ETV Bharat / bharat

એન્ટિલિયા કેસ મામલે NIA દ્વારા વાજેની ધરપકડ બાદ કોર્ટમાં હાજર કરવાની તૈયારી

author img

By

Published : Mar 14, 2021, 8:11 AM IST

Updated : Mar 14, 2021, 10:57 AM IST

થોડા સમય પહેલા, ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના નિવાસસ્થાનની નજીકથી વિસ્ફોટક સામગ્રી ભરેલી એસયુવી ગાડી મળી આવી હતી. તે મામલે મુંબઈ પોલીસ અધિકારી સચિન વાજેની ધરપકડ કરવામાં આવી છે. વિસ્ફોટક સામગ્રી મૂદ્દે સામેલ થવા બદલ NIAએ તેની ધરપકડ કરી હતી. હાલ, થોડા સમયમાં વાજેને, કોર્ટમાં હાજર કરવામાં આવશે. વઝેની ધરપકડ બાદ મહારાષ્ટ્રમાં ભારતીય જનતા પાર્ટીએ મહારાષ્ટ્રની ઉદ્ધવ ઠાકરે સરકાર સામે મોરચો માંડ્યો છે. મહારાષ્ટ્ર ભાજપના સિનિયર નેતા રામ કદમે ટ્વીટ કરીને સચિન વઝેનો નાર્કો ટેસ્ટ કરવાની માગ કરી છે. રામ કદમે વઝેની ધરપકડ મામલે ઉદ્ધવ સરકારનો પણ ઘેરાવ કર્યો છે.

એન્ટિલિયા કેસ મામલે NIA દ્વારા 12 કલાકની પૂછપરછ બાદ વાજેની થઈ ધરપકડ

  • પોલીસ અધિકારી સચિન વાજેની 12 કલાકથી વધુ સમયની પૂછપરછ કર્યા બાદ ધરપકડ
  • વાજેએ 25 ફેબ્રુઆરીએ આ ઘટનામાં પોતાની ભૂમિકા નિભાવી હતી
  • કેસની તપાસ ATS કરવામાં આવી રહી છે.

મુંબઇ: અંબાણીના મુંબઇ સ્થિત ઘરની નજીક વિસ્ફોટક સામગ્રીથી ભરેલી ગાડીના કેસની તપાસ કરતી ઍજન્સી NIAએ શનિવારે રાત્રે મુંબઈ પોલીસ અધિકારી સચિન વાજેની 12 કલાકથી વધુ સમયની પૂછપરછ કર્યા બાદ ધરપકડ કરી હતી.ઝેની ધરપકડ બાદ મહારાષ્ટ્રમાં ભારતીય જનતા પાર્ટીએ મહારાષ્ટ્રની ઉદ્ધવ ઠાકરે સરકાર સામે મોરચો માંડ્યો છે. મહારાષ્ટ્ર ભાજપના સિનિયર નેતા રામ કદમે ટ્વીટ કરીને સચિન વઝેનો નાર્કો ટેસ્ટ કરવાની માગ કરી છે. રામ કદમે વઝેની ધરપકડ મામલે ઉદ્ધવ સરકારનો પણ ઘેરાવ કર્યો છે.

વાજની એન્ટિલિયા કેસ સંડોવણીની શંકા

આપને જણાવી દઈએ કે, થોડા સમય પહેલા કાર્મિકલ રોડ પર આવેલા ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના નિવાસસ્થાન પાસે પાર્ક કરેલી શંકાસ્પદ ગાડીમાં વિસ્ફોટક જિલેટીનની સડીઓ અને ધમકીભર્યા પત્ર મળી આવ્યા હતા. આ મામલે, NIAએ જણાવ્યું હતું કે, વાજેએ 25 ફેબ્રુઆરીએ આ ઘટનામાં પોતાની ભૂમિકા નિભાવી હતી. આથી આ બાબતને ધ્યાને લેતા તેમની ધરપકડ કરવામાં આવી છે.

આ પણ વાંચો: મુકેશ અંબાણીના ઘર બહાર મળી આવેલા વિસ્ફોટક મામલે ખુલાસો, તપાસમાં સામે આવ્યું તિહાડ જેલ કનેક્શન

વાજે, ઉદ્યોગપતિ હિરણના મોત મામલે શકના દાયરામાં

એન્કાઉન્ટર સ્પેશિયાલિસ્ટ વાજે, થાણેના ઉદ્યોગપતિ મનસુખ હિરણના મોત મામલે પણ શકના દાયરામાં છે. આ ઘટનાની વાત કરીએ તો, થાણેમાં 5મી માર્ચે હરણની લાશ મળી હતી. આ કેસની તપાસ ATS કરવામાં આવી રહી છે. શનિવારે NIAએ વાજેનું નિવેદન લેતી વખતે, હરણની કથિત હત્યા અને વિસ્ફોટક સામગ્રીથી ભરેલી ગાડીના કેસમાં આગળની તપાસ હાથ ધરવા અંગેની માહિતી આપવામાં આવી હતી.

આગળની તપાસ ATSના હાથમાં

દેશના સૌથી ધનિક ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના નિવાસસ્થાન એન્ટિલિયાની બહાર 25 ફેબ્રુઆરીના રોજ શંકાસ્પદ કાર અને તેમાં 20 જિલેટીન સડીઓ મળી આવી હતી. મુંબઈ પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચ્યાં બાદ, મુંબઇ ડોગ સ્ક્વૉડ અને બૉમ્બ પ્રિવેન્શન સ્કવૉડ ઉપરાંત ATSની ટીમ પણ પહોંચી ગઈ હતી અને આગળની તપાસ હાથ ધરી હતી.

આ પણ વાંચો: એન્ટિલિયા કેસ: મને પ્રતાડિત કરવામાં આવી રહ્યો છે, હિરેન મનસુખનો CMને પત્ર

Last Updated : Mar 14, 2021, 10:57 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.