ETV Bharat / bharat

New Parliament House: નવી સંસદના ઉદઘાટન સમારોહનો વિવાદ, 19 પક્ષો કરશે બહિષ્કાર

નવા સંસદ ભવનનાં ઉદઘાટનને લઈને કોંગ્રેસ સહિત તમામ વિરોધ પક્ષોએ મોરચો ખોલ્યો છે. 19 રાજકીય પક્ષોએ સંયુક્ત રીતે કાર્યક્રમનો બહિષ્કાર કર્યો છે. વિરોધમાં ઉતરેલા 19 વિપક્ષી દળોનું કહેવું છે કે, નવા સંસદ ભવનનું ઉદઘાટન વડા પ્રધાને નહીં, પરંતુ રાષ્ટ્રપતિએ કરવું જોઈએ. રાષ્ટ્રપતિને બાયપાસ કરવું લોકશાહી માટે સારું નથી.

new-parliament-house-inauguration-opposition-boycotts-event-opposes-narendra-modi-president-not-inaugurate

author img

By

Published : May 24, 2023, 12:53 PM IST

Updated : May 24, 2023, 3:00 PM IST

નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા નવા સંસદ ભવનનું ઉદઘાટન કરવાનો મામલો ગરમાયો છે. બુધવારે કોંગ્રેસ સહિત કુલ 19 વિરોધ પક્ષોએ કાર્યક્રમનો બહિષ્કાર કરવાની જાહેરાત કરી છે. તમામ 19 પક્ષો દ્વારા સંયુક્ત નિવેદન પણ જારી કરવામાં આવ્યું છે. જેમાં કહેવામાં આવ્યું છે કે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને ઉદઘાટન માટે બાયપાસ કરવું એ લોકશાહી પર સીધો હુમલો છે.

ઉદ્ઘાટન સમારોહનો વિરોધ: નવા સંસદભવનના ઉદઘાટનને લઈને રાજકીય હોબાળો વચ્ચે કોંગ્રેસ સહિત અનેક રાજકીય પક્ષો 28 મેના રોજ સમારોહનો બહિષ્કાર કરી શકે છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, સમાન વિચારધારા ધરાવતા વિરોધ પક્ષોના નેતાઓએ આ મુદ્દે ચર્ચા કરી હતી. ટૂંક સમયમાં જ ગૃહના તમામ નેતાઓ સંયુક્ત નિવેદન જારી કરી શકે છે. જેમાં કાર્યક્રમના સંયુક્ત બહિષ્કારની જાહેરાત કરવામાં આવશે.

  • It looks like the Modi Govt has ensured election of President of India from the Dalit and the Tribal communities only for electoral reasons.

    While Former President, Shri Kovind was not invited for the New Parliament foundation laying ceremony…

    1/4

    — Mallikarjun Kharge (@kharge) May 22, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ ટ્વિટ કર્યું: પૂર્વ રાષ્ટ્રપતિ રામ નાથ કોવિંદને નવા સંસદ ભવનનાં શિલાન્યાસ સમારોહના પ્રસંગે આમંત્રણ આપવામાં આવ્યું ન હતું, ન તો ઉદઘાટન પ્રસંગે રાષ્ટ્રપતિ મુર્મુને આમંત્રણ આપવામાં આવ્યું હતું. સરકાર, વિપક્ષ અને નાગરિકોનું પ્રતિનિધિત્વ માત્ર રાષ્ટ્રપતિ જ કરે છે. તે ભારતની પ્રથમ નાગરિક છે. તેમના (રાષ્ટ્રપતિ) દ્વારા નવા સંસદ ભવનનું ઉદ્ઘાટન સરકારના લોકશાહી મૂલ્ય અને બંધારણીય ગૌરવને પ્રતિબિંબિત કરશે.

  • BJP दलितों पिछड़ों आदिवासियो की जन्मजात विरोधी है।
    महामहिम के अपमान की दूसरी घटना।
    पहला अपमान प्रभु श्री राम के मंदिर शिलान्यास में श्री रामनाथ कोविंद जी को नहीं बुलाया।
    दूसरा अपमान संसद भवन के उदघाटन समारोह में महामहिम राष्ट्रपति श्रीमती द्रौपदी मूर्मू जी को न बुलाना।

    — Sanjay Singh AAP (@SanjayAzadSln) May 22, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

આમ આદમી પાર્ટીનો આરોપ: AAPએ આરોપ લગાવ્યો કે સંસદ ભવનનાં ઉદઘાટન સમારોહમાં રાષ્ટ્રપતિને આમંત્રણ ન આપીને ભાજપે આદિવાસીઓ અને પછાત સમુદાયોનું અપમાન કર્યું છે. AAP સાંસદ સંજય સિંહે કહ્યું કે ભાજપ દલિત, પછાત અને આદિવાસીઓનો જન્મજાત વિરોધી છે. તેમણે ટ્વીટ કર્યું- ભાજપ દલિતો, પછાત આદિવાસીઓનો જન્મજાત વિરોધી છે. મહામહિમના અપમાનની બીજી ઘટના. પ્રથમ અપમાન એ હતું કે ભગવાન શ્રી રામના મંદિરના શિલાન્યાસ સમારોહ માટે શ્રી રામનાથ કોવિંદને આમંત્રણ આપવામાં આવ્યું ન હતું. બીજું અપમાન એ હતું કે મહામહિમ રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુને સંસદ ભવનના ઉદઘાટન સમારોહમાં આમંત્રણ ન આપવું.

