- નૂર મોહમ્મદને વર્ષ 1971માં પાકિસ્તાની સૈનિકોએ કેદી બનાવ્યા હતા
- વર્ષ 1971માં ભારત અને પાકિસ્તાનના યુદ્ધના યોદ્ધા હતા નૂર મોહમ્મદ
- રાષ્ટ્રપતિ વી. વી. ગિરિએ વર્ષ 1972માં નૂર મોહમ્દને આપ્યો હતો પરમવીર ચક્ર
અજમેર (રાજસ્થાન): વર્ષ 1971માં ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ થયું હતું. આ યુદ્ધના યોદ્ધા અને વીરચક્રથી સન્માનિત નૂર મોહમ્મદનું 91 વર્ષની વયે નિધન થયું છે. આ અંગે મળતી માહિતી અનુસાર, નૂર મોહમ્મદ 15 વર્ષોથી અજમેરના પંચશીલમાં રહેતા હતા. શનિવારે અચાનક તેમની તબિયત બગડતા તેમનું નિધન થયું હતું. નૂર મોહમ્મદને વર્ષ 1971માં યુદ્ધ દરમિયાન પાકિસ્તાની સૈનિકોએ કેદી બનાવી લીધા હતા.
આ પણ વાંચોઃ શાસ્ત્રીય ગાયક પદ્મભૂષણ પંડિત રાજન મિશ્રાનું કોરોનાને કારણે નિધન
વર્ષ 1972માં નૂર મોહમ્મદને પરમવીર ચક્ર આપવામાં આવ્યું હતું
1 વર્ષ પછી જ્યારે કેદીઓની ફેરબદલી કરવામાં આવી હતી ત્યારે તેમને મુક્ત કરવામાં આવ્યા હતા. વર્ષ 1972માં તત્કાલિન રાષ્ટ્રપતિ વી. વી. ગિરિએ તેમને પરમવીર ચક્રથી સન્માનિત કર્યા હતા. નૂર મોહમ્મદના નિધન પછી રાજકીય સન્માનિ સાથે તેમની અંતિમવિધિ કરવામાં આવી હતી.
આ પણ વાંચોઃ હિમાચલ પ્રદેશના પ્રખ્યાત લેખક બદ્રિસિંહ ભાટિયાનું નિધન
પોલીસ જવાનોએ નૂર મોહમ્મદને ગાર્ડ ઓફ ઓનર આપ્યું
પોલીસ જવાનોએ નૂર મોહમ્મદને ગાર્ડ ઓફ ઓનર આપ્યું હતું. આ દરમિયાન SDM સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત કાયમખાની વિકાસ સંસ્થાના સચિવ મનવર ખાન કાયમખાની, અયુબ ખાન સરદારપૂરા, રમઝાન ખાન, હાઝી સલીમ રૂપપૂરા, મોહમ્મદ હનીફ પણ ઉપસ્થિત રહ્યા હતા.