- NEET પ્રથમ વખત 13 ભાષાઓમાં લેવાશે
- કેન્દ્રીય શિક્ષણ પ્રધાન ધર્મેન્દ્ર પ્રધાને આ વિશે માહિતી આપી
- કુવૈતમાં NEET માટેનું એક નુવં પરીક્ષા કેન્દ્ર ખોલવામાં આવ્યું
નવી દિલ્હી : તબીબી સંસ્થાઓમાં પ્રવેશ માટેની NEET- Under Graduate Exam પ્રથમ વખત 13 ભાષાઓમાં લેવામાં આવશે. કેન્દ્રીય શિક્ષણ પ્રધાન ધર્મેન્દ્ર પ્રધાને મંગળવારે આ વિશે માહિતી આપી હતી. પંજાબી અને મલયાલમ બે ભાષાઓને પરીક્ષાના માધ્યમ તરીકે ઉમેરવામાં આવી છે.
કુવૈતમાં NEET માટેનું એક નવું પરીક્ષા કેન્દ્ર ખોલવામાં આવ્યું
પ્રધાને જણાવ્યુંં કે, પશ્ચિમ એશિયામાં ભારતીય વિદ્યાર્થીઓની સુવિધા માટે કુવૈતમાં રાષ્ટ્રીય પાત્રતા કમ પ્રવેશ પરીક્ષણ( National Eligibility cum Entrance Test (NEET) )માટેનું એક નવું પરીક્ષા કેન્દ્ર ખોલવામાં આવ્યું છે.
આ પણ વાંચો : IIT, IIM, JEE અને NEET પરીક્ષાની તૈયારી માટે સરકાર કરશે કોચિંગ કલાસ શરૂ
NEET 2021 માટે નોંધણી આજે વેબસાઇટ પર 5 વાગ્યાથી શરૂ થશે
તેમણે ટ્વીટ કર્યું હતું કે,NEET- Under Graduate 2021 માટે નોંધણી આજે વેબસાઇટ પર 5 વાગ્યાથી શરૂ થઈ ગઈ છે. NEET (Under Graduate) પરીક્ષાના ઇતિહાસમાં પ્રથમ વખત, પશ્ચિમ એશિયાના વિદ્યાર્થીઓની સુવિધા માટે કુવૈતમાં એક પરીક્ષાનું કેન્દ્ર ખોલવામાં આવ્યું છે.
આ પણ વાંચો : ગાંધીનગરના 6 વિદ્યાર્થીઓએ NEETની પરીક્ષામાં મેદાન માર્યું
NEET 2021ની પરીક્ષા 13 ભાષાઓમાં લેવામાં આવશે
તેમણે જણાવ્યું હતું કે, પ્રથમ વખત, NEET (Under Graduate) 2021ની પરીક્ષા 13 ભાષાઓમાં લેવામાં આવશે અને પંજાબી અને મલયાલમ ભાષા ઉમેરવામાં આવી છે. પ્રધાને જણાવ્યું કે, હવે પરીક્ષા હિન્દી, પંજાબી, આસામી, બંગાળી, ઓડિયા, ગુજરાતી, મરાઠી, તેલુગુ, મલયાલમ, કન્નડ, તમિલ, ઉર્દૂ અને અંગ્રેજીમાં લેવામાં આવશે.
આ પણ વાંચો -
- મોરબીના 2 વિદ્યાર્થીઓએ NEETની પરીક્ષામાં સફળતા મેળવી
- અમદાવાદઃ NEETની પરીક્ષા શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન, વિદ્યાર્થીઓમાં જોવા મળી નિરાશા
- મહીસાગરના લુણાવાડા કેન્દ્ર પર NEETની પરીક્ષા યોજાઈ
- વડોદરામાં NEET તથા JEE ની પરીક્ષા આપનાર વિદ્યાર્થીઓ માટે યોગ્ય વ્યવસ્થાઓ કરવા અંગે ABVPનું આવેદન પત્ર
- NEET (UG)ની પરીક્ષા 12 સપ્ટેમ્બરે યોજાશે
- વિસામો કિડ્સ ફાઉન્ડેશનના સંયોગ થકી ઉર્મિલા મકવાણાએ NEETની પરીક્ષામાં મેળવ્યો ઓલ ઇન્ડિયા રેન્ક
- NEET-2020 પરિણામ: ગોંડલની ગંગોત્રી સ્કૂલની વિદ્યાર્થિની ગોંડલ તાલુકામાં પ્રથમ