ETV Bharat / bharat

ત્વચાની કોઈપણ સમસ્યાનું સમાધાન એટલે લીમડાના પાન - લીમડાના પાનનો ઉપયોગ

લીમડાના પાન (Neem Leaves) એન્ટીઑકિસડન્ટ અને વિટામિન Eથી ભરપૂર હોય છે, જે કુદરતી એન્ટિ-એજિંગ એજન્ટ તરીકે કામ કરે છે. જો તમે (Benefits of Neem Leaves) કરચલીઓ, ફાઈન લાઈન્સ અને ડાર્ક સ્પોટ ઘટાડવા ઈચ્છતા હોવ તો આ રીતે તાજા લીમડાના પાનનો ઉપયોગ કરો.

Etv Bharatત્વચાની કોઈપણ સમસ્યાનું સમાધાન એટલે લીમડાના પાન

author img

By

Published : Dec 1, 2022, 4:13 PM IST

હૈદરાબાદ: ઔષધીય ગુણોથી ભરપૂર લીમડાના પાનનો (Neem leaves are very beneficial for the skin) આયુર્વેદમાં વર્ષોથી ઉપયોગ કરવામાં આવે છે. આ પાંદડાઓની મદદથી માત્ર ઈન્ફેક્શનને દૂર રાખવાનું કામ જ નથી થતું પરંતુ તેનો ઉપયોગ ત્વચાની સુંદરતા વધારવા માટે પણ કરવામાં આવે છે. ખાસ કરીને ચોમાસામાં લીમડાના પાનનો ઉપયોગ ખૂબ જ ફાયદાકારક છે. તે વરસાદની ઋતુમાં થતા ચેપી રોગોને દૂર રાખે છે અને બેક્ટેરિયા વગેરે સામે પણ રક્ષણ આપે છે. લીમડો ચોમાસા દરમિયાન ત્વચાની તમામ સમસ્યાઓથી રાહત અપાવવામાં પણ સક્ષમ છે. ચાલો જાણીએ લીમડાના પાન ત્વચા માટે કેટલા ફાયદાકારક છે (How beneficial are neem leaves for skin) અને તેનો ઉપયોગ કેવી રીતે કરી શકાય.

ખીલને રોકવામાં મદદરુપ: લીમડામાં (Neem Leaves) હાજર એન્ટીબેક્ટેરિયલ ગુણ ખીલ જેવી સમસ્યાઓથી છુટકારો મેળવવામાં ખૂબ જ ઉપયોગી છે. લીમડામાં એન્ટિસેપ્ટિક ગુણ પણ હોય છે, જે પિમ્પલ્સ અને ખીલને રોકવામાં અને છિદ્રોને ચેપથી બચાવવામાં મદદ કરે છે. લીમડાના પાનને પીસીને તેમાં ચણાનો લોટ અને હળદર મિક્સ કરીને ચહેરા પર લગાવો તો ઘણો ફાયદો થાય છે.

બ્લેકહેડ્સ દૂર કરવામાં: લીમડાના પાંદડાઓમાં (Neem leaves remove blackheads) એક્સફોલિએટિંગ એજન્ટ હોય છે, જે ત્વચાના છિદ્રોને સાફ કરવામાં અને કડક કરવામાં મદદ કરે છે. જેના કારણે બ્લેકહેડ્સ અને વ્હાઇટહેડ્સ જેવી સમસ્યા વારંવાર થતી નથી. આ માટે એક ગ્લાસ પાણીમાં લીમડાના કેટલાક પાન નાંખો અને તેને 15 મિનિટ સુધી ઉકાળો. જ્યારે તે ઠંડુ થઈ જાય, ત્યારે તેને ચહેરા પર સ્પ્રે કરો અથવા તેને કોટનની મદદથી સાફ કરો.

ડાર્ક સ્પોટ ઘટાડવા: જો તમે કરચલીઓ, ફાઈન લાઈન્સ અને ડાર્ક સ્પોટ ઘટાડવા (Neem leaves to reduce dark spots) ઈચ્છતા હોવ તો તાજા લીમડાના પાનને પીસીને પેસ્ટ તૈયાર કરો. તેમાં 1થી2 ચમચી મધ મિક્સ કરો. આ પેસ્ટને ચહેરા પર લગાવો અને જ્યારે તે સુકાઈ જાય ત્યારે તેને પાણીથી ધોઈ લો.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.