ETV Bharat / bharat

New Parliament Inauguration: મોદીએ કહ્યું, અહીં આવતા દરેક સાંસદ લોક કલ્યાણને પોતાનો જીવનમંત્ર બનાવે - New Parliament Inauguration time

વડાપ્રધાન મોદીએ રવિવારે સવારે નવી સંસદની ઈમારતનું ઉદઘાટન કરીને સંસદો માટે ખુલ્લી મૂકી હતી. આ પ્રસંગે તેમણે સેંગોલની પણ સ્થાપના કરી હતી. આ પ્રસંગે દરેક ધર્મના ધર્મગુરૂઓ સંસદમાં આવ્યા હતા. નવા સંસદભવનમાંથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કરેલું સંબોધન દેશવાસીઓ માટે પ્રેરણાદાયી રહ્યું હતું.

New Parliament Inauguration: મોદીએ કહ્યું, અહીં આવતા દરેક સાંસદ લોક કલ્યાણને પોતાનો જીવનમંત્ર બનાવે

author img

By

Published : May 28, 2023, 1:32 PM IST

Updated : May 28, 2023, 2:02 PM IST

નવી દિલ્હીઃ વડાપ્રધાન મોદીએ જણાવ્યું હતું કે, જ્યારે ભારત આગળ વધે છે ત્યારે દુનિયા આગળ વધે છે. આ ભવન ભારતના વિકાસની સાથે વિશ્વના વિકાસનું આહવાન કરશે. આજે આ ઐતિહાસિક અવસર પર કેટલાક સમય પહેલા સંસદની નવી ઈમારતમાં પવિત્ર સેંગોલની પણ સ્થાપના થઈ છે. ચૌલ સામ્રાજ્યમાં સેંગોલને કર્તવ્ય, સેવા, રાષ્ટ્રપથનું પ્રતિક માનવામાં આવતું હતું. તમિલનાડુંથી વિશેષ રૂપે આપેલા સંતો આજે સવારે સંસદમાં આશીર્વાદ આપવા માટે આવ્યા હતા. એમને ફરીથી શ્રદ્ધાપૂર્વક નમન કરૂ છું. એમના માર્ગદર્શનમાં લોકસભામાં આ પવિત્ર સેંગોલ સ્થાપિત થયો છે.

લોકતંત્ર એક સંસ્કારઃ છેલ્લા ઘણા દિવસોથી આના ઈતિહાસ સંબંધી માહિતી મીડિયામાં આવી છે. પણ હું માનું છું કે, એ આપણું સૌભાગ્ય છે કે, સેંગોલને એની ગરીમા આપી શક્યા છીએ. ભારત મધર ઓફ ડેમોક્રેસી છે. ભારત આજે વૈશ્વિક લોકતંત્રનો આધાર છે. લોકતંત્ર એક કોઈ વ્યવસ્થા નથી પણ સંસ્કાર છે. એક વિચાર છે. વેદ સભા અને સમિતિના લોકતાંત્રિક આદર્શ શીખવે છે. ગણ અને ગણતંત્રનો ઉલ્લેખ મહાભારતમાં છે. વૈશાલી જેવું ગણતંત્ર આપણી જીવી ગયા છીએ. તમિલનાડુંમાં મળેલું 900 ઈસવીનો શીલાલેખ આજે પણ આશ્ચર્ય સમાન છે. લોકતંત્ર જ આપણી પ્રેરણા છે. બંધારણ જ આપણો સંકલ્પ છે. આ સંકલ્પના સૌથી શ્રેષ્ઠ પ્રતિનિધિ આ સંસદ છે.

