આજે કોર કમિટી અને ટાસ્ક ફોર્સ વચ્ચે મહત્વની બેઠક યોજાશે
ગુજરાતના ગામડાઓને કોરોનાથી સુરક્ષિત કરવા અને ત્રીજી લહેર સામે લડવા આજે કોર કમિટી અને ટાસ્ક ફોર્સ વચ્ચે મહત્વની બેઠક યોજાશે. જેમાં ત્રીજી લહેરના આગોતરા આયોજન મુદ્દે પણ બેઠકમાં ચર્ચા કરાશે. ગામડાઓમાં ટેસ્ટિંગ, ટ્રેસિંગ,અને ટ્રેકિંગ વધારવાની સમીક્ષા થશે.
આજે અમદાવાદમાં ડ્રાઇવ ઇન સિનેમા ખાતે ડ્રાઇવ થ્રુ વેક્સિનેશન શરૂ
દેશભરમાં કોરોનાના સતત કેસ વધતા જાય છે. ત્યારે કોરોના સામે લડવા માટે વેક્સિનેશન કાર્યક્રમનું આયોજન કરાયું છે. અમદાવાદના ડ્રાઇવ ઇન સિનેમા ખાતે ડ્રાઇવ થ્રુ વેક્સિનેશન શરૂ થશે, 45 વર્ષથી ઉપરની વયના લોકોને ઓનલાઈન રજિસ્ટ્રેશન કરી વેક્સિન અપાશે.
આજે પ્રદેશ મહિલા મોરચાના પ્રમુખ રેશ્મા પટેલ જૂનાગઢમાં ઉપવાસ પર ઉતરશે
જિલ્લાની સિવીલ હોસ્પિટલ, પીએચસી, સીએચસી તેમજ કોવિડ કેર સેન્ટરમાં કોરોના દર્દી માટે યોગ્ય સારવારની સુવિધા ઉભી કરવા માંગ કરાઇ હતી. રાજ્ય સરકારની નબળી નીતિઓ અને કોરોના દર્દીઓની દુર્દશાને લઇને આજે પ્રદેશ મહિલા મોરચાના પ્રમુખ રેશ્મા પટેલ જૂનાગઢમાં કોરોના બોર્ડ સમક્ષ ઉપવાસ પર ઉતરશે.
આજે મ્યુકોરમાઇકોસિસના દર્દીઓ માટે જામનગરમાં સેન્ટર ખોલાશે
રાજ્યમાં કોરોનાના કારણે અનેક લોકોના જીવ ગયા છે. સાથે હવે કોરોનાની બીજી લહેરમાં મ્યુકોરમાઇકોસિસના નવા કેસો પણ સામે આવી રહ્યાં છે. મ્યુકોરમાઇકોસિસના દર્દીઓની સંખ્યામાં વધારો થતાં જામનગરની મેન્ટલ હોસ્પિટલમાં આજે સેન્ટર ખોલવામાં આવશે.
આજે મુખ્યપ્રધાન શિવરાજસિંહ ચૌહાણની સમીક્ષા બેઠક યોજાશે
સમગ્ર દેશમાં કોરોનાએ હાહાકાર મચાવ્યો છે,ત્યારે દેશભરમાં કોરોનાના સંક્રમણને રોકવા માટેના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. ત્યારે આજે મુખ્યપ્રધાન શિવરાજસિંહ ચૌહાણે પણ કોરોના અંગે સમીક્ષા બેઠક યોજી છે.
આજે મુખ્યપ્રધાન જયરામ ઠાકુર વીડિયો કોન્ફરન્સ દ્વારા કરફ્યૂ અંગે અધિકારીઓ સાથે કરશે ચર્ચા
મુખ્યપ્રધાન જયરામ ઠાકુર સોમવારે વીડિયો કોન્ફરન્સ દ્વારા અધિકારીઓ સાથે વાત કરશે. મુખ્યપ્રધાન અધિકારીઓ સાથે રાજ્યમાં લાદવામાં આવેલા કોરોના કરફ્યૂ વિશે ચર્ચા કરી શકે છે.
આજે ઝારખંડના મુખ્યપ્રધાન હેમંત સોરેન વીડિયો કોન્ફરન્સ દ્વારા બેઠક કરશે
10 મેના રોજ ઝારખંડના મુખ્યપ્રધાન હેમંત સોરેન વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા બેઠક કરશે. ઝારખંડના મુખ્યપ્રધાન હેમંત સોરેન સંધાલ પરગણા અને પલામુ વિભાગના તમામ સાંસદો અને ધારાસભ્યો સાથે બેઠક કરશે.
આજે મધ્યપ્રદેશ અને ઉત્તરપ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલ રાજભવન ભોપાલ જશે
મધ્યપ્રદેશ અને ઉત્તરપ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલ સોમવારે 10 મેના રોજ ભોપાલ પહોંચશે. આનંદીબેન પટેલ સવારે હવાઇ માર્ગે લખનૌથી રવાના થશે અને સવારે 11.30 વાગ્યે રાજભવન ભોપાલ પહોંચશે. જિલ્લાના કલેક્ટરો સાથે કરી શકે છે વર્ચ્યુઅલ મીટિંગ્સ.
આજે મુખ્યપ્રધાન પદના હિમંત બિસ્વ સરમા શપથ લેશે
હિમંત બિસ્વ સરમા 10મે સોમવારે આસામના મુખ્યપ્રધાન પદના શપથ લેશે. સોમવારે શ્રીમંત સંકરદેવ કલાક્ષેત્રમાં યોજાનારા કાર્યક્રમમાં નવા મુખ્યપ્રધાન શપથ લેશે. આસામના નિવર્તમાન મુખ્યપ્રધાન સર્વાનંદ સોનોવાલે રાજીનામું આપી દીધું છે. ત્યારે મુખ્યપ્રધાન પદે હિમંત બિસ્વ શપથ લેશે.
આજે મમતા બેનર્જી નબન્ના ખાતે બેઠક યોજશે
સોમવારે 10 મેએ સવારે 10.45 કલાકે મમતા બેનર્જીના મંત્રીઓ શપથ લેવાના છે. શપથ ગ્રહણ સમારોહમાં 24 કેબિનેટ પ્રધાન, 10 સ્વતંત્ર પ્રભાર રાજ્ય પ્રધાન અને 9 રાજ્યપ્રધાન પદ અને ગોપનીયતાના શપથ લેશે. ત્યારબાદ મમતા બેનર્જી નવા બનેલા કેબિનેટના સભ્યો સાથે નબન્ના ખાતે બેઠક યોજશે.