- આજના એ સમાચાર, જેના પર તમારી નજર રહેશે...
1. આજે વડાપ્રધાન મન કી બાત પર કરશે સંબોધન
આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી મન કી બાત પર સંબોધન કરશે અને જનતા સાથે વાતચીત કરશે. સવારે 11 વાગે કરશે સંબોધન.
2. આજે ચેન્નાઈમાં ચક્રવાત ગુલાબ ત્રાટકશે
ભારતીય હવામાન વિભાગે જાહેરાત કરી છે કે, બંગાળની ખાડીમાં બનેલા લો પ્રેશર એરિયા ચક્રવાત ગુલાબમાં તીવ્ર બનશે અને આજે ચેન્નાઈમાં ત્રાટકશે.
3. આજે નવા પંજાબ કેબિનેટની શપથ
પંજાબના મુખ્યપ્રધાન ચરણજીત સિંહ ચન્નીએ તેમના પ્રધાનમંડળ માટે નામોને આખરી ઓપ આપી દીધો છે. સૂત્રોએ આજે રાહુલ ગાંધી સાથે ચર્ચા કર્યા બાદ જણાવ્યું હતું કે, સોમવારે મુખ્યપ્રધાન તરીકેનો કાર્યભાર સંભાળનાર ચન્નીએ પ્રધાનમંડળમાં ફેરબદલની ચર્ચા કરવાના તેમના શપથ બાદ ત્રણ વખત દિલ્હીની મુલાકાત લીધી હતી. નવા મંત્રીમંડળમાં પંદર મંત્રીઓ આજે શપથ લે તેવી શક્યતા છે.
- ગઈકાલના એ સમાચાર જે તમને વાંચવા ગમશે...
1. સંયુક્ત રાષ્ટ્રમાં ગઈકાલે મોદીએ કર્યુ સંબોધન, આખા વિશ્વની નજર વડાપ્રધાનના ભાષણ પર
વડાપ્રધાન મોદીએ ગઈકાલે સંયુક્ત રાષ્ટ્રમાં સંબોધન કર્યું હતું. વડાપ્રધાન તરીકે ચોથી વખત તેમણે સંબોધન કર્યુ હતું. આ પહેલા વડાપ્રધાન મોદીઓ 2014 માં પહેલી વાર UN ને સંબોધિત કર્યું હતું. 2019 માં વડાપ્રધાન મોદીએ UNને સંબોધિત કર્યું હતું. પાછલા વર્ષે કોરોના મહામારીને કારણે મોદીએ વર્ચુઅલ સંબોધન કર્યું હતું. click here
2. ગુજરાત રાજ્ય શિક્ષણ બોર્ડની ચૂંટણી યોજાઈ, મતદાન મથકો પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત
ગુજરાત શિક્ષણ બોર્ડ બોર્ડની ગઈકાલે રાજ્યભરમાં ચૂંટણી યોજાઈ હતી. કુલ બેઠકોમાંથી બે બેઠકો અગાઉ બિનહરીફ જાહેર થયા બાદ 7 બેઠકો માટે ચૂંટણી યોજાઇ હતી. કુલ 24 ઉમેદવારો મેદાનમાં હતા. લગભગ પાંચ વર્ષ બાદ ચૂંટણી યોજાઈ હતી અને સરકારે એક્ટમાં સુધારો કર્યા બાદ હવે 26 ને બદલે માત્ર નવ બેઠકોની ચૂંટણી યોજાઈ હતી. આ ચૂંટણીનું પરિણામ 28 સપ્ટેમ્બર જાહેર થશે. click here
3. ખેડૂતોએ ભારત બંધનું એલાન આપ્યું, કોંગ્રેસે આપ્યો ટેકો
ખેડૂતોના આંદોલનનું નેતૃત્વ કરતા 40 થી વધુ ખેડૂત સંગઠનોના સંગઠન યુનાઈટેડ કિસાન મોરચાએ ત્રણ કૃષિ કાયદાઓના વિરોધમાં 27 સપ્ટેમ્બરે ભારત બંધનું એલાન આપ્યું હતું. આ સાથે જ આરજેડીને ટેકો આપ્યા બાદ કોંગ્રેસે પણ ભારત બંધને ટેકો આપવાની વાત કરી હતી. click here
4. રાજ્યના કુલ 13 હજાર સરકારી વાહનો સ્ક્રેપ પોલિસી હેઠળ જશે, ટ્રાન્સપોર્ટ વિભાગ દ્વારા ડેટાની કામગીરી શરૂ
2024થી દેશમાં સ્ક્રેપ પોલિસી લાગુ કરવામાં આવશે, ત્યારે ગુજરાત રાજ્યના સરકારી વિભાગના 13 હજાર જેટલા વાહો અને ગૃહવિભાગના 5 હજાર જેટલા વાહનો સ્ક્રેપમાં જશે તેવું અનુમાન છે. તો સ્ક્રેપ પોલિસીને ધ્યાને રાખીને રાજ્યના ટ્રાન્સ્પોર્ટ વિભાગ દ્વારા વાહનોની વિગતો લેવાનું શરૂ કરવામાં આવ્યું છે. click here
- explainers:
તહેવારમાં 0 ટકા EMIવાળી પ્રોડક્ટ ખરીદતા પહેલા જાણી લો નફો-નુકસાન, નહીં તો પછતાશો
જો તમે નો-કૉસ્ટ EMIથી કોઈ પ્રોડક્ટ ખરીદી રહ્યા છો તો એ સમજીને વધારે ખુશ ન થવું કે તમે વ્યાજના પૈસા બચાવી લીધા. રિઝર્વ બેંક પ્રમાણે કોઈપણ લૉન વ્યાજ વગર આપી શકાય નહીં. જ્યારે ગ્રાહક હપ્તામાં ચૂકવણી કરે છે, એ પણ વ્યાજ આપે છે. કંપનીઓ તેની વસૂલી કઈ રીતે કરે છે. વાંચો આ રિપોર્ટ. click here
- Sukhibhava:
પૌષ્ટિક ભોજનથી પ્રજનન ક્ષમતા સુધારી શકે છે મહિલાઓ
ગર્ભધારણ કરવાનો પ્રયાસ કરતી મહિલાઓએ પ્રજનન ક્ષમતા વધારવા માટે પોષણ તેમજ સંતુલિત અને સ્વસ્થ જીવનશૈલી પર ખાસ ધ્યાન આપવું જોઈએ. માનસિક સ્વાસ્થ્યની સુધારણા માટે માત્ર શારીરિક સ્વાસ્થ્ય જ નહીં પણ પૌષ્ટિક આહાર પણ જરૂરી છે. આવો જાણીએ કે સ્વસ્થ ગર્ભધારણ કરવા માટે કેવો હોવો જોઇએ આહાર અને જીવનશૈલી. click here