વિકાસનો અમૃતકાળઃ આ સંસદ દેશનું પ્રતિનિધિત્વ કરે છે. જે એટકી જાય છે એનું ભાગ્ય પણ અટકી જાય છે. જે ચાલતો રહે છે એનું ભાગ્ય આગળ વધે છે અને શિખરને અડે છે. તેથી જ અટક્યા વગર ચાલતા રહો. ગુલામી બાદ ભારતે ઘણું ગુમાવીને એક નવી યાત્રા શરૂ કરી હતી. જે કેટલાય ઊતાર ચડાવમાંથી પસાર થઈ છે. જે હવે આઝાદીના અમૃતકાળમાં પ્રવેશી છે. વિરાસતની સાથે વિકાસના આયામ સર કરી રહી છે. આઝાદીનો અમૃતકાળ દેશને નવી દિશા દેવાનો અમૃતકાળ છે. અનેક સપનાઓને પૂરા કરવાનો અમૃતકાળ છે. જેનું આહવાન મુક્ત માતૃભૂમિને નવીનપાન જોઈએ. નવીનપર્વ માટે નવીન પ્રાણ જોઈએ. મુક્તગીત હો રહા નવીનરાગ ચાહિયે, નવીનપર્વ કે લીયે નવીન પ્રાણ ચાહિયે. તેથી ભારતના ભવિષ્યને ઉજ્જવળ બનાવનારી આ કાર્યસ્થળને જ એટલું જ નવું હોવું જોઈએ. આધુનિક હોવું જોઈએ.

ગુલામીએ ગૌરવ છીનવ્યુંઃ એક સમય એવો હતો જ્યારે ભારત, દુનિયાના સૌથી સમૃદ્ધ અને વૈભવશાળી રાષ્ટ્ર પૈકી એક હતું. નગરથી લઈને મહેસ સુઝી, મૂર્તિથી લઈને મહેલ સુધી, વાસ્તુ-વિશેષતા, સિંધુ સભ્યતાના નગર નિયોજનથી સ્તૂપ સુધી ચૌલ શાસકોના મંદિર સુધી, તળાવ બાંધકામ સુધી ભારતનું કૌશલ્ય વિશ્વભરના પ્રવાસીઓને આશ્યર્ચમાં મૂકતું, આ ગુલામીએ આ ગૌરવ છીનવી લીધું. એવો પણ સમય હોત જ્યારે બીજા દેશના નિર્માણ જોઈને ચોંકી જતા. 21 સદીનું ભારત બલુંદ હોંશલાથી ભરેલું ભારત છે. હવે ગુલામીના વિચારને પાછળ મૂકી રહ્યું છે.

પ્રયાસનું પ્રતિક છે ઈમારતઃ આજે ભારત દેશ પ્રાચીન કલાની ગૌરવશાળી ધારાને ફરીવાર પોતાની તરફ વળાંક આપી રહ્યો છે. સંસદની નવી ઈમારત આ પ્રયાસનું જીવંત પ્રતીક બની છે. આજે નવા સંસદભવન જોઈ દરેક ભારતીય ગૌરવથી ભરેલો છે. આ ભવનમાં વિરાસત પણ છે, વાસ્તું પણ છે. કલા પણ છે અને કૌશલ્ય પણ છે. સંસ્કૃતિ અને સંવિધાનના સ્વર પણ છે. લોકોસભાનો અંદરનો ભાગ રાષ્ટ્રીય પક્ષી મોર પર આધારિત છે. બીજો ગૃહ કમળ પર આધારિત છે. પ્રાંગણમાં બરગદ પણ છે. જે રાષ્ટ્રીય વૃક્ષ છે. નવા ભવનનમાં દરેકનો સમાવેશ કરાયો છે. રાજસ્થાનના બલવા પથ્થર, ગ્રેનાઈડ, લાકડાનું કામ મહારાષ્ટ્રથી આવ્યું છે. ઉત્તર પ્રદેશના કાર્યકર્તાઓએ પોતાના હાથેથી સાદડી બનાવી છે. કણ કણમાં એક ભારત અને શ્રેષ્ઠ ભારતની ભાવનાના દર્શન થાય છે.

