નવી દિલ્હીઃ 10 દેશોમાં NRIs તેમના ભારતીય ફોન નંબર પર આધાર રાખ્યા વિના નાણાકીય વ્યવહારો માટે UPI સેવાઓનો ઉપયોગ કરી શકે છે. આ દેશોમાં સિંગાપોર, યુએસ, ઓસ્ટ્રેલિયા, કેનેડા, હોંગકોંગ, ઓમાન, કતાર, સાઉદી અરેબિયા, યુએઈ અને યુકે છે. જ્યાં નાણાકીય વ્યવહાર માટે આ સુવિધા શરૂ થવાની છે.
આ પણ વાંચોઃ ઘઉંની નિકાસ એપ્રિલ-નવેમ્બરમાં 30 ટકાથી વધીને 1.5 અબજ USD, ડેરી ઉત્પાદનોમાં 33.77 ટકાનો વધારો
વિચારણા થશેઃ નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયાના જણાવ્યા અનુસાર, આંતરરાષ્ટ્રીય મોબાઈલ નંબર ધરાવતા NRE/NRO (નોન રેસિડેન્ટ એક્સટર્નલ અને નોન રેસિડેન્ટ ઓર્ડિનરી) એકાઉન્ટ્સ UPI નો ઉપયોગ કરીને વ્યવહાર કરી શકે છે. પેમેન્ટ્સ કોર્પોરેશને પાર્ટનર બેંકોને નિર્દેશોનું પાલન કરવા માટે 30મી એપ્રિલ સુધીનો સમય આપ્યો છે. જોકે, આ મામલે કેટલીક ગાઈડલાઈન્સ અંગે પણ વિચારણા થઈ રહી છે. જેમ કે, મહત્તમ કેટલું પેમેન્ટ કરી શકાય. NRE ખાતું NRI ને વિદેશી કમાણી ભારતમાં સ્થાનાંતરિત કરવામાં મદદ કરે છે, જ્યારે NRO ખાતું તેમને ભારતમાં કમાયેલી આવકનું સંચાલન કરવામાં મદદ કરે છે.
આ પણ વાંચોઃ ક્રેડિટ કાર્ડ તમારા ક્રેડિટ ઇતિહાસને કરે છે અસર, જાણો કઈ વાતનું ધ્યાન રાખવુ જોઈએ
શરતો આવી છેઃ એકમાત્ર શરતો એ છે કે બેંકો એ સુનિશ્ચિત કરે છે કે ફોરેન એક્સચેન્જ મેનેજમેન્ટ એક્ટ (FEMA) ના નિયમો અનુસાર આવા ખાતાઓને મંજૂરી આપવામાં આવે છે, ભારતીય રિઝર્વ બેંક (RBI) ની માર્ગદર્શિકાનું પાલન કરે છે અને મની લોન્ડરિંગ અથવા આતંકવાદી ધિરાણ સામે રક્ષણ આપે છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળની કેબિનેટ સમિતિએ આજે RuPay ડેબિટ કાર્ડ્સ અને ઓછા મૂલ્યના BHIM-UPI વ્યવહારોને પ્રોત્સાહન આપવા માટે ₹2,600 કરોડની યોજનાને મંજૂરી આપી છે. UPIનું મોટું પગલું આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ, વિદેશમાં રહેતા પરિવારો અને સ્થાનિક વ્યવસાયોને મદદ કરશે, એમ અધિકારીઓએ જણાવ્યું હતું.
આ પણ વાંચોઃ આરોગ્ય વીમા પૉલિસીનો દાવો કેવી રીતે કરવો આ વિશે જાણો જરૂરથી
પ્રોત્સાહન અપાશેઃ આ યોજના હેઠળ, બેંકોને RuPay અને UPI નો ઉપયોગ કરીને વ્યવહારોને પ્રોત્સાહન આપવા માટે નાણાકીય પ્રોત્સાહન આપવામાં આવશે. PM મોદીએ એક ટ્વિટમાં જણાવ્યું હતું કે, "રૂપે ડેબિટ કાર્ડ્સ અને BHIM-UPI ટ્રાન્ઝેક્શનના પ્રમોશન અંગેના આજના કેબિનેટના નિર્ણયથી ડિજિટલ પેમેન્ટ્સમાં ભારતની પ્રગતિ વધુ મજબૂત બનશે." માત્ર છ વર્ષમાં UPI ટ્રાન્ઝેક્શન્સમાં જંગી ઉછાળો આવ્યો છે. ડિસેમ્બરમાં ₹12 લાખ કરોડથી વધુના UPI વ્યવહારો થયા હતા.