નાણાપ્રધાન નિર્મલા સિતારમણ આજે ગુજરાતની મુલાકાતે

કેન્દ્રીય નાણાપ્રધાન નિર્મલા સિતારમણ આજે ગુજરાતની મુલાકાતે આવશે. જ્યાં તેઓ ધી ઈકોનોમી રીબાઉન્ડ એન્ડ ધી ઈન્ડિયન ઈકોનોમી ઈન 2021માં સંબોધન કરશે.
રાજ્યપાલ આચાર્ય દેવવ્રત આજથી બે દિવસ સુરત પ્રવાસે

ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત આજથી બે દિવસ માટે સુરતની મુલાકાતે આવશે. સુરતમાં રિંગરોડ ખાતે આવેલી ગ્લોબલ ટેક્ષટાઈલ માર્કેટની મુલાકાતે લેશે.
ભાજપ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ આજે જામનગરની મુલાકાતે

સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને દરેક પક્ષો પ્રચાર પ્રસારમાં લાગી ચૂક્યાં છે. ત્યારે ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ આજે જામનગર ખાતે પહોંચશે. જ્યાં તેઓ લાલપુરમાં જાહેર સભા સંબોધશે.
કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલ આજે જામનગરમાં

આગામી જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચૂંટણીઓને લઈને કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલ ગ્રામ્ય વિસ્તારમાં કોંગ્રેસનો પ્રચાર કરશે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે તમિલનાડુના પ્રવાસે

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે તમિલનાડુના પ્રવાસે આવશે. જ્યાં તેઓ પુડ્ડુચેરીમાં વિકાસનાં કામોનું ખાતમુર્હૂત કરશે. આ સાથે તમિલનાડુમાં જાહેર સભાનું સંબોધન પણ કરશે.
કેન્દ્રિય ગૃહપ્રધાન અમિત શાહ આજે આસામની મુલાકાતે

આસામમાં આવી રહેલી ચૂંટણીને લઈને પ્રચાર અર્થે કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ આજે આસામ પ્રવાસે છે. જ્યાં તેઓ ચૂંટણી પ્રચાર માટે જાહેર સભા સંબોધશે.
ઈંગ્લેન્ડ-ઈન્ડિયા વચ્ચેની ડે-નાઈટ ટેસ્ટનો આજે બીજો દિવસ

અમદાવાદમાં નવનિર્મિત વિશ્વના સૌથી મોટા નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચેની ટેસ્ટ મેચનો આજે બીજા દિવસ છે. પિંક બોલથી રમાઈ રહેલી આ મેચમાં આજે ક્રિકેટ પ્રેમીઓની ટીમ ઈન્ડિયાની બેટિંગ પર નજર રહેશે.
આજથી રાજકોટમાં જાહેર સ્થળોએ કોરોના ટેસ્ટિંગ કરાશે

રાજ્યમાં કોરોનાએ રિ-એન્ટ્રી કરતા લોકોમાં હાહાકાર મચી ગયો છે. રાજકોટમાં 50 જેટલા કેસ આવતા મહાનગર પાલિકા સતર્ક થઈ ગઈ છે અને આજથી જાહેર સ્થળોએ વધુ ટેસ્ટિંગ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
યોગીના ગઢ પૂર્વાંચલમાં આજે કિસાન મહાપંચાયત

ઉત્તરપ્રદેશના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથના ગઢ કહી શકાય એવા પૂર્વાંચલમાં આજે કિસાન મહાપંચાયતનું આયોજન કરવામાં આવ્યું છે. આ કિસાન મહાપંચાયતમાં ખેડૂત નેતા રાકેશ ટિકૈત સંબોધન કરશે.
એક્ટર, સિંગર અને પ્રોડ્યુસર ધનુષનો આજે જન્મદિવસ

સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીનાં પ્રખ્યાત એક્ટર, સિંગર અને પ્રોડ્યુસર ધનુષનો આજે જન્મદિવસ છે. સોશિયલ મિડીયાના માધ્યમથી ચાહકો શુભેચ્છાઓ પાઠવી રહ્યા છે.