- મુખ્યપ્રધાન વિજય રૂપાણી આજે ડાયમંડ બુર્સની મુલાકાત લેશે
મુખ્યપ્રધાન વિજય રૂપાણી આજે બપોરે 2:00 વાગ્યે ખજોદ સ્થિત ડાયમંડ બુર્સની મુલાકાત લેશે. ત્યારબાદ 2.45 વાગ્યે સંજીવકુમાર ઓડીટોરિયમ ખાતે સુરત મહાનગરપાલિકાના વિવિધ વિકાસકામોના ખાતમુહુર્ત અને લોકાર્પણના કાર્યક્રમ બાદ નવનિર્મિત પાલ-ઉમરા બ્રિજનું લોકાર્પણ કરશે. સાંજે 4:00 વાગ્યે વીર નર્મદ યુનિવર્સિટીના કન્વેન્શન હોલમાં પૂર્વ કેબિનેટ પ્રધાન નરોત્તમભાઈ પટેલ લિખિત પુસ્તક 'અંતરના ઝરૂખેથી'નું વિમોચન કરશે.
- જગન્નાથ રથયાત્રા નિમિત્તેસંધ્યા આરતી
જગન્નાથ મંદિર રથયાત્રા નિમિત્તે સાંજે 6.30 વાગ્યે સીએમ વિજય રૂપાણી અને ડેપ્યુટી CM નીતિન પટેલ સંધ્યા આરતી કરશે.
- જમ્મુ તાવીથી કાથગોદામ ફરી ગરીબ રથ એક્સપ્રેસનું સંચાલન શરૂ
કોરોના સમયગાળા દરમિયાન લગભગ દોઢ વર્ષ બાદ ફરી ગરીબ રથ એક્સપ્રેસનું સંચાલન શરૂ થવા જઈ રહ્યુ છે. ગરીબ રથ 11 જુલાઈને રવિવારે બપોરે 11:20 કલાકે જમ્મુ તાવીથી નીકળશે અને 12 જુલાઈના રોજ બપોરે 1: 35 વાગ્યે કાથગોદામ પહોંચશે.
- યોગી સરકાર દ્વારા વિશ્વ વસ્તી દિવસ પર નવી નીતિ લાગું
યોગી સરકાર 11 મી જુલાઇ એટલે કે, વિશ્વ વસ્તી દિવસ પર નવી વસ્તી નીતિ નક્કી કરશે. યુપી રાજ્ય કાયદા પંચે એક વસ્તી નીતિનો ડ્રાફ્ટ તૈયાર કર્યો છે, જેમાં બે બાળકો અને તેથી વધુ બાળકો માટેના ગુણદોષ નક્કી કરવામાં આવ્યા છે. ડ્રાફ્ટ પ્રમાણે, જો બે કરતા વધારે બાળકો હોય અને સરકારી નોકરી નહીં મળે તો ચૂંટણી લડવાની પર પ્રતિબંધ રહેશે.
- મુખ્યપ્રધાન શિવરાજસિંહ ચૌહાણ ઉજ્જૈનની મુલાકાતે
મુખ્યપ્રધાન શિવરાજસિંહ ચૌહાણ 11 જુલાઈએ ઉજ્જૈનની મુલાકાતે આવશે. નિર્ધારિત સમયપત્રક મુજબ શિવરાજસિંહ ચૌહાણ ભોપાલથી 10.30 વાગ્યે હેલિકોપ્ટર મારફતે રવાના થશે અને 11.20 વાગ્યે ઉજ્જૈન પહોંચશે. અહીંના સ્થાનિક કાર્યક્રમોમાં ભાગ લઈને અને શિવરાજસિંહ ચૌહાણ બપોરે 2.20 વાગ્યે દ્વારા ઈંદોર જવા રવાના થશે.
- જેપી નડ્ડાની દહેરાદૂન મુલાકાતનો આજે અંતિમ દિવસ
જેપી નડ્ડાની દહેરાદૂન મુલાકાતનો આજે અંતિમ દિવસ છે. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. નડ્ડા 10 જુલાઈના રોજ બે દિવસીય મુલાકાતે ઉત્તરાખંડ ગયા હતા. તેમણે દહેરાદૂનમાં પાર્ટીના વિવિધ કાર્યક્રમોમાં ભાગ લીધો હતો.
- બી એસ એફ ડીજી અસ્થાનાની બે દિવસીય બંગાળ મુલાકાતે
બી એસ એફ ડીજી અસ્થાનાની બે દિવસીય બંગાળ મુલાકાતનો આજે અંતિમ દિવસ છે. ખરેખર અસ્થાના પણ આ મહિનાના અંતમાં નિવૃત્ત થવા જઇ રહ્યા છે. તે પહેલા તે ઉત્તર બંગાળના પ્રવાસ પર આવી ચૂક્યો છે. તે ઉત્તર બંગાળના જિલ્લાઓ બાંગ્લાદેશ સાથે લગભગ એક હજાર કિલોમીટરની આંતરરાષ્ટ્રીય સરહદ ધરાવે છે.
- થાવરચંદ ગેહલોત આજે કર્ણાટકના 19 માં રાજ્યપાલ તરીકે શપથ લેશે
થાવરચંદ ગેહલોત આજે કર્ણાટકના 19 માં રાજ્યપાલ તરીકે શપથ ગ્રહણ કરશે શપથ ગ્રહણ સમારોહ સવારે 10.30 કલાકે રાજભવનના ગ્લાસ હાઉસ ખાતે યોજાશે.
- હિમાચાલ પ્રદેશમાં ઓરેન્જ એલર્ટ
હવામાન વિભાગ દ્વારા 11 જીલાઇના રોજ ભારે વસાદની આગાહીને લઇને ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું
- આજે વિશ્વ વસ્તી દિવસ
11 જુલાઈ, 1989 ના રોજ, સંયુક્ત રાષ્ટ્રએ મહા સભામાં વિશ્વ વસ્તી દિવસની ઉજવણી કરવાનો નિર્ણય લીધો હતો. 11 જુલાઈ, 1987 સુધીમાં, વિશ્વની વસ્તીનો આંકડો 5 અબજને વટાવી ગયો છે, ત્યારે વિશ્વભરના લોકોને વધતી વસ્તીથી વાકેફ કરવા વૈશ્વિક સ્તરે તેને ઉજવવાનું નક્કી કરાયું હતું.