ETV Bharat / bharat

મૃત બાળકને અંતિમ સંસ્કાર માટે લાવવામાં આવ્યું અને થયું એવું કે, લોકો ચોંકી ઉઠ્યા

કર્ણાટકની એક ખાનગી હોસ્પિટલના ડોકટરોએ એક જીવંત નવજાત બાળકને કથિત રીતે મૃત હોવાનું (Newborn baby declared dead )કહીને માતા-પિતાને સોંપી દેવામાં આવ્યું હતુ. પરિવાર બાળકના અંતિમ સંસ્કાર કરવા જઈ રહ્યો હતો, ત્યારે એક સંબંધીએ બાળકને શ્વાસ લેતા જોઈને કહ્યું કે તે જીવંતછે. પરિવારજનો તાત્કાલિક બાળકને ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા હતા જ્યાં બાળક હાલમાં સારવાર હેઠળ છે.

હોસ્પિટલમાં મૃત જાહેર કરાયેલ બાળક અંતિમ સંસ્કાર દરમિયાન જીવિત મળી આવ્યું

author img

By

Published : May 16, 2022, 3:45 PM IST

રાયચુરઃ કર્ણાટકમાં એક વિચિત્ર ઘટના પ્રકાશમાં આવી છે. અહીંની એક ખાનગી હોસ્પિટલના ડૉક્ટરોએ કથિત રીતે મૃત હોવાનું કહીને (Newborn baby declared dead )જીવતા નવજાત બાળકને માતા-પિતાને સોંપી દીધું. નવજાત શિશુના મૃત્યુથી આઘાત પામેલો પરિવાર બાળકના અંતિમ સંસ્કાર કરવા જતો હતો ત્યારે એક સંબંધીએ બાળકને શ્વાસ લેતા જોઈને તેને જીવંત હોવાનું જણાવ્યું હતું. પરિવારજનો તાત્કાલિક બાળકને ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા હતા જ્યાં બાળક હાલમાં સારવાર હેઠળ છે. આ ઘટના શનિવારે રાયચુર જિલ્લામાં બની હતી.

આ પણ વાંચોઃ લોહિયા હોસ્પિટલની બેદરકારી, જીવંત મહિલાને મૃત બતાવી

કર્ણાટકમાં ડોકટરોએ જીવંત બાળક મૃત જાહેર કર્યું - સિંધનુરુ તાલુકાના તુરુવિહાલા નગરના રહેવાસી ઈરાપ્પા અને તેની પત્ની અમરમ્માને 10 મેના રોજ તુરુવિહાલાની સરકારી હોસ્પિટલમાં એક છોકરો થયો હતો, પરંતુ જન્મ પછી તરત જ તેને સારવારની જરૂર હતી. આવી સ્થિતિમાં ડોક્ટરોએ માતા-પિતાને સિંધનુરુ સરકારી હોસ્પિટલમાં લઈ જવાની સલાહ આપી. પરંતુ, ઈરાપ્પા અને અમરમ્માએ બાળકને સારી સારવાર(Karnataka doctors declared a living child dead)માટે તે જ દિવસે સરકારી હોસ્પિટલને બદલે ખાનગી હોસ્પિટલમાં દાખલ કર્યું હતું.

આ પણ વાંચોઃ ગાઝિયાબાદમાં 14મા માળથી પટકાતા 6 વર્ષીય બાળકનું મોત

વાલીઓએ રોષ વ્યક્ત કર્યો - ખાનગી હોસ્પિટલના તબીબે ત્રણ-ચાર દિવસ બાળકની સારવાર કરી, જેમાં દરરોજનું 10 થી 12 હજાર રૂપિયાનું બિલ આવ્યું. 14મી મેના રોજ ફરજ પરના તબીબે નવજાતને મૃત જાહેર કર્યું હતું અને બાળકને તેના પરિવારજનોને સોંપી દીધુ હતું. તે જ દિવસે, ઈરાપ્પા અને અમરમ્મા મૃત બાળક સાથે અંતિમ સંસ્કાર માટે જઈ રહ્યા હતા, જ્યારે તેમના એક સંબંધીએ બાળકને શ્વાસ લેતા દેખાતા પરિવારના સભ્યોએ તરત જ તેને એમ્બ્યુલન્સ દ્વારા સિંધનુરુની અન્ય ખાનગી હોસ્પિટલમાં દાખલ લઈ ગયા હતા. જ્યાં હાલ બાળકને સારવાર આપવામાં આવી રહી છે. ખાનગી હોસ્પિટલમાં આવી અવ્યવસ્થા સામે નવજાત શિશુના વાલીઓએ રોષ વ્યક્ત કર્યો છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.