પડકારો હતા એ ભવનમાંઃ જૂના ભવનમાં દરેક માટે પોતાના કાર્યને પૂરા કરવા એટલું મુશ્કેલ હતું. એ આપણે સૌ જાણીએ છીએ. ટેકનોલોજી સાથે જોડાયેલી સમસ્યા, બેઠક વ્યવસ્થાનો પડકાર, બે દાયકાથી ચર્ચા થઈ રહી હતી કે, દેશને એક નવા સંસદભવનની જરૂર છે. એ પણ જોવું પડશે કે, આવનારા સમયમાં બેઠકની સંખ્યા વધશે, સાંસદની સંખ્યા વધશે. એટલા માટે આ સમયની માંગ હતી કે, સંસદની નવી ઈમારત તૈયાર કરવામાં આવે. મને ખુશી છે કે, ભવ્ય ઈમારત આધુનિક સુવિધાઓ સાથે સજ્જ છે. આજે પણ આ હોલમાં સૂર્યપ્રકાશ સીધો આવે છે. વીજળી ઓછી વપરાય, ગેઝેટ હોય એ દરેક વાતનું ધ્યાન રાખવામાં આવ્યું છે.

શ્રમિકોની મહેનત છે આઃ હું દરેક શ્રમિકને મળ્યો છે. આ ભવને આશરે 60000 શ્રમિકોને રોજગારી આપવાનું કામ કર્યું છે. આ નવી ઈમારત માટે પોતાનો પરસેવો રેડ્યો છે. એમના શ્રમને સમર્પિત એક ડિજિટલ ગેલેરી તૈયાર કરી છે. જે કાદાચ દુનિયામાં પહેલી વાર થઈ રહ્યું છે. એ શ્રમિકોનું યોગદાન અમર થઈ ગયું છે. કોઈ પણ એક્સપર્ટ નવ વર્ષનું વિશ્લેષણ કરે તો મળશે કે, નવ વર્ષ ભારતના નવ નિર્માણના રહ્યા, ગરીબ કલ્યાણના રહ્યા છે. આજે સંસદની નવી ઈમારતનો ગર્વ છે. મને તો નવ વર્ષમાં ગરીબોના ચાર કરોડ ઘર બન્યા એનો સંતોષ છે. 15 ઓગસ્ટના રોજ લાલ કિલ્લા પરથી કહ્યું હતું કે, આ જ સમય છે. સાચો સમય છે. દરેક દેશના ઈતિહાસમાં એવો સમય આવે છે જ્યારે દેશની ચેતના નવી રીતે જાગૃત થાય છે.

ભારતના વિશ્વાસની દુનિયામાં અસરઃ ભારતમાં આઝાદીના 25 વર્ષ પહેલા એવો જ સમય આવ્યો હતો. ગાંધીજીના અનેક આંદોલને સમગ્ર દેશને એક વિશ્વાસ સાથે ભરી દીધો હતો. સ્વરાજના સંકલ્પથી દરેક ભારતવાસીને જોડી દીધો હતો. આ એ સમય હતો જ્યારે દરેક ભારતીય આઝાદી માટે જીવની જેમ જોડાઈ ગયો હતો. એનું પરિણામ 1947માં આઝાદીના રૂપમાં આવ્યું છે. આઝાદીનો અમૃતકાળ પણ ભારતના ઈતિહાસનો મોટો પડાવ છે. આજથી 25 વર્ષ બાદ ભારતને 100 વર્ષ પૂરા થશે. ભારતીયોનો વિશ્વાસ માત્ર ભારત પૂરતો સિમિત નથી. આઝાદીની લડાઈએ વિશ્વમાં એક નવી ચેતના આપી હતી. આપણી આઝાદીની લડાઈથી ભારત તો આઝાદ થયું પણ અનેક દેશ પણ આઝાદીની રાહ પર ચાલતા થયા.

