નેપાળ રાજકીય અસ્થિરતાની સ્થાયી કટોકટીમાં ફસાઈ ગયો છે, ખાસ કરીને છેલ્લા એક દાયકાથી વધુ સમયથી, જ્યારથી તે સંઘીય, લોકશાહી ગણતંત્ર તરીકે ઉભર્યો છે. આ અસ્થિરતાનું મૂળ તેના ટુકડાવાળા રાજકીય ચિત્ર, બટકણી બંધારણીય સંસ્થાઓ અને મહત્ત્વાકાંક્ષી, સત્તા ભૂખી રાજકીય નેતાગીરીમાં રહેલું છે.
વર્તમાન કટોકટી વડા પ્રધાન કે. પી. શર્મા ઓલીએ ડિસેમ્બરમાં લાવી છે જ્યારે તેમણે સંસદનું વિસર્જન કર્યું અને એપ્રિલ-મે ૨૦૨૧માં નવી ચૂંટણીનું આહ્વાન કર્યું. તે નેપાળના બંધારણ (જેને સપ્ટેમ્બર ૨૦૧૫માં અપનાવવામાં આવ્યું હતું) તેનું સાવ ઉલ્લંઘન હતું. તેમાં આવા વિસર્જન માટે કોઈ જોગવાઈ નથી.
જો બહુમતીનું સમર્થન ગુમાવવા સહિત કોઈ કારણસર પદારૂઢ વડા પ્રધાન અસમર્થ નિવડે તો તેવા પ્રસંગમાં, સંસદ દ્વારા નવા વડા પ્રધાનની ચૂંટણીની સ્પષ્ટ જોગવાઈ છે.
તેમના કાર્ય માટે વડા પ્રધાને જે કારણ આપ્યું હતું તે મુજબ, તેમના પક્ષના વરિષ્ઠ સાથીઓ તેમને સરળ રીતે શાસન કરવા દઈ રહ્યા નથી, જે પક્ષની અંદર ચાલી રહેલા સંઘર્ષની સામે સીધો સંદર્ભ હતો.
કાં તો તેમણે તેમના ટીકાકારો સામે તેમના પક્ષનો ટેકો સુનિશ્ચિત કરવાની આવશ્યકતા હતી અથવા તેમણે તેમના પક્ષમાં સ્વીકાર્ય અન્ય નેતા માટે જગ્યા કરવાની હતી.
પક્ષમાં તેમના હરીફો, ખાસ તો પુષ્પકમલ દહલ 'પ્રચંડ' અને માધવકુમાર 'નેપાલ' દ્વારા ઓલીની ટીકા થાય છે જેનું કારણ તેમણે સત્તા વહેંચણીનું તેમનું વચન પાળ્યું નથી, વિવિધ બંધારણીય અને મહત્ત્વની નિર્ણયકર્તા સંસ્થાઓનું નિયંત્રણ કરવા પોતાના હાથમાં સત્તા એકત્ર રાખવી, વહીવટીતંત્રમાં બેફામ ભ્રષ્ટાચારને પ્રોત્સાહન આપવું અને શાસન કરવામાં સંપૂર્ણ અક્ષમતા દર્શાવવીનો સમાવેશ થાય છે.
ઓલીનું પગલું તેમની સત્તા વાસનાથી પ્રેરિત છે, તેથી નેપાળમાં એવી અટકળો વ્યાપક છે કે ચૂંટણીને મોકૂફ રાખવામાં આવી શકે છે, કટોકટી લાદી શકાય છે, બંધારણનો નાશ કરી શકાય છે અને દેશને લાંબા ગાળાની અસ્થિરતામાં ધકેલી દેવાશે.
ઓલીના પગલાએ નેપાળના રાજકારણમાં વધુ ભાગલા પાડી દીધા છે. તેનાથી નવાં રાજકીય બળો અને તેમની યુતિઓનો જન્મ થયો છે. ઓલી તેમના પક્ષની અંદર નોંધપાત્ર લઘુમતીમાં છે. પક્ષે તેમને કાઢી મૂક્યા છે અને પક્ષનું વિભાજન શરૂ થઈ ગયું છે.
વિભાજનની આ પ્રક્રિયા નીચે સુધી એટલે કે વિવિધ પ્રાંતો અને જિલ્લાઓ સુધી પહોંચી રહી છે. જોકે ચૂંટણી પંચે હજુ સુધી સાચો પક્ષ કયો તેની ઓળખ કરવા નનૈયો ભણ્યો છે.
મુખ્ય વિપક્ષ નેપાળી કૉંગ્રેસમાં પણ અંદર ખાને ભાગલા છે અને ઉભરી રહેલી ગૂંચવણમાં શું કરવું તેના મુદ્દે તે દ્વિધામાં છે.
હાંકી કઢાયેલ રાજાના નેતૃત્વમાં સામંતવાદી બળો અને હિન્દુત્વવાદી વિચારધારા કે જે હિન્દુ રાષ્ટ્ર જાહેર કરવા માગણી કરી રહી છે- તે ફરીથી એકઠા થઈ આ પરિસ્થિતિનો લાભ ઉઠાવવા માગે છે.
વિભાજીત મધેસી જૂથો પણ રાજકીય પવનની તેમની ઈચ્છિત દિશા ચકાસી રહ્યાં છે.
