અમદાવાદ NIAએ પ્રવીણ નેતારુ હત્યા કેસમાં PFIના 2 સભ્યો પર રોકડ ઈનામની જાહેરાત કરી છે. રાષ્ટ્રીય તપાસ એજન્સી NIA દક્ષિણ કન્નડ જિલ્લાના બેલ્લારેમાં ભાજપ યુવા મોરચાના જિલ્લા કાર્યકારી સભ્યની હત્યાની તપાસ કરી રહી છે. હવે NIAએ આ કેસમાં સંડોવાયેલા અન્ય બે આરોપીઓ વિશે માહિતી આપનારને 5 લાખ રૂપિયાનું રોકડ ઈનામ આપવાની જાહેરાત કરી છે.
શોપની સામે કરી હત્યા આપને જણાવી દઈએ કે, ગયા વર્ષે 26 જુલાઈએ સાંજે દક્ષિણ કન્નડ જિલ્લાના સુલ્યા તાલુકામાં આવેલા બેલ્લારેમાં હુમલાખોરોએ પ્રવીણની તેની ચિકન શોપની સામે હત્યા કરી હતી અને ત્યાંથી તેઓ ભાગી ગયા હતા.
PFI સંગઠનના સભ્યો માટે જાહેરાત NIAએ બાંટવાલા તાલુકાના કોડાજેના અદ્દાના પૂત્ર મોહમ્મદ શરીફ (53) અને નેક્કીલાડીના અગનાદી અબુબકરના પુત્ર કેએ મસૂદ (40)ને 5-5 લાખ રૂપિયાના ઈનામ તરીકે કુલ 10,00,000 રૂપિયાની ઓફર કરી છે. પ્રતિબંધિત પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઈન્ડિયા (PFI) સંગઠનના સભ્યો માટે એક જાહેરાત કરવામાં આવી છે.
આ પણ વાંચો Shraddha Murder Case: કરવતથી કર્યા શ્રદ્ધાના શરીરના ટુકડા, AIIMS રિપોર્ટ,
માહિતી આપનારાઓની માહિતી ગુપ્ત રખાશે બાતમીદારો info.blr.nia@gov.in અથવા ફોન નંબર 080 29510900 અથવા તો 8904241100 અથવા પોલીસ અધિક્ષક, નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (NIA) 8મો માળ, Sir.M. વિશ્વેશ્વરૈયા કેન્દ્રીય સદન, ડોમ્માલુર, બેંગલુરુ 5.170 પર સંપર્ક કરી શકે છે. એનઆઈએએ જણાવ્યું હતું કે સરનામે માહિતી પહોંચાડવાની વિગતો ગુપ્ત રાખવામાં આવશે.
ગયા વર્ષે થઈ હતી હત્યા 5 નવેમ્બર 2022એ NIA અધિકારીઓએ પ્રવીણની હત્યા કેસમાં 3 લોકોની ધરપકડ કરી હતી. શફી બેલ્લારે, ઈકબાલ બેલ્લારે અને સુલ્યાના ઈબ્રાહીમ શાહની ધરપકડ કરવામાં આવી હતી. તેમાંથી ઈકબાલ બેલ્લારે બેલ્લારેના ગ્રામીણ છે અને શફી બેલ્લારે એસડીપીઆઈના રાજ્ય સચિવ છે. ઉપરાંત, NIAએ સુલ્યા, ઉપિનંગડી, મૈસુર, હુબલ્લી સહિત રાજ્યના ઘણા સ્થળોએ સર્ચ હાથ ધર્યું હતું.
ઈનામની જાહેરાત આ ત્રણેય આરોપીઓની ધરપકડ પહેલા NIAએ હત્યા બાદ ગુમ થયેલા 4 આરોપીઓની ધરપકડની માહિતી આપનારને ઈનામની જાહેરાત કરી હતી. નવેમ્બર 2022માં બેલ્લારેના એસ મુહમ્મદ મુસ્તફા, કોડાગુ જિલ્લાના મદિકેરીના એમએચ તુફૈલ, કલ્લુમુત્લુમાનેના એમઆર ઉમર ફારૂખ અને બેલ્લારેના અબુબકર સિદ્દીક નામના ચાર શંકાસ્પદોની માહિતી માટે કુલ 14,00,000 રૂપિયાના રોકડ ઈનામની જાહેરાત કરવામાં આવી હતી.