- નોટબંધીના 5 વર્ષ પછી ડિજિટલ ચૂકવણીમાં વૃદ્ધિ છતા ચલણમાં નોટોની સંખ્યામાં સતત વૃદ્ધિ થઈ રહી છે
- કોરોના મહામારી દરમિયાન લોકોએ સાવચેતીરૂપે રોકડ રાખવાનું વધુ યોગ્ય સમજ્યું હતું
- NPCIનો યુપીઆઈ દેશમાં ચૂકવણીના પ્રમુખ માધ્યમ તરીકે ઝડપથી આગળ વધી રહ્યું છે
નવી દિલ્હીઃ નોટબંધીના 5 વર્ષ પછી ડિજિટલ ચૂકવણીમાં વૃદ્ધિ છતા ચલણમાં નોટોની સંખ્યામાં સતત વૃદ્ધિ થઈ રહી છે. જોકે, વૃદ્ધિની ગતિ ધીમી છે. જોકે, કોરોના મહામારી દરમિયાન લોકોએ સાવચેતીરૂપે રોકડ રાખવાનું વધુ યોગ્ય સમજ્યું હતું. તેના કારણે ચલણમાં બેન્ક નોટ ગયા નાણાકીય વર્ષ દરમિયાન વધી ગઈ છે.
આ પણ વાંચો- દિવાળી પર આ વર્ષે 1.25 લાખ કરોડ રૂપિયાનો થયો વેપાર, 10 વર્ષમાં સૌથી વધુઃ CAIT
ચલણમાં નોટોનો વધારો ધીમી ગતિથી પણ ચાલુ છે
સત્તાવાર આંકડા અનુસાર, ડેબિટ/ક્રેડિટ કાર્ડ, નેટ બેન્કિંગ અને યુનિફાઈડ પેમેન્ટ્સ ઈન્ટરફેસ (UPI) જેવા માધ્યમોથી ડિજિટલ ચૂકવણીમાં મોટી વૃદ્ધિ થઈ છે. નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (National Payments Corporation of India) (NPCI)નો યુપીઆઈ દેશમાં ચૂકવણીના પ્રમુખ માધ્યમ તરીકે ઝડપથી આગળ વધી રહ્યું છે. આ ઉપરાંત ચલણમાં નોટોનો વધારો ધીમી ગતિથી પણ ચાલુ છે.
8 નવેમ્બર 2016ના દિવસે જાહેર થઈ હતી નોટબંધી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ (PM Narendra Modi) 8 નવેમ્બર 2016ની અડધી રાતથી 500 અને 1,000 રૂપિયાની નોટને બંધ કરવાની જાહેરાત કરી હતી, જે તે સમય ચલણમાં હતી. આ નિર્ણયનો મુખ્ય ઉદ્દેશ ડિજિટલ ચૂકવણીને (Digital Payments) વધારવી અને કાળા ધન પર અંકુશ લગાવવાનો હતો. ભારતીય રિઝર્વ બેન્ક (RBI)ના તાજા આંકડા અનુસાર, મૂલ્યના હિસાબથી 4 નવેમ્બર 2016ના દિવસે 17.74 લાખ કરોડ રૂપિયાની નોટ ચલણમાં હતી, જે 29 ઓક્ટોબર 2021ના દિવસે વધીને 29.17 લાખ કરોડ રૂપિયા થઈ ગઈ હતી.
ઓક્ટોબર 2020થી ઓક્ટોબર 2021 દરમિયાન નોટોનું મૂલ્ય વધ્યું
RBIના મતે, 30 ઓક્ટોબર 2020 સુધી ચલણમાં નોટોનું મૂલ્ય 26.88 લાખ કરોડ રૂપિયા હતું. 29 ઓક્ટોબર 2021 સુધી આમાં 2,28,963 કરોડ રૂપિયાની વૃદ્ધિ થઈ હતી. તો વાર્ષિક આધાર પર 30 ઓક્ટોબર 2020ના દિવસે આમાં 4,57,059 કરોડ રૂપિયા અને આનાથી એક વર્ષ પહેલા 1 નવેમ્બર 2019ના દિવસે 2,84,451 કરોડ રૂપિયાનો વધારો થયો હતો.
આ પણ વાંચો- કેન્દ્ર સરકારના હસ્તક્ષેપને કારણે ખાદ્ય તેલના ભાવમાં ઘટાડો થયો છેઃ ખાદ્ય મંત્રાલય
કોરોના મહામારીમાં લોકોએ સાવધાનીરૂપે રોકડ રકમ રાખી હતી
આ ઉપરાંત ચલણમાં બેન્ક નોટનું મૂલ્ય અને માત્રામાં 2020-21 દરમિયાન ક્રમશઃ 16.8 ટકા અને 7.2 ટકાની વૃદ્ધિ થઈ હતી. જ્યારે વર્ષ 2019-20 દરમિયાન આમાં ક્રમશઃ 14.7 ટકા અને 6.6 ટકાની વૃદ્ધિ થઈ હતી. નાણાકીય વર્ષ 2020-21માં ચલણમાં બેન્ક નોટોની સંખ્યામાં વધારાનું કારણ મહામારી હતી. કોરોના મહામારી (Corona epidemic) દરમિયાન લોકોએ સાવધાનીરૂપે રોકડ રકમ રાખી હતી.