ETV Bharat / bharat

NIA : ભારત વિરુદ્ધ કાવતરું ઘડનારા ગુરપતવંત પન્નુની મિલકતો એનઆઈએ દ્વારા જપ્ત, બે જગ્યાએ લાગ્યાં સીલ

એનઆઈએ દ્વારા ભારત વિરુદ્ધ કાવતરું ઘડનારા ગુરપતવંત પન્નુની મિલકતો જપ્ત કરવામાં આવી છે. મોહાલી કોર્ટના આદેશ પર કેન્દ્રીય તપાસ એજન્સી એનઆઈએએ કડક કાર્યવાહી કરી છે.

author img

By ETV Bharat Gujarati Team

Published : Sep 23, 2023, 5:19 PM IST

NIA : એનઆઈએ દ્વારા ભારત વિરુદ્ધ કાવતરું ઘડનારા ગુરપતવંત પન્નુની મિલકતો જપ્ત, બે જગ્યાએ લાગ્યાં સીલ

ચંદીગઢ : કેન્દ્રીય એજન્સી એનઆઈએ ભારત વિરુદ્ધ કાવતરું ઘડનારા કોઈપણ વ્યક્તિને બચાવવાના મૂડમાં નથી. હવે કેન્દ્રીય તપાસ એજન્સી એનઆઈએએ કડક કાર્યવાહી કરીને ખાલિસ્તાની ગુરપતવંત પન્નુની સંપત્તિ જપ્ત કરી લીધી છે. એનઆઈએ દ્વારા પન્નુની અમૃતસર અને ચંદીગઢમાં એમ બે મિલકત સીલ કરવામાં આવી હતી.

કઇ મિલકતો જપ્ત : પંજાબમાં NIA દ્વારા જપ્ત કરવામાં આવેલી ગુરપતવંત પન્નુની મિલકતોમાં અમૃતસર જિલ્લાની બહાર ગામ ખાનકોટમાં 46 કેનાલની કૃષિ મિલકત અને સેક્ટર 15, સી, ચંદીગઢમાં તેનું ઘર શામેલ છે. આ જપ્તી કરવાનો અર્થ એ છે કે હવે પન્નુનો મિલકત પરનો અધિકાર સમાપ્ત થઈ ગયો છે અને તે મિલકત હવે સરકારની છે.

આ પહેલાં પણ સંપત્તિ જપ્ત થઇ હતી આપનેે જણાવી દઈએ કે 2020માં પણ ગુરપતવંત પન્નુ સંપત્તિ જપ્ત કરવામાં આવી હતી. જેનો મૂળ અર્થ એ હતો કે તે મિલકત વેચી શકશે નહીં પરંતુ આ પગલાં બાદ પન્નુએ મિલકતના માલિકી હક્કો અમાન્યપણે જપ્ત કરી લીધા હતાં. પન્નુની આ તમામ સંપત્તિ NIA દ્વારા મોહાલી કોર્ટના આદેશ પર જપ્ત કરવામાં આવી છે.

પન્નુ પર અગાઉની કાર્યવાહી : 2019 માં ભારત સરકારે કથિતપણે આતંકવાદી પ્રવૃત્તિઓ કરવા બદલ યુએપીએ - UAPA હેઠળ પન્નુના સંગઠન એસએફજે ( શીખ ફોર જસ્ટિસ ) પર પ્રતિબંધ મૂક્યો હતો. તે નોટિફિકેશનમાં ગૃહ મંત્રાલયે કહ્યું હતું કે એસએફજે પંજાબમાં શીખો માટે જનમત સંગ્રહની આડમાં અલગતાવાદ અને ઉગ્રવાદી વિચારધારાને પ્રોત્સાહન આપી રહ્યું છે. પાછળથી 2020માં પન્નુ પર અલગતાવાદને પ્રોત્સાહન આપવાનો અને પંજાબના શીખ યુવાનોને હથિયાર ઉઠાવવા માટે પ્રોત્સાહિત કરવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો. ત્યારબાદ 1 જુલાઈ 2020 ના રોજ કેન્દ્ર સરકારે ગુરપતવંત પન્નુ પર UAPA દાખલ જાહેર કર્યો હતો. 2020માં સરકારે 40 થી વધુ એસએફજે-સંબંધિત વેબપેજ અને યુટ્યુબ ચેનલો પર પ્રતિબંધ મૂક્યો હતો.

મિલકત જપ્તીની સૂચના : 1/4મી શેરી મકાન નં. #2033 સેક્ટર 15-સી, ચંદીગઢ, ગુરપતવંત સિંહ પન્નુની માલિકીનું, NIA કેસ RC-19/2020/NIA/DLI માં 'ઘોષિત અપરાધી', રાજ્યની કલમ 53માં જપ્ત કરવામાં આવેલ છે. IES પ્રિવેન્શન એક્ટ , 1967 NIA સ્પેશિયલ કોર્ટના આદેશો દ્વારા, SAS નગર, મોહાલી, પંજાબ તારીખ 14/09/2023. આ સામાન્ય જનતાની માહિતી માટે છે.

  1. Ahmedabad Crime: ખાલીસ્તાનના નામે મેસેજ મોકલવાના કેસમાં નવો ખૂલાસો, આરોપીનું ખૂલ્યું દુબઈ કનેક્શન
  2. "હરિયાણા બનેગા ખાલિસ્તાન" આતંકીએ વીડિયોમાં આપી ધમકી, 26 જાન્યુઆરીએ મતદાન

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.