ETV Bharat / bharat

મહારાષ્ટ્રમાં કોરોના સંકટ યથાવત : પૂણેમાં રાત્રિ કરફ્યૂ લાગુ - પત્રકાર પરિષદ

મહારાષ્ટ્ર રાજ્યમાં કોરોના સંક્રમણમાં વધારો થઇ રહ્યો છે, ત્યારે પૂણેમાં રાત્રિ કરફ્યૂ લાગુ કરવામાં આવ્યું હતું. રાત્રિના 11 કલાકથી સવારના 6 કલાક સુધી પૂણે શહેરમાં રાત્રિ કરફ્યૂ લાગુ કરાયો છે.

Night curfew
Night curfew
author img

By

Published : Feb 21, 2021, 5:41 PM IST

  • મહારાષ્ટ્રમાં કોરોના સંકટ યથાવત
  • પૂણેમાં રાત્રિ કરફ્યૂ લાગુ કરાયો
  • રાત્રિના 11 કલાકથી સવારના 6 કલાક સુધી રહેશે કરફ્યૂ

મહારાષ્ટ્ર : દેશમાં કોરોના સંક્રમણમાં ઘટાડો થઇ રહ્યો છે, પરંતું મહારાષ્ટ્ર રાજ્યમાં કોરોના સંક્રમણમાં વધારો થઇ રહ્યો છે, ત્યારે પૂણેમાં રાત્રિ કરફ્યૂ લાગુ કરવામાં આવ્યું હતું. રાત્રિના 11 કલાકથી સવારના 6 કલાક સુધી પૂણે શહેરમાં રાત્રિ કરફ્યૂ લાગુ કરાયો છે. આ અંગે મહારાષ્ટ્રના નાયબ મુખ્યપ્રધાન અજિત પવારની અધ્યક્ષતામાં યોજાયેલી બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે. ડિવિઝનલ કમિશનર સૌરવ રાવ દ્વારા પત્રકાર પરિષદમાં આ અંગે જાણકારી આપવામાં આવી હતી. આ સાથે કોરોના સંક્રમણથી બચવા માટેના ઉપાયો વિશે જાણકારી આપવામાં આવી હતી.

હોટલ અને રેસ્ટોરા રાત્રિના 11 કલાક સુધી જ ખુલ્લા રાખી શકાશે

કોરોના સંક્રમણ વધારે હોય તેવા હોટસ્પોટ સ્થળો શોધી સંક્રમણમાં ઘટાડો થાય તેવા પગલા લેવામાં આવશે. પૂણે શહેર અને જિલ્લામાં શાળા-કોલેજ પણ 28 ફેબ્રુઆરી સુધી બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આ સાથે ખાનગી ટ્યૂશન પણ બંધ રાખવામાં આવશે. હોટલ અને રેસ્ટોરા રાત્રિના 11 કલાક સુધી જ ખુલ્લા રાખી શકાશે. આ સાથે લગ્ન કે અન્ય પ્રસંગોમાં માત્ર 200 લોકોને સામેલ થઇ શકશે. જે માટે પોલીસ પ્રસાશનની પૂર્વ મંજૂરી મેળવવી જરૂરી છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.