- 'ગુજરાત ધર્મ સ્વતંત્રતા સુધારણા બિલ' (લવ જેહાદ) ગુજરાત વિધાનસભામાં રજૂ કરવામાં આવશે
મુખ્યપ્રધાન વિજય રૂપાણીની આગેવાની હેઠળની ગુજરાત સરકારે લગ્ન દ્વારા બળજબરીથી ધાર્મિક ધર્માંતરણ સામે વધુ કડક સજા લાવવા ગુજરાત ધર્મ સ્વતંત્રતા સુધારણા બિલ 2003ની સુધારા માટે વિધાનસભામાં રજૂ કરવામાં આવશે.
- ગિરનારના જૂના અખાડાના મંડલેશ્વર સ્વામી ભારતી મહારાજનો 93મો જન્મદિન
ગિરનારના જૂના અખાડાના વરિષ્ઠ મંડલેશ્વર સ્વામી ભારતી મહારાજનો પહેલી એપ્રિલના રોજ 93મો જન્મદિન, જેને લઇને અમદાવાદના સરખેજમાં આવેક તેમના આશ્રમ ખાતે સાધુ-સંતો માટે ભંડારાનું આયોજન કરાયું
- મધ્યપ્રદેશના મુખ્યપ્રધાન શિવરાજસિંહ ચૌહાણ આજે ગુજરાતમાં દાંડીયાત્રામાં જોડાશે
મધ્યપ્રદેશના મુખ્યપ્રધાન શિવરાજસિંહ ચૌહાણ આજે 1 એપ્રિલના રોજ આઝાદીના 75 વર્ષ પૂરા થવા પ્રસંગે કાઢવામાં આવેલી દાંડીયાત્રામાં ભાગ લેશે. ગુરૂવારે સવારે 7.15 થી 9.30 કલાક દરમિયાન GMB રો રો ફેરી જેટી ખાતે નર્મદા સંગમ દર્શન-પૂજન વિધિમાં ભાગ લેશે. ત્યારબાદ, બપોરે 10.45થી 12.45 ભરૂચના મનન આશ્રમની મુલાકાત લેશે.
- આઇશા આત્મહત્યા કેસની આજે ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી
અમદાવાદમાં એક પરિણીત યુવતીએ સાબરમતી નદીમાં ઝંપલાવી મોત વ્હાલું કર્યું હતું. તેમણે આત્મહત્યા કરતા પહેલા એક વીડિયો બનાવ્યો હતો. જેમાં તે પોતાના શબ્દોથી હસતા મોઢે દુઃખ વ્યક્ત કરતી જોવા મળે છે. આ કેસમાં તેમના પતિ સામે ગુનો નોંધવામાં આવ્યો હતો. તેને લઈને આજે ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી કરવામાં આવશે.
- કોરોના રસીકરણનો આજથી ત્રીજા તબક્કો શરૂ, 45 વર્ષથી ઉપરના દરેકને પ્રથમ ડોઝ મળશે
40 કરોડ લોકોને રસી આપવાનું લક્ષ્ય છે, 45 થી 59 વર્ષની વય જૂથમાં રસી આપવા માટે કોઈપણ પ્રકારનું તબીબી પ્રમાણપત્ર બતાવવું પડશે નહીં.
- બંગાળ અને આસામમાં કડક સુરક્ષા વચ્ચે આજે બીજા તબક્કાનું મતદાન
પશ્ચિમ બંગાળ અને આસામમાં ચુસ્ત સુરક્ષા અને કોવિડ પ્રોટોકોલ વચ્ચે વિધાનસભાની ચૂંટણીના બીજા તબક્કાનું આજે ગુરુવારે કુલ 69 બેઠકો પર મતદાન થશે. બંગાળની 30 બેઠકો પર 171 ઉમેદવારોનું ભાવિ દાવ પર છે. તે જ સમયે, આસામની 39 બેઠકો પર 345 ઉમેદવારોનું ભાવિ EVMમાં બંધ થશે.
- પોંડિચેરીમાં અમિત શાહ રોડ શોમાં ભાગ લેશે
અમિત શાહ ગુરૂવારે સવારે 9:30 વાગ્યે પુડુચેરીના એરપોર્ટ પર પહોંચશે. ત્યારબાદ, કરુવાદિકપ્પમ સ્થિત સીતાનંદ સ્વામીગલના મંદિરે જવા રવાના થશે અને પ્રચાર માટે આગળ વધશે. ભાજપ પક્ષના પદાધિકારીઓએ બુધવારે ન્યૂઝ એજન્સી પ્રેસ ટ્રસ્ટ ઑફ ઈન્ડિયાને જણાવ્યું હતું.
- દિલ્હી-મેરઠ એક્સપ્રેસ-વે આજથી શરૂ થશે
દિલ્હી-મેરઠ એક્સપ્રેસ-વે 1 એપ્રિલથી વાહનો માટે ખુલ્લો મુકાશે. કેટલાક દિવસની રાહ બાદ તેનું વિધિવત ઉદ્ઘાટન કરવામાં આવશે. એવું કહેવામાં આવ્યું હતું કે ,એક્સપ્રેસ-વે શરૂ થયા પછી દિલ્હીથી મેરઠનું અંતર 70 મિનિટમાં કાપી શકાશે.
- હરિદ્વારમાં આજથી મહાકુંભ 2021 મેળાનો સત્તાવાર પ્રરંભ થશે
મહાકુંભ 2021 આજથી હરિદ્વારમાં સત્તાવાર રીતે શરૂ થઈ રહ્યો છે. કુંભ મેળામાં ભાગ લેવા 72 કલાકની અંદર કોવિડ RT-PCR ટેસ્ટ કરાવવો જરૂરી છે. આ સાથે રસીકરણનું પ્રમાણપત્ર પણ જરૂરી છે.
- IPL પ્રેક્ટિસ માટે ક્રિકેટર વિરાટ કોહલી આજે ચેન્નઈની મુલાકાતે આવશે
વિરાટ કોહલી આગામી ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2021ની આજે 1 એપ્રિલે પ્રેક્ટિસ માટે રોયલ ચેલેન્જર્સ બેંગલોર (RCB) દ્વારા ચેન્નઈની મુલાકાતે આવશે.