1) સૌરાષ્ટ્રમાં આજે સતત ચોથા દિવસે વરસાદની આગાહી
સૌરાષ્ટ્રમાં આજે સતત ચોથા દિવસે વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં સતત ચોથા દિવસે વરસાદની આગાહી, બે દિવસ પહેલાના વરસાદથી ખેડૂતોને લાખો રૂપિયાનું નુકસાન થયું છે. પાક નુકસાનનો રાજ્ય સરકાર સર્વે કરાવશે.
2) ભાજપ પ્રદેશ કાર્યાલય ખાતે ચિંતન બેઠક યોજાઇ
ગાંધીનગરમાં ભાજપના પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે ભાજપની બે દિવસીય ચિંતન બેઠક યોજાઇ હતી. જે રવિવારે બપોર સુધી ચાલશે.
3) કોવિડ વેક્સીન માટેના સર્વેનો આજે ચોથો દિવસ
ભારત કોરોના વાઇરસની રસી પર તેજીથી કામ કરી રહ્યો છે, ત્યારે કોવિડ વેક્સીન માટેના સર્વેનો આજે ચોથો દિવસ છે. રાજકોટ મનપા દ્વારા શહેરના વિવિધ વિસ્તારમાં સર્વેની કામગીરી હાથ ધરવામાં આવશે.
4) ગ્રેટર નોયડા ફિલ્મ સિટીની રૂપરેખા પર યોગી સરકાર સોમવારે નિર્ણય કરશે
ઉત્તર પ્રદેશમાં ફિલ્મ સિટીનું નિર્માણ થવા જઇ રહ્યું છે, ત્યારે ગ્રેટર નોયડા ફિલ્મ સિટીની રૂપરેખા પર યોગી સરકાર સોમવારે નિર્ણય કરશે.
5) કિસાન આંદોલનઃ 14 ડિસેમ્બરે ભૂખ હડતાળ કરશે યૂનિયન નેતા
કૃષિ કાયદા વિરૂદ્ધ ખેડૂતોના આંદોલનનો આજે 18મો દિવસ છે, ત્યારે કિસાન યૂનિયનના નેતાઓએ કહ્યું કે, જો સરકાર વાતચીત કરવા ઇચ્છે છે, તો અમે તૈયારી છીએ, પરંતુ અમે પહેલા ત્રણ નવા કૃષિ કાયદાને રદ કરવા પર ચર્ચા કરીશું. યૂનિયન નેતા 14 ડિસેમ્બરે ભૂખ હડતાળ પર ઉતરશે.
6) જમ્મુ કાશ્મીરઃ ડીડીસી ચૂંટણીમાં છઠ્ઠા ચરણનું મતદાન આજે
જિલ્લા વિકાસ પરિષદ (ડીડીસી) ચૂંટણીને આગળ વધારતા આજે ધમાસણ જોવા મળશે. આજે છઠ્ઠા ચરણનું મતદાન યોજાશે. જેમાં જમ્મુ કાશ્મીરની 31 બેઠકો પર મતદાન થશે. જેમાં જમ્મુ સંભાગની 17 અને કાશ્મીરની 14 બેઠકો પર મતદાન યોજાશે.
7) દિલ્હી-જયપુર હાઇવે પરથી કિસાનો રાજધાની તરફ કૂચ કરશે
નવા કૃષિ કાયદાને રદ કરવા સહિત અન્ય માગોને લઇને ખેડૂતો 17માં દિવસે પણ અડગ છે. જો કે, દિલ્હી જયપુર હાઇવેને જામ કરવાની પૂર્વ ઘોષિત યોજનામાં બદલાવ કરતા આ રવિવાર સુધી સ્થગિત કરવામાં આી છે. ખેડૂતોના નેતાઓએ આ નિર્ણયની રણનીતિ બતાવતા કહ્યું કે, સંયુક્ત કિસાન મોર્ચાના બેનર હેઠળ હવે ચોથો મોર્ચો પણ ખોલશે.
8) આજે દિલ્હી આવનારા તમામ રસ્તાઓને ખેડૂતો બંધ કરશે
ત્રણ નવા કૃષિ કાયદા વિરૂદ્ધ 17 દિવસથી પ્રદર્શન કરી રહેલા ખેડૂતોએ આજે (રવિવાર) સવારે દિલ્હી આવતા તમામ હાઇવે અને નાના-મોટા રસ્તાઓ જામ કરવાની તૈયારી કરી છે. મોડી રાત્રે હરિયાણા, ઉત્તર પ્રદેશ અને રાજસ્થાનના ખેડૂતોનો જથ્થો આ માટે નીકળ્યો છે. આ સાથે જ ખેડૂતોએ 14 ડિસેમ્બરે કુંડલી બોર્ડર પર હડતાળ માટે બેઠવાની જાહેરાત કરી છે.
9) મેરઠ જિલ્લામાં હાઈટેક લાઈબ્રેરીનું ઉદ્ધાટન કરશે મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથ
મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથ પશ્ચિમ ઉત્તરપ્રદેશમાં બનેલી હાઈટેક લાઈબ્રેરીનું ઉદ્ધાટન કરશે. આ લાઈબ્રેરી મેરઠના સરદાર વલ્લભભાઈ પટેલ કૃષિ યુનિવર્સિટી મોદીપુરમમાં બનાવવામાં આવી છે. મુખ્યપ્રધાનના કાર્યક્રમને લઈ ચુસ્ત પોલીસ બંધોબંસ્ત ગોઠવવામાં આવ્યો છે.
10) કોણાર્ક સૂર્ય મંદિરમાં આજથી લાઇટ એન્ડ સાઉન્ડ શો ફરી શરુ થશે
ઓરિસ્સાના પૂરી જિલ્લાનું કોનાર્કનું સૂર્યમંદિર ભારતના સૌથી વધારે પ્રસિદ્ધ સ્થળોમાંનું એક સ્થળ છે. ૧૯૮૪માં કોનાર્કના સૂર્ય મંદિરને વર્લ્ડ હેરિટેજની યાદીમાં મૂકવામાં આવ્યું હતું. કોણાર્ક સૂર્ય મંદિરમાં લાઇટ એન્ડ સાઉન્ડ શો આજથી ફરી પ્રારંભ થશે.