જમ્મુ કાશ્મીર: જમ્મુના સુંજવાન વિસ્તારમાં અજાણ્યા આતંકવાદીઓ દ્વારા સંયુક્ત સર્ચ ઓપરેશન (Sanjuvan search operation) હાથ ધરવામાં આવ્યુ હતું. જેમાં CISFનો એક ASI શહીદ થયો હતો અને અન્ય કેટલાક ઈજાગ્રસ્ત થયા હતા. સુરક્ષા દળોએ આ હુમલાનો જડબાતોડ જવાબ આપ્યો અને બે આતંકીઓને સ્થળ પર જ ઠાર કર્યા (Pulwama terrorist arrest) છે.
આ પણ વાંચો: પિંજરામાં બંધકને જીવતો સળગાવી દેવામાં આવ્યો, ઉત્તરાખંડમાં જોવા મળ્યો ભીડનો ક્રૂર ચહેરો
આ કેસ શરૂઆતમાં જમ્મુમાં 22.04.2022ના રોજ FIR નંબર 115/2022 તરીકે નોંધવામાં આવ્યો હતો અને NIA દ્વારા 26.04.2022ના રોજ ફરીથી નોંધવામાં આવ્યો હતો. NIA મુજબ તપાસમાં ખુલાસો થયો છે કે, આરોપી આબિદ અહમદ મીર JeMનો ઓવર ગ્રાઉન્ડ વર્કર છે અને ધરપકડ કરાયેલા આરોપી બિલાલ અહેમદ વાગેનો નજીકનો સહયોગી હતો. તે પાકિસ્તાન સ્થિત JeMના હેન્ડલર્સ સાથે પણ સંપર્કમાં હતો.
આ પણ વાંચો: કેટલાક મૌલવીએ સગીરનો ધર્મ બદલી 2 છોકરાની માતા સાથે લગ્ન પણ કરાવ્યા, વીડિયો સામે આવતાં હોબાળો
આતંકવાદીએ જાણી જોઈને, સ્વેચ્છાએ અન્ય સહ-આરોપીઓને તાત્કાલિક ગુનાના કમિશનમાં ટેકો આપ્યો હતો. અહેવાલો મુજબ આબિદ અહમદ આઈપીસીની કલમ 120B, 121A, 302, 307, અને 307માં આર્મ્સ એક્ટની કલમ 7 અને 27, તેમજ UA (P) એક્ટ 1967ની કલમ 16, 18 અને 20માં પોલીસ કસ્ટડીમાં હતો. આરોપી આબિદ મુશ્તાક મીર પુતરીગામ રહે છે અને અન્ય આરોપીને પણ મળે છે. હાલર કેસની વધુ તપાસ ચાલુ છે.