આજે IRCTC દ્વારા પ્રેસ કોન્ફરન્સ યોજાશે

IRCTC દ્વારા આજે પ્રેસ કોન્ફરન્સનું આયોજન 3.30 વાગ્યે કરવામાં આવ્યું છે. આ પ્રેસ કોન્ફરન્સમાં ધાર્મિક સ્થળોની ટ્રેન, ભારત દર્શન, કેવડિયા અને તેજશ એક્સપ્રેસ શરૂ કરવાની જાહેરાત થઇ શકે છે.
આજે કોંગ્રેસી ધારાસભ્ય અનંત પટેલની આગેવાનીમાં પ્રતીક ધરણા યોજાશે

નવસારીના ચીખલી તાલુકાના રાનકુવા તેમજ આજુબાજુના ગામના 70 ખેડૂતો સાથે સૂર્ય શક્તિ કિસાન યોજના (સ્કાય) હેઠળ છેતરપિંડી કરવામાં આવી હોવાના આક્ષેપો સાથે કોંગ્રેસી ધારાસભ્ય અનંત પટેલની આગેવાનીમાં આજે કોંગ્રેસ રાનકુવા સ્થિત 66 કેવી સામે સવારે 11થી બપોરે 2 વાગ્યા સુધી પ્રતીક ધરણા યોજશે
આજે ડોક્ટર્સ ડે નિમિત્તે કોરોનાકાળમાં ફરજ બજાવતી મહિલાઓનું કરાશે સન્માન

આજે ડોક્ટર્સ ડે નિમિત્તે મોરબી શહેર મહિલા મોરચા દ્વારા કોરોના કાળમાં અલગ-અલગ કોવિડ સેન્ટર અને સિવિલ હોસ્પિટલમાં ફરજ બજાવતી મહિલાઓનું સન્માન કરવામાં આવશે. જેમાં 40થી વધુ મહિલા ડોક્ટર અને નર્સનું સન્માન કરવામાં આવશે.
આજે આમ આદમી પાર્ટીની બેઠક જોશીપુરા ખાતે યોજાશે

આજે 1-7-2021એ સાંજે 6 વાગ્યે કૈલાશ ફાર્મ ખલીલપુર રોડ, જોશીપુરા ખાતે આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ ગોપાલભાઈ ઈટાલિયા, ઈશુંદાનભાઈ ગઢવી મહેશભાઈ સવાણી, પ્રવિણભાઇ રામની ઉપસ્થિતીમાં કાર્યકર્તા બેઠક યોજાશે.
આજે 1લી જુલાઇ ડોક્ટર ડે પર મૃતક ડોક્ટરના નામની પ્લેટ સાથે વૃક્ષ વવાશે

પહેલી જુલાઈ ડૉકટર ડે છે, અમદાવાદ મેડિકલ એસોસિએશિનમાં સવારે 8.30 વાગ્યે કોવિડ-19માં ડયૂટી બજાવતા અવસાન થયેલા ડૉકટરો માટે શ્રદ્ધાંજલિ પાઠવીને દરેક મૃતકના ડૉકટરના નામની પ્લેટ સાથે વૃક્ષ વાવવામાં આવશે.
આજે પટિયાલા હાઉસ કોર્ટ શબીર શાહની જામીન અરજી પર સુનવણી

આજે 1લી જુલાઇએ પટિયાલા હાઉસ કોર્ટ આતંકી ભંડોળના કેસમાં જેલમાં બંધ શબીર શાહની જામીન અરજી પર સુનાવણી કરી શકે છે.
આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દેશના તબીબી જગતના લોકોને સંબોધીત કરશે

વડા પ્રધાન નરેન્દ્ર મોદી રાષ્ટ્રીય ડૉક્ટર દિવસ નિમિત્તે દેશના તબીબી જગતના લોકોને સંબોધીત કરશે. આ કાર્યક્રમ ભારતીય મેડિકલ એસોસિએશન દ્વારા યોજવામાં આવ્યો છે.રાષ્ટ્રીય ડૉક્ટર દિવસ દર વર્ષે 1 જુલાઈએ દેશભરમાં ઉજવવામાં આવે છે. આ દિવસ દેશના મહાન તબીબ અને પશ્ચિમ બંગાળના બીજા મુખ્યપ્રધાન ડૉ. બિધાનચંદ્ર રોયનો જન્મદિવસ અને પુણ્યતિથિ છે. તેમની યાદમાં આ દિવસની ઉજવણી કરવામાં આવે છે.
આજે 1 જુલાઈથી સ્થાનાંતરણ શક્ય બનશે

મુખ્યપ્રધાન શિવરાજ સિંહ ચૌહાણે મંત્રીમંડળની બેઠકમાં ટ્રાન્સફરથી પ્રતિબંધ હટાવવાનો નિર્ણય લીધો હતો. મુખ્યપ્રધાને બદલીમાં વહીવટી અને માનવતાવાદી આધારો પર સાવચેતી રાખવાની સૂચના પણ આપી હતી.
આજે ડોકટર્સ ડે પર સન્માન કાર્યક્રમ યોજાશે

આજે ડોકટર્સ ડે પર સન્માન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં મુખ્યપ્રધાન શિવરાજ અને વિશ્વાસ સારંગ ડોકટરોનું સન્માન કરશે. સવારે 11 કલાકે મિન્ટો હોલમાં કાર્યક્રમ યોજાશે.
આજથી રસીકરણ અભિયાન ફરી શરૂ થશે

રસીકરણ અભિયાન 1થી 3 જુલાઇ દરમિયાન ફરી ચાલશે, અભિયાનની સફળતાથી ઉત્સાહિત મુખ્યપ્રધાન શિવરાજ સિંહ ચૌહાણે ફરીથી 1થી 3 જુલાઇ દરમિયાન રસીકરણ અભિયાન ચલાવવાની જાહેરાત કરી છે.