આજે બુધવારે સાંજે થશે મોદી સરકારનું વિસ્તરણ, શપથ ગ્રહણને લઈને તમામ તૈયારીઓ પૂરી

આજે બુધવારે કેન્દ્રિય મંત્રી મંડળનું વિસ્તરણ થવા જઈ રહ્યુ છે. હાલમાં વડાપ્રધાન મોદીના પ્રધાનમંડળમાં પ્રધાનોની સંખ્યા 53 છે. જેને વધારીને 81 કરી શકાય છે. આગામી વિધાનસભાની ચુંટણીને ધ્યાને રાખીને વિસ્તરણ થઈ શકે છે.
મુખ્યપ્રધાન વિજય રૂપાણીના અધ્યક્ષ સ્થાને યોજાશે કેબિનેટ બેઠક

મુખ્યપ્રધાન વિજય રૂપાણીના અધ્યક્ષ સ્થાને યોજાશે કેબિનેટ બેઠકમાં રાજ્યમાં રથયાત્રા બાબતે નિર્ણય લેવ, રસીકરણને ઝડપી બનાવવા અને સરકારી યોજનાઓના ઝડપી અમલીકરણ થાય તે બાબતે ચર્ચા કરવામાં આવશે.
મમતા દિવસ નિમિત્તે આજથી દર બુધવારે સરકારી રસીકરણ બંધ

ગુજરાતમાં પહેલાથી જ રસીકરણની ગતિ ધીમી છે. તેવામાં ફરી ડોઝ ખુટી પડ્યા છે. ત્યારે સરકારે મમતા દિવસ નિમિત્તે આજથી 7 જુલાઈથી દર સપ્તાહમાં બુધવારે સરકારી કેન્દ્રો પર રસીકરણ બંધ કરવાનો નિર્ણય કર્યો છે. આરોગ્ય સેવામાં એક દાયકાથી પ્રત્યેક બુધવારને માતા અને બાળકો માટે દિવસ તરીકે અનામત રખાય છે.
મધ્યપ્રદેશના મુખ્યપ્રધાન શિવરાજ સિંહ ચૌહાણ આજે જબલપુરની મુલાકાતે

મધ્યપ્રદેશના મુખ્યપ્રધાન શિવરાજ સિંહ ચૌહાણ આજે જબલપુરમાં એન્જિનિયરિંગના વિદ્યાર્થીઓ સાથે વાતચીત કરશે. તેમજ મેડિકલ વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવશે.
મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યપ્રધાન દિગ્વિજય સિંહ આજે સિંહોરની મૂલાકાતે

મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યપ્રધાન દિગ્વિજય સિંહ આજે સિંહોરની મૂલાકાત લેશે. આ દરમિયાન દિગ્વિજય જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા આયોજિત શ્રદ્ધાંજલિ કાર્યક્રમમાં હાજરી આપશે અને કોરોના સમયગાળા દરમિયાન મૃત્યુ પામેલા કામદારોને શ્રદ્ધાંજલિ આપશે. તે પછી દિગ્વિજય ભોપાલ જવા રવાના થશે.
સાધ્વી પ્રજ્ઞા ઠાકુર આજે બપોરે 2 અનાથ દિકરીઓના કરાવશે લગ્ન

ભોપાલના સાંસદ સાધ્વી પ્રજ્ઞા ઠાકુર આજે બપોરે 2 અનાથ દિકરીઓના કરાવશે લગ્ન કરાવશે. આ કાર્યક્રમ સાંસદના નિવાસસ્થાને જ યોજાશે.
આસામમાં આજથી 7 જિલ્લામાં સંપૂર્ણ લોકડાઉન

કોરોના સંક્રમણને અટકાવવા આસામના 7 જિલ્લામાં સંપૂર્ણ લોકડાઉન જાહેર કરવામાં આવ્યુ છે. નવા આદેશ મુજબ ગોલપાડા, ગોલાધાટ, જોરહાટ, લખીમપુર, સોનિતપુર, બિસ્વવાથ અને મોરીગાંવમાં આજે બુધવારથી લોકડાઉન લાગુ.
દિલ્હીમાં આજે જોરદાર પવન ફૂંકાશે, વરસાદની શક્યતા ઓછી

રાજધાની દિલ્હીમાં આજે જોરદાર પવન ફૂંકાશે, તેમજ વરસાદની શક્યતા ઓછી છે.
યુરો 2020: આજે બીજી સેમિફાઇનલ મેચ રમાશે

યુરો કપમાં આજે બુધવારે બીજો સેમિફાઇનલ રમાશે. England vs Denmark વચ્ચેની મેચ ખૂબ જ રસપ્રદ રહેશે તેવી અપેક્ષા છે. ઇટાલીએ પ્રથમ સેમિફાઇનલમાં સ્પેનને હરાવીને ફાઈનલમાં પહોંચ્યું હતું.
ભારતના પૂર્વ કેપ્ટન એમ.એસ. ધોનીનો આજે જન્મદિવસ

ભારતના પૂર્વ કેપ્ટન એમ.એસ. ધોનીનો આજે જન્મદિવસ છે. ભારતના પૂર્વ કેપ્ટન એમ.એસ. ધોની બુધવારે 40 વર્ષના થયા અને દેશના તમામ ભાગોમાંથી તેમના ચાહકો સોશિયલ મીડિયા પર શુભેચ્છાઓ આપી રહ્યા છે. ભારતીય ક્રિકેટ બોર્ડએ ટ્વિટર પર મહેન્દ્ર સિંહ ધોનીને જન્મદિવસની શુભેચ્છા પાઠવી છે.