નવી દિલ્હી : દેશના નવનિયુક્ત CDS નિવૃત્ત લેફ્ટનન્ટ. જનરલ અનિલ ચૌહાણે (New CDS Lieutenant General Anil Chauhan took charge) આજે પદભાર સંભાળી લીધો છે. આ પહેલા તેઓ દિલ્હીના વોર મેમોરિયલ પહોંચ્યા હતા અને અમર જવાન જ્યોતિ અને વોર મેમોરિયલ ખાતે શહીદોને શ્રદ્ધાંજલિ આપી હતી. આ પ્રસંગે તેમની સાથે તેમના પિતા સુરેન્દ્ર સિંહ ચૌહાણ પણ હાજર હતા. અનિલ ચૌહાણને 2 દિવસ પહેલા જ નવા CDS બનાવવામાં આવ્યા છે. જનરલ બિપિન રાવતના હેલિકોપ્ટર અકસ્માતમાં મૃત્યુ થયાના લગભગ નવ મહિના બાદ તેમને નવા CDS તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.
-
Delhi | General Anil Chauhan with his wife Anupama Chauhan in the office of Chief of Defence Staff after taking over today.
— ANI (@ANI) September 30, 2022 " class="align-text-top noRightClick twitterSection" data="
He is India's second Chief of Defence Staff. pic.twitter.com/cIgxOF7CbB
">Delhi | General Anil Chauhan with his wife Anupama Chauhan in the office of Chief of Defence Staff after taking over today.
— ANI (@ANI) September 30, 2022
He is India's second Chief of Defence Staff. pic.twitter.com/cIgxOF7CbBDelhi | General Anil Chauhan with his wife Anupama Chauhan in the office of Chief of Defence Staff after taking over today.
— ANI (@ANI) September 30, 2022
He is India's second Chief of Defence Staff. pic.twitter.com/cIgxOF7CbB
નવા CDS અનિલ ચૌહાણે કહ્યું તમામ પડકારો અને મુશ્કેલીઓનો સામનો કરશું : યુદ્ધ સ્મારક ખાતે શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કર્યા બાદ નિવૃત્ત લે. જનરલ અનિલ ચૌહાણે કહ્યું કે, ભારતીય સશસ્ત્ર દળોમાં સર્વોચ્ચ પદની જવાબદારી નિભાવીને મને ગર્વ છે. ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ તરીકે હું ત્રણેય સંરક્ષણ દળોની અપેક્ષાઓ પૂર્ણ કરવાનો પ્રયાસ કરીશ. અમે તમામ પડકારો અને મુશ્કેલીઓનો સાથે મળીને સામનો કરીશું.