ETV Bharat / bharat

બેગ્લુરુમાં કોઈ લોકડાઉન કે નાઈટ કરફ્યૂ નહીં: CM યેદિયુરપ્પા

બેંગલુરુમાં સોમવારે મુખ્યપ્રધાને બેંગ્લોર શહેરની કોવિડ પરિસ્થિતિની સમીક્ષા માટેની બેઠક યોજાઈ હતી. જેમાં કોવિડ પરિસ્થિતીને નાથવા માટેના પગલાં વિશેની ચર્ચા કરવામાં આવી હતી.

બેગ્લુરુ
બેગ્લુરુ
author img

By

Published : Mar 29, 2021, 11:09 PM IST

  • બેંગ્લુરુના મુખ્ય પ્રધાને કરી સ્પષ્ટતા
  • નાઈટ કરફ્યૂ અને લોકડાઉન નહીં
  • અધિકારીઓ સાથે બેઠક પૂર્ણ કર્યા બાદ લીધો નિર્ણય

બેંગલુરુ:વિવિધ વિભાગો પ્રધાનો અને અધિકારીઓ સાથે બેઠક કર્યા બાદ મુખ્યપ્રધાન CM યેદિયુરપ્પાએ સ્પષ્ટતા કરી હતી કે, શહેરમાં કોઇ લોકડાઉન અથવા રાત્રી કરફ્યૂ લાદવામાં આવશે નહીં. આજથી 1 દિવસ સરકારી પ્રતિબંધો દ્વારા કહેવામાં આવ્યું છે કે, શહેરમાં કોઈ વિરોધ પ્રદર્શન કે જાહેર મેળાવડા નહીં યોજાય. ઈલેક્શનના પ્રચાર માટે પણ યોગ્ય પગલા લેવામાં આવશે.

શહેરીજનો કોવિડ પ્રતિબંધોનું પાલન કરે તે જરુરી

શાળાઓ અને કૉલેજો બંધ રહેશે નહીં અને કોઈ પણ વિદ્યાર્થી પરીક્ષાઓ વિના પાસ થશે નહીં. જો શાળાઓ બંધ હોય તો બાળકો બહાર જઇને રમત કરે તેવી સંભાવના છે, એમ મહેસૂલ પ્રધાન આર અશોકએ જણાવ્યું હતું. કોરોના સામે લડવા માટે મુખ્યપ્રધાને લોકોને અપીલ કરી હતી કે, તેઓ યોગ્ય કોવિડ પ્રતિબંધોનું પાલન કરે અને ભીડને ટાળે. બેદરકારીને કારણે પરિસ્થિતિને નિયંત્રણમાં લાવવી અત્યંત મુશ્કેલ બની જાય છે. બેઠકમાં એવી પણ ચર્ચા કરવામાં આવી છે કે સમારંભોમાં બીજા કેટલાક પગલા લેવામાં આવે.

આ પણ વાંચો:મહારાષ્ટ્રમાં ફરી લાગુ થઇ શકે છે લોકડાઉન

બેંગ્લોર શહેરની કોવિડ પરિસ્થિતિની સમીક્ષા કરાઈ

આજે સોમવારે મુખ્યપ્રધાને બેંગ્લોર શહેરની કોવિડ પરિસ્થિતિની સમીક્ષા કરી હતી. આ બેઠકમાં આરોગ્ય પ્રધાન ડૉ.સુધાકર, મહેસૂલ પ્રધાન અશોક, શિક્ષણ પ્રધાન સુરેશકુમાર અને એક્સાઈઝ પ્રધાન ગોપાલૈયા, સરકારના વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

દૈનિક સરેરાશ કેસો 1,377ની આસપાસ છે

કોવિડ કેસો બેંગ્લોરમાં ભયજનક દરે વધી રહ્યા છે, જે ચિંતાનું કારણ છે. દૈનિક સરેરાશ કેસો 1,377ની આસપાસ છે. છેલ્લા 14 દિવસમાં 16,921 પોઝિટિવ કેસ આવ્યા છે. BSYએ જણાવ્યું હતું કે ટ્રેસીંગ, પરીક્ષણ અને સારવારને મજબૂત બનાવવામાં આવી રહી છે. ચેપ 20થી 40 વર્ષની વય જૂથમાં વધુ નોંધાય છે. મૃત્યુ દર ઓછો છે અને તે કેસો 60 વર્ષ અને તેથી વધુ જૂથના છે.

બેંગ્લોર સિટીમાં 60,000 જેટલા પરીક્ષણો કરવામાં આવ્યાં

બેંગ્લોર સિટીમાં 60,000 જેટલા પરીક્ષણો કરવામાં આવ્યા છે. બિન-કોવિડ દર્દીઓ પર અસર કર્યા વિના, ચેપગ્રસ્તની સારવાર માટે પૂરતી સુવિધાઓ આપવામાં આવી રહી છે. શહેરમાં અત્યાર સુધીમાં 6.61 લાખ લોકોને રસી આપવામાં આવી છે. મુખ્યપ્રધાને ખાતરી આપી છે કે પર્યાપ્ત હોસ્પિટલ અને બેડ ઉપલબ્ધ છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.