ETV Bharat / bharat

Nitish Kumar: I.N.D.I.A જોડાણના સંયોજક કોણ હશે? નીતિશ કુમારે કર્યો ખુલાસો - Meeting of opposition parties

નીતીશ કુમારને કન્વીનર બનાવવાની પણ ચર્ચા ચાલી રહી છે. આ બધાની વચ્ચે નીતિશ કુમારે મોટું નિવેદન આપતા કહ્યું કે અન્ય લોકોને કન્વીનર બનાવવામાં આવશે. અમારી કોઈ ઈચ્છા નથી. ઉલ્લેખનિય છે કે આજે ફરી એક વાર વિપક્ષની બેઠકનું આયોજન થવાનું છે. જેના પર સમગ્ર દેશની નજર છે.

I.N.D.I.A જોડાણના સંયોજક કોણ હશે? નીતિશ કુમારે કર્યો ખુલાસો

author img

By ETV Bharat Gujarati Team

Published : Aug 28, 2023, 1:47 PM IST

પટનાઃ લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે. આ પહેલા વિપક્ષમાં એકતા જોવા મળી રહી છે. ત્યારે આજે ફરી એક વખત મુંબઈમાં વિપક્ષી પાર્ટીઓની બેઠકનું આયોજન થવાનું છે. જેના પર સમગ્ર દેશની સાથે ભાજપની ખાસ નજર છે. ફરી એકવાર એવી ચર્ચા છે કે નીતિશ કુમારને કન્વીનર બનાવવામાં આવી શકે છે, પરંતુ નીતિશ કુમારે આજે મીડિયા સાથે વાત કરતા ફરી કહ્યું કે મારે કન્વીનર અને અન્ય કોઈ પદ જોઈતું નથી. આ સાથે નીતીશ કુમારે કન્વીનર વિશે સ્પષ્ટ કહ્યું છે કે અન્ય લોકોને બનાવવામાં આવશે, અમે વિપક્ષને એક કરવામાં વ્યસ્ત છીએ.

"અમે કંઈ બનવા માંગતા નથી. બીજાઓ બનશે. અમને વ્યક્તિગત કંઈ જોઈતું નથી." - નીતિશ કુમાર, મુખ્યપ્રધાન, બિહાર

મોટું નિવેદન આપ્યું: ઉપેન્દ્રનાથ વર્માની પુણ્યતિથિ નિમિત્તે શ્રી કૃષ્ણ મેમોરિયલ હોલમાં પહોંચેલા નીતિશ કુમારે કોણ હશે કોઓર્ડિનેટર એવા સવાલ પર આજે મોટું નિવેદન આપ્યું છે. તેણે કહ્યું કે મારે કંઈ બનવું નથી. અમે આ વારંવાર કહીએ છીએ. મારી કોઈ ઈચ્છા નથી. અમે બધાને એક કરવા માંગીએ છીએ. સંયોજક અંગે નીતિશ કુમારે કહ્યું કે બિજાને બનાવવામાં આવશે.

બીજી ઘણી પાર્ટીઓ સામેલ થશેઃ ભાજપ વિરુદ્ધ વિપક્ષી પાર્ટીઓની પહેલી બેઠક તારીખ 23 જૂને પટનામાં મળી હતી. બીજી બેઠક બેંગલુરુમાં થઈ હતી અને હવે ત્રીજી બેઠક મુંબઈમાં યોજાવા જઈ રહી છે. મુંબઈની બેઠક ઘણી રીતે મહત્વની છે. પટનાની બેઠકમાં 15 પક્ષોએ ભાગ લીધો હતો. જ્યારે બેંગલુરુની બેઠકમાં 26 પક્ષોએ ભાગ લીધો હતો અને હવે તેજસ્વી યાદવે પણ કહ્યું છે કે કેટલીક વધુ પાર્ટીઓ ભાગ લઈ શકે છે. આવી સ્થિતિમાં મુંબઈની બેઠકમાં વિપક્ષી દળોનો જુથ વધે તેવી શક્યતા છે.

તેજસ્વીનું નિવેદનઃ નીતિશ કુમાર મીડિયા સાથે વાત કરવા આવ્યા ત્યારે તેમણે તેજસ્વી યાદવને આગળ કરીને કહ્યું કે તમે જ બોલો, અમે પહેલા જ બોલી ચૂક્યા છીએ. તેજસ્વી યાદવે કહ્યું કે વિપક્ષી દળોની બેઠકમાં તમામ લોકો આવશે અને બધાની સહમતિથી જે નિર્ણય થશે તે જ લોકો સ્વીકારશે. જો બેઠક થઈ રહી છે તો નવા પક્ષો પણ જોડાશે. તમામ વિપક્ષી દળોને સાથે બેસાડવાનો અમારો પ્રયાસ રહ્યો છે અને અમે તેમાં સફળ રહ્યા છીએ. હવે મુંબઈની બેઠકમાં વિવિધ એજન્ડા પર ચર્ચા કરવામાં આવશે અને દરેકની સંમતિથી નિર્ણય લેવામાં આવશે.

  1. જો કેન્દ્રમાં અમારી સરકાર બનશે તો તમામ પછાત રાજ્યોને વિશેષ દરજ્જો આપવામાં આવશે : નીતિશ કુમાર
  2. Misbehavior with Speaker in Lakhisarai: સીએમ નીતિશ વિધાનસભામાં સ્પીકર પર થયા ગુસ્સે, જાણો કેમ..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.