ETV Bharat / bharat

જગદીપ ધનખડ બન્યા ઉપરાષ્ટ્રપતિ, રાષ્ટ્રપતિ મુર્મુએ લેવડાવ્યા શપથ - ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી 2022

પશ્ચિમ બંગાળના પૂર્વ રાજ્યપાલ અને NDA ના ઉપ રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર જગદીપ ધનખર ચૂંટણી જીત્યા બાદ આજે શપથ ગ્રહણ (Jagdeep Dhankhad oath as Vice President) કર્યા હતા. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ (president draupadi murmu) દ્વારા બપોરે 12:30 વાગ્યે ઉપરાષ્ટ્રપતિના પદ અને ગોપનીયતાના શપથ લેવડાવવામાં આવ્યા હતા.

નવા ચૂંટાયેલા ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડની આજે તાજપોશી

author img

By

Published : Aug 11, 2022, 8:38 AM IST

Updated : Aug 11, 2022, 12:41 PM IST

નવી દિલ્હી: પશ્ચિમ બંગાળના પૂર્વ રાજ્યપાલ જગદીપ ધનખર આજે ભારતના ઉપરાષ્ટ્રપતિ તરીકે શપથ (Jagdeep Dhankhad oath as Vice President) લીધા છે. રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુએ ઉપ રાષ્ટ્રપતિ પદના શપથ લેવડાવ્યા હતા. ઉલ્લેખનીય છે કે, જગદીપ ધનખરે ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીમાં વિપક્ષના ઉમેદવાર માર્ગારેટ આલ્વાને હરાવ્યા હતા.

આ પણ વાંચો : ખેડૂત પરિવારમાં જન્મેલા ધનખર મમતા સાથેના સંઘર્ષને લઈને રહ્યા હેડલાઈન્સમાં

દ્રૌપદી મુર્મુ લેવડાવશે શપથ : રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ (president draupadi murmu) નવા ચૂંટાયેલા ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખરને હોદ્દા અને ગુપ્તતાના શપથ લેવડાવ્યા હતા. જગદીપ ધનખર શપથ લેતાની સાથે જ દેશના 14માં ઉપરાષ્ટ્રપતિ બન્યા છે. 6 ઓગસ્ટે યોજાયેલી ચૂંટણીમાં NDAના ઉમેદવાર જગદીપ ધનખરે (NDA candidate Jagdeep Dhankhad) 725માંથી 346 મતોથી 528 મતોથી જીત મેળવી હતી. તે જ સમયે, વિપક્ષના ઉમેદવાર માર્ગારેટ આલ્વાને 182 મત મળ્યા, જ્યારે 15 મત અમાન્ય જાહેર થયા હતા.

ચૂંટણીમાં 92.94 ટકા મતદાન : ચૂંટણી પરિણામોની (vice president election 2022) જાહેરાત કરતા લોકસભાના મહાસચિવ ઉત્પલ કુમાર સિંહે કહ્યું હતું કે, રાજ્યસભાના ચૂંટાયેલા અને નામાંકિત સભ્યો અને લોકસભાના ચૂંટાયેલા સભ્યોના 780 મતદારોમાંથી 725 મતદારોએ મતદાન કર્યું હતું. કુલ 92.94 ટકા મતદાન થયું હતું. સિંહે કહ્યું કે, ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી માટે પડેલા 710 માન્ય મતોમાંથી જગદીપ ધનખરને 528 સાંસદોના મત મળ્યા હતા.

આ પણ વાંચો : ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીમાં NDAના જગદીપ ધનખડ વિજેતા, 528 મત મળ્યા

ધનખરને મળ્યા 528 મત : 182 સાંસદોએ માર્ગારેટ આલ્વાના પક્ષમાં પોતાનો મત આપ્યો. ચૂંટણી જીતવા માટે, 356 મત મેળવવા જરૂરી હતા, પરંતુ ધનખરને વધુ પ્રથમ પસંદગીના મતો મળ્યા, 528 અને આ રીતે NDA ઉમેદવાર ધનખરે વિરોધ પક્ષોના સંયુક્ત ઉમેદવારને મોટા માર્જિનથી હરાવ્યા હતા.

Last Updated : Aug 11, 2022, 12:41 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.