સત્તાના માળખા પર તેમના અધિકારવાદી નિયંત્રણને જાળવવાનું ક્રમશ: અઘરું બની રહ્યું છે, તેથી ઓલીએ તેમના સામ્યવાદી પક્ષના હરીફોને હરાવવા, નેપાળી કૉંગ્રેસનાં જૂથો સાથે યુતિ રચવાનો અથવા હિન્દુત્વ સેનાઓ સાથે યુતિ રચવાનો વિકલ્પ શોધવો પડશે.
કોઈને ખબર નથી કે તેઓ સફળ થશે કે કેમ અને કોની સાથે તેઓ સફળ થશે. તેઓ તેમના હરીફ પ્રચંડ-નેપાળ જૂથ, જે અંદરથી નબળું છે તેને વિભાજીત કરવાનો પ્રયાસ પણ કરી શકે છે.
પ્રચંડના નેતૃત્વવાળા માઓવાદીઓ અને નેપાળ અને ખનલના નેતૃત્વવાળા યુનાઇટેડ માર્ક્સિસ્ટ લેનિનિસ્ટનો ઇતિહાસ મૂળના સ્તર સુધી જતો દુશ્મનાવટનો છે.
તે માત્ર પ્રચંડની સત્તા માટેની મરણિયા શોધ અને ચીનની નેપાળમાં સરળતાથી વશમાં રહે તેવા સામ્યવાદી શાસનની ઊંડા ષડયંત્ર જ હતું જેણે વર્ષ ૨૦૧૭-૧૮માં માઓવાદીઓ અને યુએમએલ ભેગા થઈ એક જ યુનાઇટેડ કમ્યૂનિસ્ટ પાર્ટી ઑફ નેપાલ રચે તેવી સ્થિતિ સર્જી.
આ ગરબડવાળી રાજકીય સ્થિતિમાં, આવનારા દિવસો અને મહિનાઓમાં સત્તાનું પ્રદર્શન શેરીઓમાં થઈ શકે છે, તકવાદી સમીકરણો જોવાં મળી શકે છે અને તૂટફૂટની છૂટીછવાયી ઘટનાઓ આકાર લઈ શકે છે.
નેપાળમાં ભારત અને ચીન બંનેના ભારે રણનીતિક અને આર્થિક હિતો સંડોવાયેલાં છે, તેથી તેઓ આ ઘટનાક્રમ પર ચાંપતી નજર રાખી રહ્યાં છે.
આ દેશમાં શાસન પરિવર્તન માટે ભારત અને ચીન વચ્ચે ભારે સ્પર્ધા ચાલી રહી છે અને તેઓ પોતાને મિત્ર હોય તેવું અને તેમનાં ધારેલાં હિતો સરે તેના માટે આધારિત રહે તેવું શાસન ઈચ્છે છે. ભારતને આનંદ છે કે યુનાઇટેડ કમ્યૂનિસ્ટ પાર્ટીનું ચીન જોડાણ તૂટી ગયું છે.
પરંતુ મોટો પ્રશ્ન એ ઊભો થયો છે કે આમાંથી બહાર શું નીકળશે. ભારતમાં શાસક સ્થાપનાઓમાં એવા ભાગો હોઈ શકે જે હિન્દુત્વ અને રાજાના નેતૃત્વવાળાં બળોને ઉત્તેજન આપવા માગતા હોય. તેમના આકલન મુજબ, આ બળો 'ભગવાનવિહોણા' સામ્યવાદીઓ અને વિચલિત લોકશાહી વાંચ્છુકોને ટકાઉ પ્રતિકાર કરી શકે.
જોકે, એ યાદ રાખવું જોઈએ કે, હિન્દુત્વ વિચારધારા સાથે સહાનુભૂતિ ધરાવનાર રાજાશાહીવાળું નેપાળ ન તો સ્થિર રહ્યું છે કે ન તો નેપાળીઓને વિકાસ આપ્યો છે, ન તો ચીન અથવા પાકિસ્તાનને તેમનાં રણનીતિક હિતોને ફેલાવતા હતોત્સાહિત કરી શક્યું છે.
ભારતે નેપાળની અસ્થિર પરિસ્થિતિમાં સાવધાનીથી આગળ વધવું પડશે. તેના ગત રાજકીય તિકડમો માટે નેપાળમાં રાજકીય પ્રેરિત અને પ્રોત્સાહિત ભારત વિરોધી રાષ્ટ્રવાદની રીતે ભારત ભારે કિંમત ચૂકવી રહ્યું છે.
નેપાળના અસ્તવ્યસ્ત ઘરેલુ રાજકારણથી ભારત અંતર જાળવે, તેના પર નજીકથી નજર રાખે અને જ્યાં સુધી નેપાળમાં રાજકારણ સંસ્થાગત રીતે સ્થિર થઈ જાય ત્યાં સુધી નેપાળ જે કંઈ પ્રસ્તાવ કરે તેની સાથે કામ પાર પાડે તે જ ડહાપણભર્યું રહશે.
નેપાળમાં ચાલી રહેલી અશાંતિમાં ચીન રમે તેનાથી ગભરાવાની કોઈ આવશ્યકતા નથી. ચીનને તેની રમત માટે તેની કિંમત ચૂકવવી પડશે.
-એસ. ડી. મુનિ, જેએનયુમાં પ્રૉફેસર અમેરિટસ. ભારત સરકારના પૂર્વ રાજદૂત અને વિશેષ દૂત.