નવી દિલ્હીઃ NIAએ મુંબઈમાં દાઉદ સાથે સંકળાયેલા ઘણા સહયોગીઓના ઘર પર દરોડા પાડ્યા (underworld don dawood ibrahim) છે. સૂત્રો પાસેથી મળેલી માહિતી મુજબ આ સમયે એક ડઝનથી વધુ જગ્યાઓ પર દરોડા પાડવામાં આવી રહ્યા (NIAs big action on D company) છે. મુંબઈના નાગપાડા, ગોરેગાંવ, બોરીવલી, સાંતાક્રુઝ, મુંબ્રા, ભીંડી બજારમાં દરોડા પાડવામાં આવ્યા છે.
આ પણ વાંચો: યુક્રેનિયન શાળા પર રશિયન બોમ્બ ધડાકા, અનેક લોકોના મોતની આશંકા
ડી કંપની વિરુદ્ધ કેસ નોંધ્યો: જાણકારી અનુસાર, ગૃહ મંત્રાલયના આદેશ પર NIAએ દાઉદ ઈબ્રાહિમ, ડી કંપની વિરુદ્ધ કેસ નોંધ્યો હતો, જેના આધારે આ તપાસ ચાલી રહી છે. મુંબઈમાં દાઉદના સહયોગીઓના ઘરે દરોડા પાડ્યા બાદ NIAએ સલીમ ફ્રુટ્સને કસ્ટડીમાં લીધા છે. તે દાઉદ ઈબ્રાહિમનો સહયોગી છે. ટીમે મહત્વપૂર્ણ દસ્તાવેજો પણ કબજે કર્યા છે. NIA ડોન દાઉદ ઈબ્રાહિમના સહયોગીઓ અને કેટલાક હવાલા વેપારીઓના ઘણા સ્થળો પર દરોડા પાડી રહી છે.
આ પણ વાંચો: Taj Mahal Controversy: BJP નેતાએ આ માગ સાથે કરી HCમાં અરજી
મુંબઈ વિસ્ફોટનો આરોપી દાઉદ: ડી કંપની સંયુક્ત રાષ્ટ્ર (યુએન) દ્વારા પ્રતિબંધિત આતંકવાદી સંગઠન છે. તેમજ 1993ના મુંબઈ વિસ્ફોટના આરોપી દાઉદને 2003માં યુએન દ્વારા વૈશ્વિક આતંકવાદી ગણવામાં આવ્યો હતો. તેના પર $25 મિલિયનનું ઇનામ પણ રાખવામાં આવ્યું હતું.