  • Only when the President of India summons the Parliament can it meet.
    The President begins, annually, Parliamentary functioning by addressing the joint session.
    The first business Parliament transacts each year is the “Motion of Thanks” to President’s Address. pic.twitter.com/LFI6pEzRQe

    — Sitaram Yechury (@SitaramYechury) May 23, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

CPI(M)ના જનરલ સેક્રેટરી સીતારામ યેચુરીએ ટ્વિટ કર્યું: નવી સંસદ ભવનનો શિલાન્યાસ થઈ રહ્યો હતો ત્યારે PM મોદીએ રાષ્ટ્રપતિને બાયપાસ કર્યા હતા. પરંતુ ઉદઘાટન સમારોહમાં પણ મહામહિમ રાષ્ટ્રપતિની અવગણના કરવી અસ્વીકાર્ય છે.

28મી મેની તારીખ પર પણ ઉઠ્યા પ્રશ્નો: કોંગ્રેસ સહિત અનેક વિપક્ષી દળોએ પણ ઉદઘાટનની તારીખ પર સવાલ ઉઠાવ્યા છે. ખરેખર, 28 મે એ વીર સાવરકરની જન્મજયંતિ છે. તેમનો જન્મ 28 મે 1883ના રોજ થયો હતો. આ વર્ષે તેમની 140મી જન્મજયંતિ 28મી મેના રોજ ઉજવવામાં આવશે. હવે જોવાનું એ રહેશે કે વીર સાવરકરની જન્મજયંતિ પર નવા સંસદ ભવનનું ઉદઘાટન થઈ રહ્યું છે તે માત્ર એક સંયોગ છે કે પછી તે સુનિયોજિત છે.

  • Parliament is not just a new building; it is an establishment with old traditions, values, precedents and rules - it is the foundation of Indian democracy. PM Modi doesn’t get that

    For him, Sunday’s inauguration of the new building is all about I, ME, MYSELF. So count us out

    — Derek O'Brien | ডেরেক ও'ব্রায়েন (@derekobrienmp) May 23, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

ટીએમસીના રાજ્યસભા સાંસદ ડેરેક ઓ બ્રાયને ટ્વીટ કર્યું: સંસદ માત્ર નવી ઇમારત નથી. તે વર્ષો જૂની પરંપરાઓ, મૂલ્યો, દાખલાઓ અને નિયમો સાથેની સ્થાપના છે. આ ભારતીય લોકશાહીનો પાયો છે. વડાપ્રધાન મોદી કદાચ આ વાત સમજી શકતા નથી. તેમના માટે રવિવારે નવી ઇમારતનું ઉદ્ઘાટન 'મારું, મારું અને મારા માટે' કરતાં વધુ કંઈ નથી, તેથી અમને તેમાંથી બહાર ગણો.

ભાજપે કર્યો વળતો પ્રહાર: કોંગ્રેસ પર પ્રહાર કરતા કેન્દ્રીય મંત્રી હરદીપ પુરીએ કહ્યું- જ્યાં કોઈ ન હોય ત્યાં વિવાદ ઉભો કરવાની કોંગ્રેસની આદત છે. જ્યારે રાષ્ટ્રપતિ દેશના વડા હોય છે, વડા પ્રધાન સરકારના વડા હોય છે, તેઓ સરકાર વતી સંસદનું નેતૃત્વ કરે છે, જેની નીતિઓ કાયદાના સ્વરૂપમાં લાગુ કરવામાં આવે છે. રાષ્ટ્રપતિ કોઈપણ ગૃહના સભ્ય નથી જ્યારે વડાપ્રધાન છે. કેટલાક લોકોને રાજકીય રોટલા શેકવાની આદત પડી ગઈ છે.

  1. New Parliament House: નવા સંસદભવનના ઉદ્ઘાટનમાં ભારતનો રાજદંડ, જાણો સેંગોલની કહાની
  2. Mallikarjun Kharge: રાષ્ટ્રપતિ મુર્મુએ નવી સંસદનું ઉદઘાટન કરવું જોઈએ, ખડગેએ જાતિનો ઉલ્લેખ કરી ટોણો માર્યો
  3. New Parliament Building: વડાપ્રધાન મોદી 28 મેના રોજ નવા સંસદ ભવનનું ઉદ્ઘાટન કરશે

Last Updated : May 24, 2023, 3:00 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.