જયપુરઃ રાજસ્થાનના પાટનગર જયપુરમાં બોમ્બ ધડાકા યોજના બનાવનાર બે આતંકવાદીની NIA દ્વારા મહારાષ્ટ્રમાંથી ધરપકડ કરવામાં આવી છે. આ આતંકવાદીઓ ISISની સંસ્થા અલસુફાના સક્રિય સભ્યો છે. આ બંને આતંકવાદીઓ આઈઈડી વિસ્ફોટક બનાવવામાં માહેર છે. તેમજ તેઓ અન્ય સાથીદારોને આઈઈડી વિસ્ફોટક બનાવવાની તાલીમ પણ આપતા હતા. તેમણે આ વિસ્ફોટક બનાવવાની તાલીમ આપવા માટે બે વર્કશોપનું આયોજન પણ કર્યું હતું.
ISISની સંસ્થા અલસુફાના સક્રિય સભ્યોઃ NIAએ પ્રેસને જણાવ્યું છે કે, ISISની સંસ્થા અલસુફાના સક્રિય સભ્યો મોહમ્મદ યુનુસ સાકી અને ઈમરાન ખાન ઉર્ફે યુનુસની મહારાષ્ટ્રમાંથી ધરપકડ કરવામાં આવી છે. તેમણે સોમવારે NIAની અદાલતમાં રજૂ કરીને રિમાન્ડ મેળવવામાં આવ્યા છે. તેમની પુછપરછમાં ગયા વર્ષે ચિત્તોડગઢમાં ભારે માત્રામાં ઝડપાયેલા વિસ્ફોટક સંદર્ભે ઘણી માહિતી મળવાની સંભાવના છે. તેમજ રાજસ્થાન અને દેશમાં ISISના સ્લીપર સેલ વિશે પણ પુછપરછ કરવામાં આવશે.
વિસ્ફોટક બનાવવાની તાલીમ આપતા હતાઃ મોહમ્મદ યુનુસ સાકી અને ઈમરાન ખાન ઈમ્પ્રોવાઝ્ડ એક્સપ્લોઝિવ ડિવાઈસ(આઈઈડી) બનાવવામાં એક્સપર્ટ છે.તેઓ સાથીદારોને આ વિસ્ફોટક બનાવવાની તાલીમ પણ આપતા હતા. મધ્યપ્રદેશના રતલામમાં માસ્ટર માઈન્ડ ઈમરાન ખાનના પોલ્ટ્રી ફાર્મમાં વિસ્ફોટક તાલીમ કેન્દ્ર ચલાવવામાં આવતું હતું. આ પોલ્ટ્રી ફાર્મન ગયા મહિને NIA દ્વારા એટેચ કરવામાં આવ્યું હતું.
એક વર્ષથી પૂનામાં ટ્રેનિંગ સેન્ટર ચલાવતા હતાઃ ગયા વર્ષે જયપુરમાંથી ભારે માત્રામાં વિસ્ફોટકો ઝડપાયા બાદ આ બંને આતંકવાદીઓ પહેલા મુંબઈ અને ત્યારબાદ પુનામાં રેહવા લાગ્યા. જેમાં આઈઈડી વિસ્ફોટક બનાવવાની તાલીમ અપાતી હતી.
ગયા વર્ષે જયપુરથી પકડાયું હતું વિસ્ફોટકઃ નિમ્બાહેડામાં વિસ્ફોટકની સાથે ત્રણ આતંકવાદીઓને ભારે માત્રામાં આઈઈડી વિસ્ફોટક સાથે ઝડપી લેવામાં આવ્યા હતા. આ કેસમાં 12 કિલો વિસ્ફોટક સાથે એક કારમાં જુબૈર, અલ્તમશ અને સૈફુલ્લાહની ધરપકડ કરવામાં આવી હતી. આ ત્રણેય જણા વિસ્ફોટકને જયપુર પહોંચાડી રહ્યા હતા. જયપુરથી 10 કિલોમીટર દૂર નિર્જન સ્થળે તેમણે આ વિસ્ફોટક જમીનમાં સંતાડવાનો હતો.જો કે પોલીસે નાકાબંદી કરીને તેમની યોજના નાકામ કરી હતી.
યુવાનોને આતંકવાદમાં જોડતા હતાઃ અલસુફાના સક્રિય સભ્ય અને જયપુર વિસ્ફોટકના માસ્ટર માઈન્ડ ઈમરાન સહિત 10 સંદિગ્ધો વિરૂદ્ધ NIA દ્વારા એક વર્ષ અગાઉ ચાર્જશીટ દાખલ કરવામાં આવી હતી. આ બંને આતંકવાદીઓ અલસુફાની વિચારધારાને ફેલાવતા હતા અને યુવાનોને આતંકવાદમાં જોડતા હતા.