આ સૈન્ય શાળામાંથી 10મા ધોરણમાં પાસ થયા હતો. તે પછી તે IPS બન્યાં અને ત્યારબાદ IB અને RAWમાં સેવા આપી. તે જ સમયે, બિપિન રાવતને વડાપ્રધાનની ખૂબ નજીકનાં માનવામાં આવે છે. તે મોદી સરકારમાં આર્મી ચીફ હતા અને ત્યારબાદ તેમને ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફનું પદ આપવામાં આવ્યું હતું.
આ પણ વાંચો : રાજસ્થાનમાં પોલીસની આંખોમાં મરચાં નાખીને 16 કેદીઓ જેલમાંથી ફરાર
CDS અને NSA અજમેર મિલિટરી સ્કૂલના બાળકોને મળશે
એવું જણાવામાં આવી રહ્યું છે કે CDS અને NSA અજમેર મિલિટરી સ્કૂલના બાળકોને મળશે અને મિલિટરી સ્કૂલની વ્યવસ્થાઓની તપાસ કરશે. ડોભાલ અને બિપિન રાવતે મોદી સરકારની સંરક્ષણ નીતિઓમાં મહત્વપૂર્ણ ભાગ ભજવ્યો છે. પછી ભલે તે ચીન સાથે સરહદ તણાવનો મુદ્દો હોય કે પાકિસ્તાન માટે ભારતની વ્યૂહરચના શું હશે. આમાં બંનેની ભૂમિકા ખૂબ મહત્વની રહી છે.