બીજા રાષ્ટ્રને પ્રેરણા આપીઃ ભારતના વિશ્વાસે બીજા દેશને, બીજા દેશના વિશ્વાસને ટેકો આપ્યો હતો. તેથી ભારત જેવો વિવિધતાથી ભરેલો દેશ આટલી મોટી વસ્તીવાળો દેશ. અનેક પડકારોનો સામનો કરતો દેશ જ્યારે એક વિશ્વાસ સાથે આગળ વધે છે ત્યારે અનેક દેશને પ્રેરણા પણ મળે છે. જે બીજા ખંડમાં રહે છે. ભારતની દરેક સફળતા આવનારા દિવસોમાં દુનિયાના અલગ અલગ દેશની સફળતાના રૂપમાં પ્રેરણાનું પ્રતિક બનશે, ઝ઼ડપથી ગરીબી દૂર કરે છે. જે ગરીબીમાંથી બહાર આવવાની પ્રેરણા બીજા દેશને આપે છે. ભારતનો સંકલ્પ બીજાને પ્રેરણા આપશે. ભારતની જવાબદારી ત્યાં વધી જાય છે. સફળતાની પહેલી શરત સફળ થવાનો વિશ્વાસ જ હોય છે. નવું સંસદભવન એ વિશ્વાસને ઊંચાઈ આપશે. વિકસીત ભારતના નિર્માણમાં તમામ લોકો માટે એક પ્રેરણા બનશે.

નવી દિશા આપવાનો પ્રયાસઃ દરેક ભારતીયના કતર્વ્ય ભાવને જાગૃત કરશે. નવા સાંસદ લોકતંત્રને નવી દિશા આપવાનો પ્રયાસ કરશે. નેશન ફર્સ્ટની ભાવનાથી આગળ વધવાનું રહેશે. કર્તવ્યપથને સર્વોપરી રાખવો પડશે. આપણે પોતાના વ્યવહારથી ઉદાહરણ આપવું પડશે. ખુદને તપાવવું પડશે અને ખુદ નવા રસ્તાઓ શોધવા પડશે. લોકકલ્યાણને જ જીવનમંત્ર બનાવવો પડશે. જ્યારે સંસદના નવા ભવનમાં પોતાની જવાબદારી સ્વીકારીશું તો દેશવાસીઓને પણ નવી પ્રેરણા મળી રહેશે.

દરેક સાંસદની જવાબદારીઃ શ્રમિકોએ પોતાના પરસેવાથી સંસદને ભવ્ય બનાવ્યું છે. હવે સાંસદોની જવાદારી છે કે, પોતાના સમર્પણથી વધુ દિવ્ય બનાવીએ. એક રાષ્ટ્રના રૂપમાં આપણે સૌ 140 કરોડ ભારતીયોનો સંકલ્પ જ આ નવી સંસદની પ્રાણ પ્રતિષ્ઠા છે. અહીં થનારો એક એક નિર્ણય આવનારી પેઢીને સશક્ત કરશે. દરેક નિર્ણય ભારતના ઉજ્જવળ ભાવિનો આધાર બનશે. ગરીબ, દલીત, દિવ્યાંગ, આદિવાસી દરેકના પરિવારનો રસ્તો અહીંથી નીકળે છે. નવી સંસદની દરેક ઈંટ, દિવાલ અને કણ-કણ ગરીબ કલ્યાણ માટે સમર્પિત છે. આવનારા 25 વર્ષમાં તૈયાર થાનારા કાયદા ભારતને વિકસીત ભારત બનાવશે. ગરીબીમાંથી બહાર કાઢનારા બનશે. યુવા અને મહિલાઓ માટે નવી તક લઈને આવશે. નવભારત, વિકસીત ભારત, નીતિ ન્યાય અને કર્તવ્યપથ પર આગળ વધતું ભારત હશે.

  1. Parliament building: દેશને નવું સંસદ ભવન મળ્યું, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કર્યું ઉદ્ઘાટન
  2. New Parliament: શાહરૂખ ખાને પોતાના અવાજથી નવા સંસદ ભવનનો વીડિયો ટ્વીટ કર્યો, નરેન્દ્ર મોદીએ ટ્વીટને રીટ્વીટ કર્યું
  3. New Parliamen: જાણો કોણ છે નવા સંસદ ભવનનાં ગુજરાતી વાસ્તુકાર?

Last Updated : May 28, 2023, 2:02 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.