ETV Bharat / bharat

ઈન્દોરમાં યોજાતું 200 વર્ષ જૂનું હિંગોટ યુદ્ધ પર રોક લગાવવામાં આવી - 2 ટીમ એકબીજા પર સળગતા હિંગોટ ફેંકે છે

લગભગ 200 વર્ષ જૂની હિંગોટ યુદ્ધની પરંપરા આ વર્ષે પણ ન થઈ. કોરોનાની ત્રીજી લહેરની (Third wave of the Corona) આશંકાના કારણે તંત્રએ આ યુદ્ધ ન થવા દીધું. ગયા વર્ષે પણ કોરોનાના કારણે આ યુદ્ધને રોકી દેવાયું હતું. પોલીસે સવારે જ હિંગોટ યુદ્ધ મેદાનને (Hingot War Ground) છાવણીમાં ફેરવી દીધું હતું. જોકે, તંત્રની દેખરેખ પછી પણ કેટલાક લોકોએ પોતાના ઘરથી હિંગોટ છોડ્યા હતા, પરંતુ પોલીસે તેની પર ધ્યાન આપ્યું નહતું.

ઈન્દોરમાં યોજાતું 200 વર્ષ જૂનું હિંગોટ યુદ્ધ પર રોક લગાવવામાં આવી

author img

By

Published : Nov 6, 2021, 11:56 AM IST

Updated : Nov 6, 2021, 12:01 PM IST

  • લગભગ 200 વર્ષ જૂની હિંગોટ યુદ્ધની પરંપરા આ વર્ષે પણ ન થઈ
  • કોરોનાની ત્રીજી લહેરની આશંકાના કારણે તંત્રએ આ યુદ્ધ ન થવા દીધું
  • ગયા વર્ષે પણ કોરોનાના કારણે આ યુદ્ધને રોકી દેવાયું હતું

ઈન્દોરઃ દિવાળીના બીજા દિવસે ઈન્દોરના ગૌતમપુરામાં યોજાનારું હિંગોટ યુદ્ધ (Hingot War) છેવટે બીજા વર્ષે પણ ટળી ગયું હતું. જોકે, સ્થાનિક કોંગ્રેસ ધારાસભ્યે આ પરંપરાને ચાલુ રાખવા માટે લોકોને આહ્વાન કર્યું હતું, જેના કારણે પોલીસ તંત્રને યુદ્ધ રોકવા માટે ગૌતમપુરામાં 2 દિવસ રહેવું પડ્યું હતું. સાંજે હિંગોટની બંને ટીમ સામસામે ન ઉતરે. તે માટે સમગ્ર વિસ્તારમાં પોલીસે માર્ચ પોસ્ટ (Police March Post) પણ કરી હતી. જોકે, કેટલાક લોકોએ તો ઘરમાંથી પણ હિંગોટ છોડ્યા હતા, પરંતુ પોલીસે તેની પર ધ્યાન આપ્યું નહતું.

ઈન્દોરના પ્રસિદ્ધ હિંગોટ યુદ્ધમાં ક્ષેત્રના 2 ગામની 2 ટીમ મેદાનમાં ઉતરે છે

જોકે, ઈન્દોરના ગૌતમપુરામાં (Gautampura of Indore) દિવાળીના બીજા દિવસે ધોક પડવા પર પરંપરાગત રીતે હિંગોટ યુદ્ધ છેલ્લા 200 વર્ષથી થતું રહ્યું છે. ગોટમાર મેળાની જેમ જ ઈન્દોરના પ્રસિદ્ધ હિંગોટ યુદ્ધમાં (Hingot War) ક્ષેત્રના 2 ગામની 2 ટીમ મેદાનમાં ઉતરે છે, જે એક બીજા પર સળગતા હિંગોટથી હુમલો કરે છે. આ આયોજનમાં રોકેટની જેમ હિંગોટ સળગતું બીજી ટીમના સભ્યો પર પડે છે, જેનાથી અનેક લોકોની આંખમાં ઈજા પહોંચવાથી ખરાબ પણ થઈ ચૂકી છે. આ ઉપરાંત દર વર્ષે કેટલાક લોકો અહીં હિંગોટના કારણે ઈજાગ્રસ્ત પણ થઈ ગયા હતા.

