- આજથી 2 માર્ચ સુધી ઈન્ડિયા ટોય ફેર 2021નો પ્રારંભ
India Toy Fair-2021ની વેબસાઇટ www.theindiatoyfair.inનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. આ વેબસાઇટ પર રમકડા ઉદ્યોગ સાથે સંકળાયેલા લોકો રજિસ્ટ્રેશન કરી શકે છે. જેની વર્ચુઅલી મુલાકાત લેવા લોકોએ પણ નોંધણી કરાવી છે.
- વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ઇન્ડિયા ટોય ફેરનો ઉદ્ધાટન કરશે
દેશમાં રમકડા નિર્માણને પ્રોત્સાહન આપવા માટે ‘આત્મનિર્ભર ભારત’ અને ‘વોકલ ફોર લોકલ’નું આહવાન કર્યું છે. જે હેઠળ આજથી 2 માર્ચ સુધી ઈન્ડિયા ટોય ફેર 2021નો પ્રારંભ શરૂ થઇ ગયો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ઇન્ડિયા ટોય ફેરનો ઉદ્ધાટન કરશે, વીડિયો કોન્ફરન્સના માધ્યમથી ઉદ્ઘાટન કરશે.
- ગોધરાકાંડને આજે થયા 19 વર્ષ
27 ફેબ્રુઆરી 2002ના રોજ ગુજરાતના ગોધરા સ્ટેશનથી રવાના થઇ રહેલી સાબરમતી એક્સપ્રેસમાં અમુક હિંસક ભીડે આગ લગાવી હતી. આ ઘટનામાં અયોધ્યાથા આવી રહેલા 59 લોકોના મોત થયા હતા. આજે આ ઘટનાને 19 વર્ષ થઇ ગયા છે.
- કર્ણાટકના મુખ્યપ્રધાન બી.એસ. યેદિયુરપ્પાનો આજે જન્મદિવસ
કર્ણાટકના મુખ્યપ્રધાન બી.એસ. યેદિયુરપ્પાનો આજે જન્મદિવસ છે.
- કોંગ્રેસના જી-23 ગુટની આજે જમ્મૂમાં બેઠક
કોંગ્રેસ પાર્ટીના કામકાજ અને નેતૃત્વ પર સવાલ ઉઠાવતા ગયા વર્ષે કોંગ્રેસના 23 નેતાઓએ કોંગ્રેસના અધ્યક્ષ સોનિયા ગાંધીને પત્ર લખ્યો હતો. ત્યારથી જ આ નેતાઓના સમૂહને જી 23 નામથી ઓળખવામાં આવે છે. કોંગ્રેસના જી-23 સમૂહની આજે જમ્મૂમાં બેઠક યોજાશે અને બેઠકનો મુદ્દો લોકતંત્રના બહાલીનો હશે.
- વિદેશી લોકો અબુજમદ પીસ મેરેથોનની ત્રીજી સીઝનમાં ભાગ લેશે
છત્તીસગઢમાં શનિવારે વિદેશી દેશોના લોકો અબુજમદ પીસ મેરેથોનની ત્રીજી સીઝનમાં ભાગ લેશે.
- જળ સંરક્ષણ જાગૃતિ અભિયાન તેમજ ભારતીય સંસ્કૃતિ અભિયાનના મુદ્દે પ્રેસ કોન્ફરન્સ
અમદાવાદમાં વલ્લભ યુથ ઓર્ગેનાઇઝેશન હંમેશા સમાદને મદદરુપ થવાના કાર્ય કરતા રહેતા હોય છે. ત્યારે અમદાવાદમાં જળ સંરક્ષણ જાગૃતિ અભિયાન તેમજ ભારતીય સંસ્કૃતિ અભિયાનના મુદ્દે પ્રેસ કોન્ફરન્સ યોજશે.
- સિન્ટ્રોન કારનું લોન્ચિંગ બપોરે 12 વાગે
અમદાવાદમાં સિન્ટ્રોન કારનું લોન્ચિંગ બપોરે 12 વાગે થશે.
- હરિયાણામાં બજેટ સત્રમાં વગર કોરોના ટેસ્ટે ધારાસભ્યોને મળશે પ્રવેશ
કોરોનામાં હરિયાણા વિધાનસભામાં બજેટ સત્ર શરુ થવાનું છે. ત્યારે બજેટ સત્રમાં વગર કોરોના ટેસ્ટ વગર ધારાસભ્યોને પ્રવેશ મળશે, માત્ર થર્મલ સ્ક્રનીંગ જ જરુરી રહેશે.
- કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધી આજે જશે વારાણસી
કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધી આજે જશે વારાણસી, રવિદાસ મંદિરમાં પૂજા કરશે.