1. CM તમામ સરપંચો સાથે કોરોના વેક્સિનની વિતરણ વ્યવસ્થા વિશે કરશે ચર્ચા
સમગ્ર દેશ સહિત રાજ્યમાં કોરોના વાઇરસનો કહેર યથાવત છે, ત્યારે મુખ્ય પ્રધાન રૂપાણી તમામ સરપંચો સાથે SATCOM ના માધ્યમથી કોવિડ વેક્સિન વિતરણની વ્યવસ્થા વિશે ચર્ચા કરશે.
2. CM અને કૃષિ પ્રધાન પરસોતમ રુપાલા કિસાન કાયદા અંગે લોકોને કરશે જાગૃત
છેલ્લા 15 દિવસથી દેશભરના ખેડૂતો કૃષિ કાયદા વિરૂદ્ધ આંદોલન કરી રહ્યા છે, ત્યારે મુખ્ય પ્રધાન નવસારીના ચીખલીમાં અને કેન્દ્રીય પ્રધાન પરસોતમ રુપાલા વિજાપુરના કિસાન સંમેલનમાં ઉપસ્થિત રહીને માર્ગદર્શન પુરૂં પાડશે.
3. સરદાર વલ્લભભાઇ પટેલ નેશનલ ટેકનોલોજી ઓફ ઇન્સ્ટિટ્યુટનો 18 મો પદવીદાન સમારોહ
આજે સરદાર વલ્લભભાઇ પટેલ નેશનલ ટેકનોલોજી ઓફ ઇન્સ્ટિટ્યુટનો 18 મો પદવીદાન સમારોહ યોજાશે. જેમાં કેન્દ્રીય શિક્ષણ પ્રધાન ડૉ. રમેશ પોખરિયાલ હાજર રહેશે.
4. વડા પ્રધાન મોદી આજે કૃષિ કાયદાને લઇ મધ્ય પ્રદેશના ખેડૂતો સાથે કરશે સંવાદ
કૃષિ કાયદા વિરૂદ્ધ ત્રણ અઠવાડિયાથી આંદોલન શરૂ છે, ત્યારે વડા પ્રધાન મોદી આજે મધ્ય પ્રદેશના ખેડૂતો સાથે સંવાદ કરશે. આ કાર્યક્રમમાં લગભગ બે હજાર પશુ અને મત્સ્ય પાલકોને કિસાન ક્રેડિટ કાર્ડ આપવામાં આવશે.
5. આજથી ચોથો મિલેટ્રી લિટરેચર ફેસ્ટિવલ થશે શરૂ
આજથી રાષ્ટ્રીય સ્તરના ચોથા મિલેટ્રી લિટરેચર ફેસ્ટિવલની શરૂઆત થશે. હરિયાણા, પંજાબ, હિમાચલ સહિત વિવિધ રાજ્યોના સેવા આપનારા અને ભૂતપૂર્વ જવાનો અને અધિકારીઓ સહિત સંરક્ષણ નિષ્ણાંતો આ મહોત્સવમાં ભાગ લેશે. આ સમારોહમાં, ચીન અને પાકિસ્તાનથી ચાલી રહેલા તણાવ, લદાખની પરિસ્થિતિથી લઈને હાલના માહોલમાં લશ્કરી નેતૃત્વ સુધીની ચર્ચા કરવામાં આવશે.
6. મધ્ય પ્રદેશમાં ધો. 10 અને ધો. 12 ની શાળાઓ ખુલશે
કોરોના વાઇરસના ભયને કારણે દેશભરમાં શાળા-કોલેજો હજૂ પણ બંધ છે, ત્યારે અમુક રાજ્યોમાં શાળાઓ ખુલવાની શરૂઆત થઇ ચૂકી છે. જેમાં મધ્ય પ્રદેશમાં આજથી ધો. 10 અને ધો. 12 ની શાળાઓ ખોલવામાં આવશે.
7. કરણ જોહરને NCB એ પાઠવ્યું સમન
બૉલિવૂડ ડિરેક્ટર કરણ જોહરની મુશ્કેલીમાં વધારો થયો છે. ડ્રગ્સ કેસ મામલે નારકોટિક્સ કન્ટ્રોલ બ્યુરોએ કરણ જોહરને સમન મોકલ્યું છે. મળતી માહિતી મુજબ NCB કરણ જોહર સાથે બૉલિવૂડમાં ફેલાયેલી ડ્રગ્સની જાળ વિશે મહત્વપૂર્ણ જાણકારી મેળવવા ઇચ્છે છે.
8. આજે ભારત vs. ઓસ્ટ્રેલિયા પ્રથમ પિંક બોલ ટેસ્ટ મેચ યોજાશે
આજે ભારત vs. ઓસ્ટ્રેલિયા પ્રથમ પિંક બોલ ટેસ્ટ મેચ યોજવામાં આવશે. સવારે 9.30 કલાકે રમવાશે આવશે.
9. પાકિસ્તાન ક્રિકેટ ટીમનો ન્યુઝીલેન્ડ પ્રવાસ
આજે પાકિસ્તાન ક્રિકેટ ટીમ ન્યુઝીલેન્ડનો પ્રવાસ કરશે. પ્રથમ ટી-20 મૅચ સવારે 11.30 કલાકે રમાશે.
10. અફઘાનિસ્થાન અને આયર્લેન્ડ વચ્ચે આજે મૅચ
આજે અફઘાનિસ્થાન અને આયર્લેન્ડ વચ્ચે પ્રથમ વન-ડે યોજાશે. આ મૅચ સવારે 11.30 કલાકે રમવામાં આવશે.