- જમ્મુ-કાશ્મીરમાં પથ્થરબાજો સામે સરકારની કડક કાર્યવાહી
- નહીં મળે સરકારી નોકરી અને પાસપોર્ટ વેરિફિકેશન
- કાશ્મીર CID ના SSP એ આ પરિપત્ર બહાર પાડ્યો
જમ્મુ-કાશ્મીર: રાજ્યમાં હવે દેશદ્રોહીઓ અને પથ્થરબાજો સામે કડક કાર્યવાહી કરવામાં આવી છે. સરકારે પથ્થરબોજાને લઇ એક આદેશ જાહેર કર્યો છે. આ અંતર્ગત દેશની વિરુદ્ધ નારેબાજી કરનારા અને પથ્થરબાજી કરનારાઓને સરકારી નોકરી આપવામાં નહીં આવે.તો સાથે જ આવા લોકોના પાસપોર્ટ પર પણ પ્રતિબંધ લગાવવામાં આવશે.
સંતોષજનક CID રિપોર્ટ હોવો જરૂરી
એક સરકારી અધિકારીઓએ જણાવ્યું કે, CIDની ખાસ શાખાએ તમામ યુનિટ્સને આ અનુસંધાનમાં આદેશ જારી કરી દીધા છે. આ અંતર્ગત કહેવામાં આવ્યું છે કે, જે લોકોથી રાજ્યની કાયદા વ્યવસ્થાને જોખમ છે તેમની પર નજર રાખવામાં આવે.કહેવામાં આવી રહ્યું છે કે, આવા લોકો પર ગાળિયો કસવા માટે તમામ ડિજિટલ પુરાવા અને પોલીસ રેકોર્ડને ધ્યાનમાં રાખવામાં આવશે. આ પહેલા કેન્દ્રશાસિત પ્રદેશ વહીવટી તંત્રએ જમ્મુ-કાશ્મીર સિવિલ સેના નિયમોમાં સંશોધન કર્યું હતું, જેમાં કહેવામાં આવ્યું હતું કે સરકારી નોકરી મેળવવા માટે એક સંતોષજનક CID રિપોર્ટ હોવો જરૂરી છે.
આ પણ વાંચો : ગુજરાત ભાજપના સંગઠનમાં કરાયો મોટો ફેરફાર,રત્નાકરને નવા સંગઠન મહામંત્રીની જવાબદારી સોંપાઈ
સિક્યોરિટી ક્લિયરેન્સની રિપોર્ટ
કાશ્મીર CID ના SSP (Senior Superintendent of Police)એ આ પરિપત્ર બહાર પાડ્યો છે. આમાં, તેમણે કહ્યું છે કે પાસપોર્ટ, સરકારી નોકરી અથવા સરકારી યોજનાઓ સાથે જોડાયેલા કેસોમાં, જો કોઈ વ્યક્તિની સિક્યોરિટી ક્લિયરેન્સની રિપોર્ટ તૈયાર કરવામાં આવે છે, તો તે સમયે તે પણ ધ્યાનમાં રાખવું જોઈએ કે તે વ્યક્તિ પથ્થરમારો કરે છે કે નહીં, કાયદો અને વ્યવસ્થાનો ભંગ અથવા અન્ય કોઈ ગુનામાં સામેલ ન હોય. જો આવી કોઈ વસ્તુ મળે તો તેને સિક્યોરિટી ક્લિયરેન્સ ન આપવી જોઈએ.
આ પણ વાંચો : આજથી રૂપાણી સરકારના 5 વર્ષની ઉજવણી શરૂ, પ્રથમ દિવસ 'પાંચ વર્ષ-શિક્ષણ ક્ષેત્રે અગ્રેસરતાના' તરીકે ઉજવાશે
પોલીસ પાસે પથ્થરબાજોની માહીતી હોવી જોઇએ
આ પરિપત્રમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે, આવી વ્યક્તિઓની ઓળખ માટે સંબંધિત પોલીસ સ્ટેશનમાંથી રિપોર્ટ પણ લેવો જોઈએ. આ સિવાય સુરક્ષા એજન્સીઓ અને પોલીસ પાસે પણ આવા લોકોના ક્વાડકોપ્ટર દ્વારા CCTV ફૂટેજ, ફોટોગ્રાફ્સ, વીડિયો, ઓડિયો અને ફોટો હોય છે, તેમની મદદ પણ લેવી જોઈએ.