હિંગોટ યુદ્ધ મેદાન પર તંત્રની રહી તહેનાતી

યુદ્ધ જોવા માટે આવે છે હજારો લોકો

પ્રસિદ્ધ હિંગોટ યુદ્ધને જોવા માટે ઈન્દોર અને આસપાસથી હજારો લોકો દાયકાઓથી જોડાયેલા રહ્યા છે. ગયા વર્ષે કોરોના સંક્રમણના (Corona Virus) કારણે આ હિંગોટ યુદ્ધ ટળી (Hingot War) ગયું હતું. જોકે, આ વખતે આશા હતી કે, દર વર્ષની જેમ દિવાળીના બીજા દિવસે આ આયોજન થશે, પરંતુ સ્થાનિક તંત્ર અને પોલીસે સ્પષ્ટ કરી દીધું હતું કે, કોરોનાની ત્રીજી લહેરની (Third Wave of Corona Virus) આશંકાના કારણે આ કાર્યક્રમ નહીં થાય.

સવારથી પોલીસે હિંગોટ મેદાનને છાવણીમાં ફેરવી દીધું હતું

તેમ છતાં ધારાસભ્યના આહ્વાનના કારણે ગૌતમપુરાના તંત્ર અને પોલીસને આશંકા હતી કે, સાંજે કે રાત્રે કોઈકને કોઈક હિંગોટ લઈને હિંગોટ મેદાનમાં (Hingot Ground) યુદ્ધ માટે પહોંચી શકે છે. આ માટે સવારથી જ તંત્રએ સમગ્ર મેદાનને જ છાવણી બનાવી દીધી હતી. અહીં મોટી સંખ્યામાં પોલીસ તંત્રએ ધામા નાખ્યા હતા. ત્યારબાદ પોલીસે ફ્લેગ માર્ચ પણ યોજી હતી. પોલીસની સક્રિયતાના કારણે કોઈ પણ મેદાનમાં નહતું પહોંચ્યું.

આ પણ વાંચો- વિજાપુરના કુકરવાડા ગામે કાળી ચૌદસની 200 વર્ષ જૂની શેરડીની માંડવીની પરંપરા

વર્ષો જૂની પરંપરા હિંગોટ યુદ્ધ

સમગ્ર દેશમાં ફક્ત ઈન્દોરના ગૌતમપુરામાં દિવાળીના આગલા દિવસે ધોક પઢવા પર પ્રસિદ્ધ હિંગોટ યુદ્ધની (Hingot War) પરંપરા રહી છે. ગૌતમપુરામાં પરંપરા અનુસાર, આ વર્ષે દિવાળીના આગલા દિવસે પડવા પર સાંજે હિંગોટ યુદ્ધ રમાય છે. આમાં તુર્રા (ગૌતમપુરા) અને કલગી (રૂણજી)ના દળ સામસામે એકબીજા પર હિંગોટ (અગ્નિબાણ) ફેંકે છે. આ અગ્નિબાણ હિંગોરિયાના ઝાડ પર લાગતા હિંગોટ ફળથી બનાવવામાં આવે છે.

ફળને ખોખલું કરીને તેમાં દારૂખાનું ભરીને બત્તી લગાવવામાં આવે છે અને પછી બંને દળ આનાથી એકબીજા પર ફેંકે છે. આ વખતે ક્ષેત્રના જંગલમાં હિંગોરિયાના ઝાડ ઓછા હોવાથી યોદ્ધાઓને હિંગોટ ફળ ન મળ્યા તો ઉત્સાહી યોદ્ધા આ ફળ લેવા ઉજ્જૈન, ખાચરૌદ, નાગદા અને ભાટપચલાનાના જંગલ સુધી ગયા હતા. યોદ્ધાઓએ ઘરમાં હિંગોટ તૈયાર કરવાનું શરૂ કરી દીધું છે.

