- વડાપધાન મોદી આજે 11 વાગ્યે મન કી બાત કરશે
વડાપ્રધાન નરેન્દ્ર મોદી રવિવાર, 25 એપ્રિલના રોજ તેમના માસિક રેડિયો કાર્યક્રમ 'મન કી બાત' દ્વારા રાષ્ટ્રને સંબોધન કરશે. મન કી બાત કાર્યક્રમની આ 76 મી આવૃત્તિ હશે. વડાપ્રધાન મોદીએ તેમના કાર્યક્રમ માટે લોકો પાસેથી તેમના મંતવ્યો અને સૂચનો માંગ્યા હતા.
- ભોપાલમાં રેલવેમાં બનાવાયો આઈસોલેશન કોવિડ કેર કોચ
મધ્યપ્રદેશના ભોપાલમાં રેલવેમાં બનાવાયો આઈસોલેશન કોવિડ કેર કોચ, 25 એપ્રિલથી દર્દીઓ માટે ખૂલ્લો મૂકાશે.
- મધ્યપ્રદેશમાં 25 એપ્રિલથી શરૂ થશે "યોગ સે નિરોગ" કાર્યક્રમ
મધ્યપ્રદેશમાં આજે રવિવારથી શરૂ થશે "યોગ સે નિરોગ" કાર્યક્રમ. આસન, યોગ, ધ્યાન જેવી પ્રવૃત્તિઓનું નાગરિકોને પ્રશિક્ષણ અપાશે.
- વિશ્વ મેલેરીયા દિવસ
આજે 25 એપ્રિલે વિશ્વ મેલેરીયા દિવસ છે. 2027 સુધીમાં દેશને મેલેરિયા મુક્ત થવાનું લક્ષ્યાંક આપવામાં આવ્યું છે. તેનો હેતુ લોકોને મેલેરિયા રોગ વિશે જાગૃત કરવાનો છે. તેની શરૂઆત વર્ષ 2007માં કરવામાં આવી હતી.
- આજે રવિવારે ઉત્તરાખંડમાં સંપૂર્ણ કરર્ફ્યૂ
આજે રવિવારે ઉત્તરાખંડમાં સંપૂર્ણ કરર્ફ્યૂ જાહેર કરવામાં આવ્યો.
- મુખ્યપ્રધાન શિવરાજસિંહ ચૌહાણની આજે રવિવારે કોરોના સમીક્ષા બેઠક યોજાશે
ભોપાલમાં મુખ્યપ્રધાન શિવરાજસિંહ ચૌહાણની આજે રવિવારે કોરોના સમીક્ષા બેઠક યોજાશે.
- કેરળમાં આજથી બે દિવસનું લોકડાઉન
કેરળમાં આજે રવિવારથી બે દિવસનું લોકડાઉન જાહેર કરાયું. કોરોનાની મહામારી જોતા આ નિર્ણય લેવામાં આવ્યો હતો.
- ઉત્તરાખંડના કેટલાંક જિલ્લાની દેવોની પાલખીઓ આજે કુંભ સ્નાન માટે પહોંચશે
ઉત્તરાખંડના કેટલાંક જિલ્લાની દેવોની પાલખીઓ આજે રવિવારે કુંભ સ્નાન માટે પહોંચશે. આ પાલખીઓ સવારે સાડા છ વાગ્યાથી હરકી પૈડી ખાતે સ્નાન લેશે.
- આજે IPL- 2021ની બે મેચ યોજાશે, બેંગ્લોર vs ચેન્નાઈ અને હૈદરાબાદ vs દિલ્હી
આજે રવિવારે IPL- 2021ની બે મેચ યોજાશે. 3:30 વાગ્યે ચેન્નાઈ અને બેંગ્લોર વચ્ચે જામશે જંગ, 7:30 વાગ્યે હૈદરાબાદ અને દિલ્હી મેદાને ઉતરશે.
- આજે અરિજિત સિંહનો જન્મદિવસ
બોલિવૂડના જાણીતા સિંગર અરિજિત સિંહ આજે તેનો જન્મદિવસ ઉજવી રહ્યા છે. સંગીતની દુનિયામાં અરિજિત સિંહ એક મોટું તેમજ પ્રિય નામ છે. અરિજિતનો જન્મ 25 એપ્રિલ 1987ના રોજ પશ્ચિમ બંગાળના મુર્શિદાબાદમાં થયો હતો. અરિજિતને નાનપણથી જ ગાયનમાં રસ હતો.