- હાઇકોર્ટ કોરોના સૂઓ મોટો ઉપર સુનવણી
આજે મંગળવારે ગુજરાત હાઇકોર્ટ કોરોના સૂઓ મોટો ઉપર સુનવણી કરશે. આ સુનવણીમાં રાજ્ય સરકાર પોતાનું સૌગન્ધનામુ રજૂ કરશે.
- હાઇકોર્ટમાં ભરૂચમાં હોસ્પિટલ આગ મામલે પણ સુનવણી
આજે મંગળવારે ગુજરાત હાઇકોર્ટમાં ભરૂચમાં હોસ્પિટલ આગ મામલે પણ સુનવણી થશે.
- અમદાવાદમાં ડ્રાઈવ થ્રુથી વેક્સિનેશન
અમદાવાદમાં નિકોલના ડી-માર્ટની સામે આવેલા ખુલ્લા પ્લોટમાં આજે ડ્રાઈવ થ્રુથી વેક્સિનેશન યોજાશે.
- અમદાવાદમાં ગરમીનો પારો ઉંચો રહેવાની શક્યતા
આજે અમદાવાદમાં ગરમીનો પારો ઉંચો રહેવાની શક્યતા છે. ગરમી 41થી 43 ડિગ્રી વચ્ચે ગરમી શકે છે. તેવી આગાહી હવામાન વિભાગે કરી છે.
- મુખ્યપ્રધાન ભુપેશ બઘેલ આજે સાંસદો અને ધારાસભ્યો સાથે બેઠક
છત્તીસગઢના મુખ્યપ્રધાન ભુપેશ બઘેલ આજે મંગળવારે કોરોનાના સંદર્ભે સાંસદો અને ધારાસભ્યો સાથે બેઠક કરશે.
- ઝારખંડના મુખ્યપ્રધાન વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા સાંસદો તથા ધારાસભ્યો સાથે કોરોનાની સ્થિતિ અંગે બેઠક
ઝારખંડના મુખ્યપ્રધાન હેમંત સોરેન આજે સવારે 11:30 વાગ્યે ઉત્તર છોટાનાગપુર વિભાગ અને દક્ષિણ છોટાનાગપુર વિભાગ અને કોલ્હન વિભાગના તમામ સાંસદો તથા ધારાસભ્યો સાથે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા કોરોનાની સ્થિતિ અંગે બેઠક કરશે.
- રાજસ્થાનના મુખ્યુપ્રધાન અશોક ગેહલોત વિપક્ષના નેતાઓ સાથે વાટાઘાટો કરશે
રાજસ્થાનના મુખ્યુપ્રધાન અશોક ગેહલોત આજે મંગળવારે રાજસ્થાનમાં વધી રહેલા કોરોના સંક્રમણ અંગે વિપક્ષના નેતાઓ સાથે વાટાઘાટો કરશે. આ સમય દરમિયાન કોરોનાના સંક્રમણને રોકવા માટે સૂચનો પણ આપવામાં આવશે.
- રાજનાથ સિંહ લખનૌની મુલાકાત
સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ આજે લખનૌની મુલાકાતે કરશે. તથા ત્યાં કોવિડ હોસ્પિટલોનું નિરીક્ષણ પણ કરશે.
- ગોવામાં કોરોનાના મેનેજમેન્ટને લઇને બોમ્બે હાઇકોર્ટની ડિવિઝન બેંચમાં સુનાવણી
ગોવામાં કોરોનાના મેનેજમેન્ટને લઇને દાખલ કરેલી અરજી પર આજે બોમ્બે હાઇકોર્ટની ડિવિઝન બેંચમાં સુનાવણી કરશે.
- USમાં ફાઇજર-બાયોટેક વેક્સિનને સગીર વયના લોકો પર ઇમરજન્સી ઉપયોગની મંજૂરી
USમાં આજથી ફાઇજર-બાયોટેક કોરોનાની વેક્સિનને સગીર વયના લોકો પર ઇમરજન્સી ઉપયોગ માટે મંજૂરી મળી છે.