- હજ યાત્રાને લઈને બોલ્યા નક્વી
- સાઉદીએ કોરોના કાળમાં ભારતની મદદ કરી
- મુખ્તાર અબ્બાસ નક્વી ઉત્તર પ્રદેશના રામપુર જિલ્લાના 2 દિવસીય પ્રવાસ પર
ઉત્તર પ્રદેશ (રામપુર): કેન્દ્રીય લઘુમતી બાબતોના પ્રધાન મુખ્તાર અબ્બાસ નકવી (Mukhtar Abbas Naqvi)એ હજ યાત્રા અંગે જણાવ્યું હતું કે, સાઉદી અરેબિયની સરકાર આખા વિશ્વના આરોગ્ય અને સુખાકારીને ધ્યાનમાં રાખીને જે પણ નિર્ણય લેશે તે નિર્ણય સાથે ભારત રહેશે. હજ 2021 ના પ્રશ્નના જવાબમાં નકવીએ કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Prime Minister Narendra Modi)એ કહ્યું છે કે, આપણે સંકટ સમયે સાઉદી અરેબિયાની સાથે ઉભા છીએ.
આ પણ વાંચો: કોરોના ઈફેક્ટ: અમરનાથ યાત્રા રદ, શ્રાઈન બોર્ડની બેઠકમાં લેવાયો નિર્ણય
મુખ્તાર અબ્બાસ નક્વી ઉત્તર પ્રદેશના રામપુર જિલ્લાના 2 દિવસીય પ્રવાસ પર
ઉલ્લેખનીય છે કે, મુખ્તાર અબ્બાસ નક્વી ઉત્તર પ્રદેશના રામપુર જિલ્લાના 2 દિવસીય પ્રવાસ પર છે. આ દરમિયાન તેઓએ મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું હતું.
સાઉદીએ કોરોના કાળમાં ભારતની મદદ કરી
વાતચીત દરમિયાન તેઓએ ભારત અને સાઉદીના સારા સંબંધોને દર્શાવતા કહ્યું કે, સાઉદીએ કોરોના કાળ (Corona effect)માં ભારતને ઓક્સિજન તેમજ અન્ય મેડિકલ ઉપકરણો મોકલીને આપણી મદદ કરી છે. ભારતે પણ અનેક દેશોની મદદ કરી હતી, જેમાં સાઉદી અરબ (Saudi Arabia)પણ સામેલ હતું.
સાઉદી અરબના નિર્ણય સાથે રહેશે ભારત
હજ (Hajj yatra)ને લઈને તેઓએ કહ્યું કે, કોરોનાને કારણે ગયા વર્ષે પણ હજ થઈ શક્યું નહોંતુ. તેઓએ સ્પષ્ટ કર્યું કે, હાલ આ બાબતે કોઈ વાત થઈ નથી જો કે કંઈ પણ નિર્ણય લેવાશે અમે તેમાં સાથે છીએ.
આ પણ વાંચો: બ્રહ્મ મુહૂર્તમાં બદરીનાથ ધામના કપાટ ખુલ્યા, 20 ક્વિન્ટલ ફૂલોથી મંદિર સજાવાયું
હજને લઈને ચાલી રહી છે તૈયારીઓ
નક્વીએ વધુમાં કહ્યું કે, હજને લઈને અમારી તૈયારીઓ ચાલી રહી છે પરંતુ એ વાત સાચી છે કે અત્યાર સુધીમાં અમે વીમા સહિતની તમામ પ્રક્રિયા પૂર્ણ કરી લેતા હતા. તેઓએ જણાવ્યું કે, 16 હજ હાઉસને કોવિડ કેયર સેન્ટરના રૂપમાં પરિવર્તિત કરવામાં આવ્યું છે.