આ પણ વાંચો- ડાકોરના ઠાકોરે વેપારી બની ભક્તોની હૂંડી સ્વીકારી

ન કોઈની હાર અને ન કોઈની જીત

આ હિંગોટ યુદ્ધ (Hingot War)ની રમતમાં ન કોઈની હાર થાય છે અને ન કોઈની જીત. આ યુદ્ધ ભાઈચારાવાળું હોય છે, જ્યાં તુર્રા (ગૌતમપુરા) અને કલગી (રૂણજી) નામના 2 દળ પોતાના પૂર્વજોની પરંપરાને જીવતી રાખે છે. આ માટે યોદ્ધા એક મહિના પહેલા નવરાત્રિથી જ હિંગોટ બનાવવાનું શરૂ કરી દે છે.

હિંગોટ કઈ રીતે બને છે?

જંગલથી હિંગોરિયા નામના ઝાડના ફળ હિંગોટને તોડીને લાવે છે. લીંબુના આકારવાળા આ ફળ પરથી નારિયેળની જેમ કઠણ અને અંદરથી નરમ હોય છે. આની એક તરફ સુક્ષ્મ અને બીજી તરફ મોટું કાણું કરવામાં આવે છે. આને દિવસ તડકામાં સુકવવામાં આવે છે. પછી તેમાં દારુખાનું ભરવામાં આવે છે અને પછી મોટા કાણાને પીળી માટીથી બંધ કરવામાં આવે છે.

બીજા સુક્ષ્મ કાણાં પર દારુખાનાની ટિપકી લગાવીને નિશાન સીધું લાગે તે માટે હિંગોટની ઉપર 8 ઈંચની વાંસની કિમચી બાંધવામાં આવે છે. દર વર્ષે બંને દળના મળીને 100થી વધુ યોદ્ધા મેદાનમાં ઉતરે છે. 10 વર્ષ પહેલા હિંગોટ બનાવવામાં 4થી 5 રૂપિયાનો ખર્ચ આવતો હતો. હવે એક હિંગોટ બનાવવામાં 20-22 રૂપિયા લાગે છે.

હિંગોટ યુદ્ધ મેદાન પર તંત્રના અધિકારીઓએ કર્યું નિરીક્ષણ

યુદ્ધ રોકવા બનાવવામાં આવી અસ્થાયી પોલીસ ચોકી

હિંગોટ યુદ્ધની (Hingot War) પરંપરાને રોકવા પોલીસને આ મેદાનમાં અસ્થાયી ચોકી (Hingot Ground) બનાવવી પડી હતી. બપોર પછીથી જ પોલીસે હિંગોટ મેદાનમાં આસપાસ કોઈને જવા ન દીધા, જેનાથી નારાજ લોકોએ પરંપરાને જાળવી રાખવા માટે પોતાના ઘરથી જ હિંગોટ છોડ્યા હતા. જોકે, તંત્ર અને પોલીસે આ અંગે કોઈ ધ્યાન ન આપ્યું હતું.

યોદ્ધાઓ ગયા વર્ષે નહતા માન્યા

ગયા વર્ષે પણ તંત્રએ આ જ રીતે અસ્થાયી ચોકી બનાવીને યુદ્ધ રોકવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ યોદ્ધા નહતા માન્યા અને યુદ્ધ શરૂ કરી દીધું હતું. યુદ્ધ રોકવા દરમિયાન પોલીસ જવાન રમેશ ગુર્જરની વરદી બળવાની સાથે તેમને સામાન્ય ઈજા પણ પહોંચી હતી. ત્યારબાદ તુર્રા અને કલંગી દળના યોદ્ધાઓએ મેદાન પર ન જઈને નગરના વિવિધ સ્થળો પર એકસાથે હિંગોટ ફેંકવાનું શરૂ કર્યું હતું. પોલીસ યોદ્ધાઓને એક જગ્યા રોકવા જતી હતી. તો બીજી તરફ યોદ્ધા હિંગોટ ફેંકવાનું શરૂ કરતા હતા. છેવટે તો એક યોદ્ધાએ મેદાનની વચ્ચે જઈને હિંગોટ ફેંક્યું હતું અને પરંપરા યથાવત્ રાખવાની વાત કહી હતી.

Last Updated : Nov 6, 2021, 12:01 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.