વડાપ્રધાન મોદી આજે પૂર્વોતરના મુખ્યપ્રધાનો સાથે મિટિંગ કરશે

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે સવારે 11 વાગ્યે પૂર્વોતરના મુખ્યપ્રધાનો સાથે વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી બેઠક કરશે. આ બેઠકમાં કોરોનાની સ્થિતિ અંગે ચર્ચા કરશે.
ભારતના હવામાન વિભાગે આજે ભારે વરસાદની આગાહીના પગલે અનેક રાજ્યોમાં એલર્ટ જાહેર

ભારતના હવામાન વિભાગે આજે મંગળવારે ભારે વરસાદની ચેતવણી સાથે રાજસ્થાન, જમ્મુ-કાશ્મીર, કર્ણાટક, મહારાષ્ટ્ર અને આસામના કેટલાક ભાગો અને ગુજરાત માટે ઓરેન્જ એલર્ટ અને હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ અને ઉત્તર પ્રદેશ માટે યેલો એલર્ટ અને કોંકણ અને ગોવા અને મધ્ય મહારાષ્ટ્ર માટે રેડ એલર્ટ જાહર કરવામાં આવ્યુ છે.
ગુજરાત અને સંઘપ્રદેશ દિવ-દમણમાં આજે વરસાદની આગાહી

ગુજરાતના તમામ જિલ્લાઓ તેમજ સંઘપ્રદેશ દીવ, દમણ અને દાદરા નગર હવેલીમાં વીજળીના ચમકારા સાથે મધ્યમ વરસાદની સંભાવના છે. હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આી છે.
હિમાચલ પ્રદેશના 28માં રાજ્યપાલ આજે શપથ ગ્રહણ કરશે

રાજેન્દ્ર વિશ્વનાથ આર્લેકર મંગળવારે હિમાચલ પ્રદેશના 28 મા રાજ્યપાલ તરીકે શપથ લેશે. મંગળવારે સવારે 10 કલાકે રાજ ભવન ખાતે ઓથ વિધિ યોજાશે.
NEETની પરીક્ષાના ફોર્મ આજથી ભરાશે

MBBSના પ્રવેશ માટે જરૂરી NEETની પરીક્ષાના ફોર્મ આજથી ભરાશે, NTA વેબસાઇટ પર પરીક્ષા ફોર્મની લિંક મુકવામાં આવશે.
ધોરણ 10-12ના રિપીટર વિદ્યાર્થીઓની પરીક્ષા રદ્દ અંગે આજે હાઇકોર્ટેમાં સુનાવણી

હાઇકોર્ટેમાં ધોરણ 10-12ના રિપીટર વિદ્યાર્થીઓની પરીક્ષા રદ્દ કરી માસ પ્રમોશનની PILની આજે છેલ્લી સુનાવણી યોજાશે. આ સુનાવણીમાં હાઇકોર્ટ ચૂકાદો આપી શકે છે.
ભોપાલમાં ગેસ પીડિતોને પેન્શન માટે આજે કેબિનેટમાં મળશે મંજૂરી

ભોપાલમાં ગેસ પીડિતોને પેન્શન માટે આજે કેબિનેટમાં મંજૂરી આપવામાં આવશે. સાડા ચાર હજાર ગેસ પીડિતોને 1000 રૂપિયા પેન્શન મળશે. પેન્શન આપવાની યોજના 2011 માં શરૂ થઈ હતી, તે ડિસેમ્બર 2019 માં બંધ થઈ ગઈ હતી.
મધ્યપ્રદેશમાં ફરીથી ઓનલાઇન વર્ગ ચાલુ થશે

મધ્યપ્રદેશમાં ફરીથી ઓનલાઇન અભ્યાસ કરાવામાં આવશે, આવતીકાલથી ઓનલાઇન વર્ગો શરૂ થશે. તમામ ખાનગી શાળાઓ હાઇકોર્ટમાં અરજી કરશે, ખાનગી શાળાઓ સરકાર વિરુદ્ધ જશે.
કેન્દ્રીય પ્રધાન ગજેન્દ્રસિંહ શેખાવત આજે કર્નાટકની મુલાકાતે

કેન્દ્રીય પ્રધાન ગજેન્દ્રસિંહ શેખાવત આજે 13 જુલાઈએ કર્નાટક રાજ્યના પ્રવાસે છે. રાજ્યમાં નારાયણપુરા જળાશયની મુલાકાત લેશે.
કર્નાટકના મુખ્યપ્રધાન બી.એસ. યેદુયુરપ્પા આજે મેકેદટુ પ્રોજેક્ટ અંગે મહત્વની બેઠક યોજશે

કર્નાટકના મુખ્યપ્રધાન બી.એસ. યેદુયુરપ્પાની અધ્યક્ષતામાં આજે મેકેદટુ પ્રોજેક્ટ અંગે મહત્વની બેઠક યોજાશે. આ 9,000 કરોડના જળાશયનો પ્રોજેક્ટ કર્ણાટકના રામનગર જિલ્લાના ઓંટિગોન્ડલુ ખાતે કાવેરી નદી અને તેની સહાયક અર્કાવથીના સંગમ સ્થળે આવેલા એકગોન્ડા ખાડામાં બાંધવાનો પ્રસ્તાવ છે.